બારડોલી : સુરત જિલ્લાના પલસાણાના લિસ્ટેડ બુટલેગર રાકેશ લંગડો અને તેના બે સાગરીતોને દેશી તમંચા સાથે સુરત જિલ્લા LCBની ટીમે ઝડપી પાડ્યા હતા.પોલીસે તેમની પાસેથી એક તમંચો,એક જીવતો કારતૂસ,રોકડ અને ઇનોવા કાર મળી કુલ 3.22 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ અંગે મળતી માહિતી અનુસાર સુરત જિલ્લા LCBની ટીમ ગુરુવારે રાત્રે કડોદરા GIDC અને પલસાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે સમયે હેડ કોન્સ્ટેબલ ચિરાગ જયંતિલાલ તથા હે.કો. કેતન મનુને ખાનગી રાહે બાતમી મળી હતી કે પલસાણા ખાતે રહેતો રાકેશ યાદવ ઉર્ફે રાકેશ લંગડો તેના મળતીયાઓ સાથે પોતાના કબ્જાની ઇનોવા કાર નંબર જીજે 15 બીબી 1460માં ડેસ્ક બોર્ડમાં દેશી હાથ બનાવટનો તમંચો અને જીવતા કારતૂસ રાખી રફી રહેલ છે અને હાલમાં ત ઇનોવા કાર લઈને પલસાણાના ડુંગરી ફળિયા તરફ ગયેલ છે.આ બાતમીના આધારે પોલીસે ડુંગરી ફળિયા પાસે વોચ ગોઠવી હતી.તે સમયે બાતમીના વર્ણન વાળી કાર આવતા જ તેને રોકી તપાસ કરતાં કારના ડેસ્ક બોર્ડમાંથી દેશી હાથ બનાવટનો તમંચો અને જીવતો કારતૂસ મળી આવ્યો હતો.પોલીસ કારમાંથી લિસ્ટેડ બુટલેગર રાકેશ અવધેશ યાદવ, ફિરોઝખાન અજીઝખાન પઠાણ અને હુસેન ઇસ્લામ પઠાણની અટક કરી તેમની પાસેથી એક તમંચો, એક કારતૂસ, રોકડા રૂપિયા 17 હજાર 300 અને 3 લાખ રૂપિયાની કિંમતની ઇનોવા કાર મળી કુલ 3 લાખ 22 હજાર 400 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.


