By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સુરતમાં પાલિકાના ડેપ્યુટી TDO સામે આવક કરતા વધુ સંપત્તિના મુદ્દે ACB તપાસ શરૂ,પાલિકાના અધિકારીઓમાં ફફડાટ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરતમાં પાલિકાના ડેપ્યુટી TDO સામે આવક કરતા વધુ સંપત્તિના મુદ્દે ACB તપાસ શરૂ,પાલિકાના અધિકારીઓમાં ફફડાટ
GeneralSurat

સુરતમાં પાલિકાના ડેપ્યુટી TDO સામે આવક કરતા વધુ સંપત્તિના મુદ્દે ACB તપાસ શરૂ,પાલિકાના અધિકારીઓમાં ફફડાટ

HM News
Last updated: 27/02/2021 9:55 AM
HM News
4 years ago
Share
SHARE

સુરત : મહાનગરપાલિકાના મધ્યસ્થ શહેર વિકાસ વિભાગમાં વર્ષો સુધી ડેપ્યુટી ટીડીઓ તરીકે ફરજ બજાવનાર વિજય દેસાઈ સામે અમદાવાદ એસીબીએ આવક કરતા વધુ સંપત્તિની તપાસ શરૂ કરતા પાલિકાના અધિકારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.વિજય દેસાઈ હાલમાં કાર્યપાલક ઈજનેર તરીકે ફરજ બજવે છે.

છેલ્લા કેટલાક સમયથી એન્ટી કરપ્શન વિભાગ દ્વારા સરકારી કર્મચારીઓ પાસે આવક કરતા વધુ સંપત્તિ હોય તેવા કિસ્સામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તે અંતર્ગત અનેક સરકારી કર્મચારી અને અધિકારી સામે ગુનો પણ દાખલ કરવામાં આવ્યા છે.જ્યારે સુરત મહાનગરપાલિકામાં ડેપ્યુટી ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર (ટીડીઓ) તરીકે ફરજ બજાવતા વિજય દેસાઈ સામે પણ થોડા સમય પહેલાં એન્ટી કરપ્શન બ્યુરોમાં આવક કરતાં વધુ સંપત્તિની તપાસ કરવા માટે અરજી કરવામાં આવી હતી.તે અરજીના આધારે વડી કચેરીના આદેશ અન્વયે અમદાવાદ એન્ટી કરપ્શન વિભાગે વિજય દેસાઈ સામે તપાસ શરૂ કરી છે.

એસીબીની તપાસ માટે પાલિકા પાસે તેમના પગારથી માંડીને તેમની પાસે કેટલી સંપત્તિ છે,તે વિગતો પાલિકા દ્વારા આપી પણ દેવામાં આવી હોવાની વિગતો જાણવા મળી છે.કારણ કે વિજય દેસાઇ વર્ગ-3ની કેટેગરીમાં આવે છે તેમજ આ માટેની તપાસ કરવા માટે કમિશનરની પણ મંજૂરી લેવાની હોતી નથી.જેથી એસીબી તમામ વિગતો મંગાવ્યા બાદ પાલિકાએ તેને પૂરી પણ પાડી દીધી છે.તેની જાણ આજે પાલિકાના અધિકારીઓને થતાં તેઓમાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

ભીમ અગીયારસનું મુહૂર્ત સચવાયું,રાજકોટ જીલ્લામાં આટલા પત્તાંપ્રેમી પકડાયા
વીજચોરીના કેસ દાખલ ન કરવા માગી રૂ. 2.60 લાખની લાંચ, રાજકોટ ACBએ છટકુ ગોઠવી ઝડપી પાડ્યાં
રાજ્યમાં સાર્વત્રિક મેઘ મહેર થતા વાવેતર વધીને 51.40 ટકા
દમણના ડબલ મર્ડરમાં માજી જિલ્લા પંચાયતના પ્રમુખ સુખા પટેલનો સાળો કોર્ટમાં હાજર
યુરોપની 27 દેશની કંપનીઓ હિજાબ પર પ્રતિબંધ મૂકી શકે છે
Share This Article
Facebook Email Print
Previous Article સુરતમાં ‘આપ’ના નવા કોર્પોરેટરે ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન કરતી ગાડીને રોકી અધિકારીનો લઇ નાખ્યો ઉઘડો
Next Article વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખે જૂજવાના સરપંચને 3 વર્ષ માટે સસ્પેન્ડ કરતા ગ્રામજનોએ BJP કાર્યાલયનો ઘેરાવ કર્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up