ઉત્તરપ્રદેશમાં તમામ પક્ષો સમયસર ચૂંટણી ઇચ્છે છે: ચૂંટણી પંચ

165
  • આ વખતે વૃદ્ધ-દિવ્યાંગ અને કોરોના સંક્રમિતોને ઘરેથી મતદાન કરવાની સુવિધા આપવામાં આવશે

લખનઉ : આજે ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું કે,તમામ પક્ષો કોવિડ પ્રોટોકોલ સાથે ઉત્તરપ્રદેશમાં સમયસર ચૂંટણી ઇચ્છે છે.તેમણે સમયસર ચૂંટણીની માંગ કરી છે.જો કે,કેટલાક રાજકીય પક્ષો વધુ રેલીઓના વિરોધમાં છે.સાથે જ સોશિયલ મીડિયા પર પણ મોનિટરિંગ કરવામાં આવશે.કોઈપણ વાંધાજનક પોસ્ટ પર કાર્યવાહી કરવામાં આવશે.રાજ્યોની સરહદો પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે.

યુપીમાં 15 કરોડથી વધુ મતદારો છે.ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર યુપીમાં 52.8 લાખ નવા મતદારો ઉમેરાયા છે.આખરી યાદી 5 જાન્યુઆરીએ આવશે.આ પછી પણ યાદીમાં રહેલી ખામીઓનું નિરાકરણ કરવામાં આવશે.લખનઉમાં પ્રેસ કોન્ફરન્સમાં મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ જણાવ્યું કે,18થી 19 વર્ષની વયજૂથમાં નવા મતદારોની સંખ્યા છેલ્લી ચૂંટણી કરતાં ત્રણ ગણી વધારે છે.આ વખતે મહિલા મતદારોનું પ્રમાણ વધ્યું છે.આ વખતે ચૂંટણી પંચની વિધાનસભા ચૂંટણીમાં કોરોના પ્રોટોકોલને કોઈપણ ભોગે અનુસરવા ભાર મૂકવામાં આવ્યો છે.ચંદ્રાએ કહ્યું કે યુપીના અધિકારીઓએ અમને કહ્યું છે કે 50 ટકા વસ્તીને સંપૂર્ણ રસી આપવામાં આવી છે.કોરોનાને લઈને નવા બૂથની સંખ્યામાં વધારો કરવામાં આવશે.

મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે,800 મતદાન મથકો પર મહિલા પોલિંગ ઓફિસર તૈનાત કરવામાં આવશે.કોરોનાને કારણે બૂથ પર મતદારોની મહત્તમ સંખ્યા ઘટાડવામાં આવી છે.આ માટે મતદાન મથકોની સંખ્યાને 11 હજાર સુધી વધારવામાં આવશે.તેમણે કહ્યું કે,આ વખતે વૃદ્ધ-દિવ્યાંગ અને કોરોના સંક્રમિતોને ઘરેથી મતદાન કરવાની સુવિધા આપવામાં આવશે.

Share Now