સુરત : ગુજરાત બ્રેકીંગ સુરત પતિ બીજી યુવતી સાથે સંબંધનો વહેમ રાખી રણચંડી બનેલી પત્નીએ અન્ય યુવતીને તાતીથૈયા ગામથી પકડી પાડી મુંડન કરી નાખ્યું હતું.જેમાં સ્થાનિકોએ પણ સાથ આપ્યો હતો.જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.વાયરલ થયેલા વીડિયોના પગલે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.યુવતીના વાળ કાપનાર સહિત મદદ કરનાર લોકોની પોલીસે અટકાયત કરી હતી.કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરત જિલ્લા પલસાણા તાલુકાના તાતીથૈયા ગામે આવેલ સોની પાર્ક વિસ્તારોમાં રહેતી એક મહિલાએ બે સંતાનનો પિતા હોવા છતાં બીજી મહિલા સાથે લફરું કર્યું હતું.પતિના આ આડા સંબંધોની ગંધ મહિલાને થતાં મહિલા રણચંડી બની હતી. તેણે તાંતીથૈયા ગામના સોની પાર્ક વિસ્તારમાં પતિ સાથે લફરા કરતી યુવતીને પકડી જાહેરમાં ઘસડી તેને માથાના વાળ કાપી મુંડન કર્યું હતું.આ વિડીયો કોઈ ઇસમે ઉતારી સોશિયલ મીડિયામાં ફરતો કરતા ભારે ધૂમ મચાવી છે.આ સમગ્ર ઘટના જોવા માટે ભારે ભીડ જામી હતી અને લોકો આ નજારો આનંદ માણી રહ્યા હતા.
જો કે આ વીડિયો વાયરલ થતા પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો હતો.આ સમગ્ર કાંડમાં મહિલાના વાળ કાપનારા અને તેમાં સાથ આપનારા તમામ લોકોની અટકાયત કરવામાં આવી હતી.પોલીસ દ્વારા હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.કાયદો હાથ લેનારા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી થાય અને ઉદાહરણ બેસે તેવી કાર્યવાહીની બાંહેધરી ઉચ્ચ અધિકારીઓએ આપી છે.