By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કોરોના ઇફેકટ : પાછલા ૧૦૦ દિવસોમાં રિટેલ વેપારને ૧૫.૫ લાખ કરોડનો ફટકો : ૨૦% દુકાનો બંધ થશે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Business > કોરોના ઇફેકટ : પાછલા ૧૦૦ દિવસોમાં રિટેલ વેપારને ૧૫.૫ લાખ કરોડનો ફટકો : ૨૦% દુકાનો બંધ થશે
BusinessGeneralNational

કોરોના ઇફેકટ : પાછલા ૧૦૦ દિવસોમાં રિટેલ વેપારને ૧૫.૫ લાખ કરોડનો ફટકો : ૨૦% દુકાનો બંધ થશે

HM News
Last updated: 20/07/2020 7:58 AM
HM News
5 years ago
Share
SHARE

નવી દિલ્હી, તા.૨૦: ભારતમાં કોરોના વાયરસની મહામારીના કારણે છેલ્લા ૧૦૦ દિવસો દરમિયાન છૂટક વેપારને લગભગ ૧૫.૫ લાખ કરોડ રૂપિયાના વેપાર નુકસાનનો સામનો કરવો પડ્યો છે.લોકડાઉન ખુલ્યાના ૪૫ દિવસ પછી પણ સ્થિતિ સામાન્ય થઈ શકી નથી.વેપારીઓને નાણાકીય સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. કેન્દ્ર અથવા રાજય સરકારો દ્વારા વેપારીઓને કોઈ આર્થિક પેકેજ નહીં મળતા વેપારીઓ નિરાશ છે.

દેશમાં ડોમેસ્ટિક વેપારની વર્તમાન સ્થિતિનું વિશ્લેષણ કરતા Confederation Of All India Traders ના રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યું કે દેશમાં ડોમેસ્ટિક વેપાર તેના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે.છૂટક વેપારીઓની સ્થિતિ પણ સામાન્ય થઈ શકી નથી. જો આ સ્થિતિ હજુ વધુ સમય રહેશે તો સમગ્ર દેશમાં લગભગ ૨૦% દુકાનો બંધ કરવા મજબૂર થવું પડશે.જેના કારણે મોટી સંખ્યામાં બેરોજગારીમાં વધારો થઈ શકે છે.

કોરોના વાયરસના કારણે લોકોમાં એટલો ડર છે કે તેઓ સ્થાનિક બજારમાં ખરીદી કરવા આવી રહ્યા નથી.તેવા લોકો કે જેઓ પાડોશી રાજયો અથવા શહેરોમાંથી સામાન ખરીદી રહ્યા છે તે લોકો પણ કોરોનાનો ડર અને પબ્લિક ટ્રાન્સપોર્ટના અભાવે આવી રહ્યા નથી.આ કારણે દેશમાં છૂટક વેપાર પર ભારે અસર પડી છે.

તેમણે વધુમાં જણાવ્યું કે આ તમામ કારણોસર સમગ્ર દેશના બજારમાં સન્નાટો છે.વેપારી સાંજે ૫ વાગ્યાની આસપાસ તેનો વેપાર બંધ કરીને ઘરે જતો રહે છે. પ્રાપ્ત જાણકારી મુજબ માત્ર ૧૦% ગ્રાહકો જ બજારમાં આવી રહ્યા હોવાથી વેપારીઓના વેપાર પર ખરાબ અસર પડી છે.

ફ્રાંસમાં કોરોના વાયરસનો કહેર યથાવત: એક દિવસમાં ૮૩૩ લોકોનો લીધો ભોગ
ના હોઈ !! રેસ્ટોરન્ટમાં 14000 રૂપિયાના બીલ પર સાડા ત્રણ લાખ રૂપિયા ટીપ આપીને આ ધનિકે જગાવી ચર્ચા
પલસાણા માંથી મિનરલ પાણીની બોટલની આડમાં લઈ જવાતો 1.84 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
દિલ્હી-NCRમાં બંધ થશે મકાનોનું બાંધકામ, સ્ટીલ-સિમેન્ટના ભાવમાં વધારો થતા ફ્લેટ થશે મોંઘા
અયોધ્યામાં કુબેરેશ્વર શિવલિંગનો ૨૮ વર્ષ પછી રુદ્રાભિષેક કરાયો
Share This Article
Facebook Email Print
Previous Article પ. બંગાળમાં એક વિદ્યાર્થીની પર કથિત સામૂહિક દુષ્કર્મ બાદ કરાઇ હત્યાઃ વિરોધમાં લોકોનું પ્રદર્શન
Next Article લોકડાઉનમાં જીએસટી, એકસાઈઝના રિકવરી ઓર્ડર રદ કરતી હાઈકોર્ટ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up