By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ગુજરાતમાં જળસંકટના ભણકારા! 206 જળાશયોમાંથી માત્ર 20 જ ઓવરફ્લો, નર્મદાના પાણી માટે દિલ્હીમાં બેઠક
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ગુજરાતમાં જળસંકટના ભણકારા! 206 જળાશયોમાંથી માત્ર 20 જ ઓવરફ્લો, નર્મદાના પાણી માટે દિલ્હીમાં બેઠક
GeneralGujarat Now

ગુજરાતમાં જળસંકટના ભણકારા! 206 જળાશયોમાંથી માત્ર 20 જ ઓવરફ્લો, નર્મદાના પાણી માટે દિલ્હીમાં બેઠક

HINDUSTAN MIRROR
Last updated: 26/10/2026 2:34 PM
HINDUSTAN MIRROR
1 hour ago
Share
Pc : Google
SHARE
ગુજરાતમાં ઓછા અને અસમાન વરસાદને કારણે જળસંકટ ઘેરું બની રહ્યું છે. રાજ્યમાં નર્મદા બંધ સિવાયના 206 જળાશયોમાંથી માત્ર 20 જ જળાશયો વરસાદી પાણીથી ઓવરફ્લો થયાં હતાં.પરિણામે આગામી ઉનાળા સુધી પીવાના પાણીની જરૂરિયાત પૂરી કરવી,ખેતી માટે સિંચાઈનું પાણી ઉપલબ્ધ કરાવવું અને વીજળીની વધતી માગને પહોંચી વળવી રાજ્ય સરકાર માટે મોટો પડકાર બન્યો છે.આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે પાણી અને વીજળીની વ્યવસ્થા માટે આયોજન તેજ કર્યું છે.ગુજરાતની પાણીની જરૂરિયાત માટે નર્મદા બંધનું મહત્વ વધ્યું છે.ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ઓછા વરસાદને કારણે જળસંગ્રહની સ્થિતિ ચિંતાજનક બની છે.સૌની યોજના મારફતે સૌરાષ્ટ્રના જળાશયોમાં પાણી પહોંચાડવાની વ્યવસ્થા આગામી ચોમાસા સુધી જાળવી રાખવી પણ સરકાર માટે મહત્વપૂર્ણ બની છે.સાથે જ રવિ પાકની સિઝન શરૂ થતાં ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહે તે માટે નર્મદાના જળવિતરણમાં વધુ અનુકૂળતા મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.આ મુદ્દે મંગળવારે દિલ્હીમાં મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે.નર્મદા જળાશયના ચાર લાભાર્થી રાજ્યો ગુજરાત,મહારાષ્ટ્ર,મધ્યપ્રદેશ અને રાજસ્થાનના મુખ્યમંત્રીઓ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની અધ્યક્ષતામાં બેઠક કરશે.નર્મદાના પાણીના વિતરણ અને ગુજરાતની વધતી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને નવી વ્યવસ્થા અંગે ચર્ચા થવાની છે.ગુજરાતને પીવાના પાણી અને ખેતી માટે વધુ પાણી ઉપલબ્ધ થાય તે દિશામાં બેઠકમાં રજૂઆત કરવામાં આવશે.

સુરતમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ અને કૃષિમંત્રી જીતુ વાઘાણી વચ્ચે પણ આ મુદ્દે ચર્ચા થઈ હતી.આ બેઠક બાદ દિલ્હીમાં ચારેય રાજ્યોના મુખ્યમંત્રીઓની બેઠક યોજવાનો નિર્ણય સામે આવ્યો છે.નર્મદાના પાણીના જથ્થા અને તેના ઉપયોગ અંગે રાજ્યો વચ્ચે સંકલન સાધીને ગુજરાતની જરૂરિયાતને પહોંચી વળવાનો પ્રયાસ કરવામાં આવશે.કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે સુરતના કાર્યક્રમમાં પાણીની માગ અંગે વાત કરતાં રમૂજી અંદાજમાં કહ્યું હતું કે, સુરતમાં આવીને ગુજરાતને પાણી માટે દબાણ કરવામાં આવે છે, જાણે પોતાના જ ઘરમાં આવીને દાદાગીરી થતી હોય.તેમણે જણાવ્યું હતું કે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી સાથે પણ આ મુદ્દે વાતચીત થઈ છે અને ચારેય રાજ્યોના મુખ્યમંત્રીઓ દિલ્હીમાં મળવાના છે.પાટીલે વધુમાં જણાવ્યું હતું કે પાણીની જરૂરિયાત પૂરી કરવા માટે ગુજરાત તરફથી પાણીના બદલામાં નાણાં અથવા નર્મદા જળવિદ્યુતમાંથી મળતી વીજળી આપવાની તૈયારી દર્શાવવામાં આવી છે.મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ પણ આ દિશામાં આગળ વધવા સંમતિ આપી હોવાનું તેમણે કહ્યું હતું.આ પ્રસ્તાવથી ગુજરાતને વધારાનું પાણી મળી શકે તેવી વ્યવસ્થા અંગે ચર્ચા થવાની શક્યતા છે.

પાણીની સમસ્યા સાથે ગુજરાતમાં વીજળીની માગ પણ વધવાની છે.શિયાળાની શરૂઆતમાં જ ગરમીનો અનુભવ થતાં વીજ વપરાશ વધવાની સંભાવના છે.રાજ્યમાં વીજળીની અછત ઊભી ન થાય તે માટે કેન્દ્ર સરકાર પાસેથી 1,000 મેગાવોટ વીજળી મેળવવાની માગ કરવામાં આવી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત દરમિયાન પણ ગુજરાતની પાણી અને વીજળીની જરૂરિયાત અંગે ચર્ચા થઈ હતી.હવે કેન્દ્ર સરકાર આ વીજળી કેવી રીતે ઉપલબ્ધ કરાવશે તે અંગે પણ વ્યવસ્થા નક્કી થવાની છે.આગામી દિવસોમાં ગુજરાત માટે પીવાના પાણીની ઉપલબ્ધતા,ખેડૂતોને રવિ પાક માટે સિંચાઈનું પાણી,સૌરાષ્ટ્રના જળાશયોમાં પાણી પહોંચાડવું અને વીજળીની વધતી માગ પૂરી કરવી મુખ્ય પ્રાથમિકતાઓ રહેશે.દિલ્હીની બેઠકમાં નર્મદાના પાણીના વિતરણ અંગે શું નિર્ણય લેવાય છે તેના પર રાજ્યના ખેડૂતો અને નાગરિકોની નજર રહેશે.

સર્બિયામાં વિદ્યાર્થી આંદોલનથી સત્તાપલટાના સંકેત, વુસિકના 12 વર્ષના શાસનને પડકાર
રાહુલ ગાંધીના કાફલામાં અચાનક ટક્કર, પાછળની ગાડીઓ અથડાઈ; કોંગ્રેસ નેતા સુરક્ષિત
મુંબઈમાં બિશ્નોઈ ગેંગનો વધતો ખૌફ, ફિલ્મી સિતારાથી કારોબારી સુધી નિશાન પર
છ વર્ષની દીકરીની કસ્ટડી માતાને સોંપવાનો હાઈકોર્ટનો આદેશ, બાળકના કલ્યાણમાં માતાના સ્નેહને મહત્ત્વ
કાનપુરમાં ભાભીએ ગુપ્તતાંગમાં બટકા ભરતા દિયરને આવ્યા 55 ટાંકા!
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મૃતદેહોની વચ્ચે દારૂ પીને સૂઈ ગયો ડૉક્ટર, પિંપરી-ચિંચવડની હોસ્પિટલમાં ગંભીર બેદરકારી
Next Article વાઈબ્રન્ટ ગુજરાત બાદ મંત્રીમંડળમાં મીની વિસ્તરણના સંકેત, બોર્ડ-નિગમમાં નિમણૂકોની તૈયારી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

અમિત શાહ પર ટિપ્પણીના કેસમાં રાહુલ ગાંધી દોષમુક્ત, સુલતાનપુર કોર્ટનો ચુકાદો

27 minutes ago

‘રામાયણ’ના ગીતમાં કવાલીનો અંદાજ? એ.આર. રહેમાન સામે વિરોધ, ગીત હટાવવા અને ફિલ્મના બહિષ્કારની માગ

36 minutes ago

લોરેન્સ બિશ્નોઈ ગેંગની આમિર ખાનને ફરી ધમકી, અમિતાભથી સલમાન સુધીના કલાકારોનાં ઘરોની રેકીનો ખુલાસો

41 minutes ago

1 નવેમ્બરથી રામલલ્લાના દર્શનના સમયમાં ફેરફાર, સવારે 4 વાગ્યે ખુલશે મંદિરનાં કપાટ

45 minutes ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up