બારડોલી : સુરત જિલ્લાની સહકારી સંસ્થાઓ પૈકી સુગર ફેક્ટરીની બોર્ડ ઓફ ડિરેક્ટરના ચૂંટણીના પરિણામ કોર્ટના આદેશ મુજબ શનિવારના રોજ જાહેર કરવામાં આવ્યા હતા.બારડોલી ઉપરાંત ચલથાણ સુગર ફેક્ટરીની ચુંટણી પરિણામ પણ આજે જાહેર થયું હતું.જેમાં વર્તમાન શાસકોની સહકાર પેનલે તમામ બેઠકો પર કબ્જો મેળવ્યો હતો.જ્યારે સામેની કિસાન પરીવર્તન પેનલના સુપડા સાફ થઈ ગયા હતા.
ચલથાણ સુગર ફેક્ટરીની કુલ 17 બેઠકો પૈકી 8 બેઠક પહેલાથી જ બિનહરીફ જાહેર થઈ હતી. બિનહરીફ જાહેર થયેલા તમામ ઉમેદવારો વર્તમાન પ્રમુખ કેતનભાઈ ચીમનભાઈ પટેલની સહકાર પેનલના ઉમેદવારો હતા. આથી બાકી રહેલી 9 બેઠકો ઉપર ચૂંટણી યોજાઇ હતી.જેમાં સહકાર પેનલની સામે કિશાન પરિવર્ત પેનલના ઉમેદવારો મેદાનમાં હતા.ચુંટણી દરમિયાન બંને પેનલ વચ્ચે રસાકસીનો માહોલ જોવા મળ્યો હતો.જો કે કોર્ટના સ્ટેને કારણે જે તે સમયે મતગણતરી થઈ શકી ન હતી જેને કારણે પરિણામ જાહેર થઈ શક્યા ન હતા.દરમ્યાન ગુરુવારના રોજ કોર્ટમાંથી પરિણામ પર સ્ટે અંગેની અરજી પરત ખેંચી લેવામાં આવતા શનિવારના રોજ બારડોલીની સાથે સાથે ચલથાણ સુગર ફેક્ટરીનું પરિણામ પણ જાહેર થયું હતું. જેમાં વર્તમાન પ્રમુખ કેતનભાઈ પટેલ,ઉપપ્રમુખ કમલેશભાઈ નાયક સહિતના તમામ 9 ઉમેદવારોનો ભવ્ય વિજય થયો હતો.જ્યારે કિસાન પરિવર્તન પેનલના તમામ ઉમેદવારનો કારમો પરાજય થયો હતો.
ચલથાણ સુગર ફેકટરીના 9 જૂથના જાહેર થયેલા પરિણામ પર નજર કરીએ તો સહકાર પેનલના મોટાભાગના ઉમેદવારોને જનરલ ઇલેક્શનને લઈ વિજય થયો હોવાનું જણાઈ રહ્યું છે.આવા ઉમેદવારોને પોતામાં જૂથમાં હરીફ ઉમેદવારો કરતા પણ ઓછા મત મળ્યા હતા.પરંતુ જનરલ ચૂંટણીની સાથે સાથે અગાઉથી જ આઠ ઉમેદવારો અને 6 જૂથ બિનહરીફ થયા હોય અને આ તમામ સહકાર પેનલના હોઈ તેનો સીધો ફાયદો સહકાર પેનલને થયો હતો.
વિજેતા ઉમેદવારોની યાદી
જુથ વિજેતા ઉમેદવાર મળેલ લીડ
બલેશ્વર કેતનકુમાર ચીમનભાઈ પટેલ – 984
બગુમરા કમલેશભાઈ દોલતરાય દેસાઈ 518
કરણ જીતેન્દ્રસિંહ પ્રભાતસિંહ ખરવાસીયા 485
મોતા ભરતભાઇ ઈશ્વરભાઈ પટેલ 892
સેવણી નૈનેશ નટવરભાઇ પટેલ બિનહરીફ
ઊંભેળ ગૌતમભાઈ ભાઈચંદભાઈ પટેલ બિનહરીફ
સણીયા હેમાદ ગુણવંતભાઈ ધીરજભાઈ દેસાઈ 288
પુણા દિલીપભાઇ લલ્લુભાઈ પટેલ બિનહરીફ
કુંભારિયા મિતુલકુમાર શંકરભાઇ પટેલ 865
દિગસ મહેશભાઈ ખુશાલભાઈ પટેલ 538
મોહણી નિલેશકુમાર કાંતિલાલ પટેલ 242
વાવ અરવિંદભાઈ તુલસીભાઈ ભક્ત બિનહરીફ
સામાન્ય વ્યક્તિ પ્રતિનિધિ હિતેશ ખુશાલભાઈ પટેલ બિનહરીફ
મંડળી પ્રતિનિધિ છગનભાઈ દુલ્લભભાઈ પટેલ બિનહરીફ
અનુ.જાતિ/જનજાતિ રમેશભાઈ મગન ભાઈ પરમાર 905
મહિલા વિભાગ 1 પ્રિયાબેન વિજયભાઈ પટેલ બિનહરીફ
મહિલા વિભાગ 2 લીના બેન મહેશચંદ્ર દેસાઇ બિનહરીફ


