By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સાયણ સુગર ફેક્ટરીની ચૂંટણીમાં જીતની ખુશીમાં કોરોના ભૂલાયો, ઓલપાડ તાલુકા પંચાયતના ભાજપના ઉપપ્રમુખ માસ્ક વગર વિજય રથમાં જોડાયા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > સાયણ સુગર ફેક્ટરીની ચૂંટણીમાં જીતની ખુશીમાં કોરોના ભૂલાયો, ઓલપાડ તાલુકા પંચાયતના ભાજપના ઉપપ્રમુખ માસ્ક વગર વિજય રથમાં જોડાયા
GeneralSouth Gujarat

સાયણ સુગર ફેક્ટરીની ચૂંટણીમાં જીતની ખુશીમાં કોરોના ભૂલાયો, ઓલપાડ તાલુકા પંચાયતના ભાજપના ઉપપ્રમુખ માસ્ક વગર વિજય રથમાં જોડાયા

HM News
Last updated: 28/12/2020 9:26 AM
HM News
5 years ago
Share
SHARE

– વિજય રથમાં 500થી વધુ લોકો જોડાયા હોવાનો વીડિયો વાઈરલ

સાયણ સુગર ફેક્ટરીની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ કાર્યકર્તાઓ જ નહીં ઓલપાડ તાલુકા પંચાયતના ભાજપના ઉપપ્રમુખ દીપેશ પટેલ પણ માસ્ક વગર ભીડમાં વિજય રથ સાથે જોડાય સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા હોવાનો વીડિયો વાઇરલ થયો છે.આ વિજય રથમાં 500થી વધુ લોકો જોડાયા હોવાનું જાણવા મળ્યું છે.

વિજય રથમાં દિપેશ પટેલ માસ્ક વિના જોડાયા.
—————————————-
સાયણ સુગરના વર્તમાન પ્રમુખ પૈકી 5 ડિરેક્ટરોની જીત થઈ છે.જે પૈકીના ઓલપાડ તાલુકા પંચાયતના ભાજપના ઉપપ્રમુખ દીપેશ પટેલની ખલીપોર બેઠક પર જીત થઈ છે. જીતની ખુશીમાં વિજય રથનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં 500થી વધુ લોકો જોડાયા હતા અને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ વિના દિપેશ પટેલ અને લોકો જોવા મળ્યા હોવાનો વીડિયો વાઈરલ થયો છે.

સાયણ સુગરના વર્તમાન પ્રમુખ પૈકી 5 ડિરેક્ટરોની જીત
——————————————–
સાયણ સુગરમાં વર્તમાન પ્રમુખ રાકેશ ઠાકોર પટેલ 65 મતે વિજેતા થવા સાથે તેમની પેનલના જનરલ બેઠક 4 ઉમેદવારો સાથે 12 બેઠક પર ભવ્ય વિજય મળ્યો હતો.જ્યારે વર્તમાન ડિરેક્ટરો પૈકી સૌની નજર હતી તેવા સાંધીએર ઝોન પર કોંગ્રેસના કદાવર નેતા અને સહકારી આગેવાન દર્શન પટેલની સૌથી વધુ 233 મતોથી જીત થવા સાથે કુડસદ બેઠક પર માજી પ્રમુખ કેતનભાઈ પટેલ ચૂંટણી જંગમાં હોય કાંટાની ટક્કર વાળી કુડસદ બેઠક પર કેતન પટેલની 38 મતથી જીત થઈ હતી. જ્યારે સાયણ સુગરના વર્તમાન પ્રમુખ પૈકી 5 ડિરેક્ટરોની જીત જ્યારે 3 ડિરેક્ટરોની હાર થઈ છે.

અલ્પેશ,સૂર્યા બાદ દિપેશ પટેલનો વીડિયો વાઈરલ
———————————————
સુરત જિલ્લામાં પાસ નેત અલ્પેશ કથીરિયા અને માથાભારે સૂર્યા બંગાળીના સોશિયલ ડિસ્ટન્સના ભંગનો વીડિયો વાઈરલ થઈ ચૂક્યો છે.બંને કેસમાં ગુનો દાખલ કરી અટકાયત પણ કરવામાં આવી છે.ત્યારે હવે ઓલપાડ તાલુકા પંચાયતના ભાજપના ઉપપ્રમુખનો વીડિયો વાઈરલ થતા પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થઈ રહ્યો છે.

ભાજપે કાર્યક્રમો જાહેર કર્યા,રોજગારવાંચ્છુ યુવાનોએ કહ્યું-‘હવે ભરતી પરીક્ષા શરૂ કરો’
છ કંપનીઓ પર સીબીઆઈના દરોડા, રૂ. 190 કરોડની સંપત્તિ જપ્ત કરી
‘દેશને તાલિબાન નહીં બનવા દઈએ’ : ઉદયપુર હત્યાકેસની નિંદા કરતા અજમેર દરગાહ પ્રમુખનુ નિવેદન
વર્ષ 2015, 2017ના વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં થયેલા 5426 કરોડના MOU રદ્દ
ઓવિયાણ નજીકથી લિસ્ટેડ બુટલેગર શંભુ ઢીમ્મરનો 10.65 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
Share This Article
Facebook Email Print
Previous Article કામરેજના ઉંભેળ ગામે ફ્લાયઓવર બ્રિજની માંગ સાથે લોકો રસ્તા પર ઉતર્યા, હાઈ વે ઓથોરિટીએ કર્યું સરન્ડર
Next Article ઓપરેશન ગ્રુપે મહુવરિયા પાસેથી 69,600નો દારૂ પકડ્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up