By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સુરત જિલ્લામાં દારૂબંધી મજાક બની ગઈ : વધુ એક વિદેશી દારૂ ભરેલ ટ્રક સાથે બે ઝડપાયા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > સુરત જિલ્લામાં દારૂબંધી મજાક બની ગઈ : વધુ એક વિદેશી દારૂ ભરેલ ટ્રક સાથે બે ઝડપાયા
GeneralSouth Gujarat

સુરત જિલ્લામાં દારૂબંધી મજાક બની ગઈ : વધુ એક વિદેશી દારૂ ભરેલ ટ્રક સાથે બે ઝડપાયા

HM News
Last updated: 14/06/2021 6:49 AM
HM News
4 years ago
Share
SHARE

માંગરોળ : ગુજરાતમાં દારૂબંધી મજાક બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે.ઠેર-ઠેર દારૂની બોટલો જ નહિ પણ ટ્રકો ભરીને સુરત જિલ્લામાં વિદેશી દારૂનો જથ્થો મોટી માત્રામાં પકડાય રહ્યો છે.સુરત જિલ્લામાં એક પછી એક તાલુકામાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો પકડાય રહ્યો છે.ત્યારે માંગરોળ તાલુકાનાં કોસંબા ગામની સીમમાં ને.હા-48 ઉપરથી એક ટ્રકમાંથી એલસીબી પોલીસે 12.91 લાખના વિદેશી દારૂ સાથે બે વ્યક્તિને ઝડપી પાડ્યા છે.

દક્ષિણ ગુજરાતમાં વિદેશી દારૂની જાણે કે છુટ હોય તેમ તાલુકાઓમાં વિદેશી દારૂનો જથ્થો મળી રહે છે.છતાં સ્થાનિક પોલીસ નિષ્ક્રિય જોવા મળી રહી છે.થોડા દિવસ અગાઉ બારડોલી તાલુકાનાં ઉમરાખ ગામેથી સલામનો 14.85 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો અને તેના બે થી ત્રણ દિવસ બાદ પલસાણા તાલુકામાંથી પણ લાખોનો દારૂ ઝડપાયો છે.ત્યારબાદ માંગરોળ તાલુકાનાં કોસંબા ગામની સીમમાં ને.હા-48 ઉપરથી સુરત જિલ્લા એલસીબી પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી હતી. તે દરમ્યાન બાતમી મુજબની ટ્રક નંબર જીજે-10-ડબલ્યુ-6147 આવતા પોલીસે તેને અટકાવી હતી અને પાછળના ભાગે તપાસ કરતાં તેમાં મુકેલ પ્લાસ્ટિકના ભંગારની ગુણોની આડમાં લઈ જવાતો વિદેશી દારૂની કુલ બોટલ નંગ 7980 કિંમત રૂ. 12,91,200 નો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે ટ્રક ચાલક રોનક જગદીશચંદ્ર પટેલ (રહે, નોગામાં, મીઠાફળિયું, તા-ચીખલી, જી-નવસારી) તથા ક્લીનર નીલકુમાર દિનેશભાઇ ભાવસાર (નોગામાં, વાણિયાવાડ, તા-ચિખલી) ને ઝડપી પાડ્યા હતા. જ્યારે દારૂનો જથ્થો મંગાવનાર અશ્વિન પટેલ (રહે, કમરોલી, તા-ઓલપાડ) વિદેશી દારૂ ભરાવનાર સદ્દામ (રહે, દમણ) તથા વેદપ્રકાશ ઉર્ફે શાહરૂખ શર્મા (રહે, દમણ) ને વોંટેડ જાહેર કર્યા હતા.પોલીસે કુલ 20 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અફઝલ ખાનના વધ માટે છત્રપતિ શિવાજીએ પહેરેલા વાઘનખ ભારત મોકલાશે
ટ્રાન્સપોર્ટરના લિગ્નાઇટ ભરેલા બે ટ્રકને હાઇવે પર સળગાવી દેવાયા
માનીતાઓને લાભ ખટાવવાનો નિર્ણય, અમદાવાદમાં રીક્રીએશન સેન્ટર વાર્ષિક ૧૬ લાખના કોન્ટ્રાકટથી આપી દેવાશે
કંગનાને જાનથી મારી નાંખવાની ધમકી : એક્ટ્રેસે કહ્યુ કે, હું આતંકીઓ અને ગદ્દારોથી ડરતી નથી
ICICI લોમ્બાર્ડનો નફો 24% ઊછળીને 282 કરોડ નોંધાયો
Share This Article
Facebook Email Print
Previous Article જૈન સમાજ વિરુદ્ધ ખોટો પ્રચાર કરનાર અનોપ મંડલ વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ
Next Article સુરતમાં ભાજપના યુવા મોરચાના કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટસન્સ કોરાણે મૂકાયું, માસ્ક વગર કાર્યકરોના ટોળા દેખાયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up