– વિરોધ પક્ષમાં ભંગાણ બાદની બજેટની પહેલી સભા તોફાની બને તેવી ભીતીથી ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો સુરત ગુરૂવાર
સુરત,ગુરૂવાર : સુરત મ્યુનિ.ના સૌથી નબળા વિપક્ષ આમ આદમી પાર્ટીના એક સાથે 6 કોર્પોરટેરો આપ છોડીને ભાજપમાં જોડયા બાદની આજે પહેલી બજેટની સામાન્ય સભા છે.આ પક્ષ પલ્ટાના કારણે ગિન્નાયેલા વિપક્ષ દ્વારા તોફાન મચાવવામાં આવે તેવી ભીતીના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્તને ગોઠવી દેવામા આવ્યો છે.
સુરત મ્યુનિ.ના 7288 કરોડના ડ્રાફ્ટ બજેટ માટે આજની સામાન્ય સભાનું આયોજન કરવામા આવ્યું છે.બજેટની આ સામાન્ય સભા સંભળતઃ આજે અને આવતીકાલે સુધી ચાલશે.બજેટની મેરેથોન ચર્ચામાં બન્ને પક્ષના નેગર સેવકો બજટ પર પોતાના પક્ષ રજુ કરશે.પરંતુ આ સભા પહેલાં આમ આદમી પાર્ટીના 6 કોર્પોરેટરોએ ઝાડુ છોડીને ભાજપનો ભગવો ધારણ કરી લીધો હોવાથી બજેટની સભા તોફાની બને તેવા એંધાણ છે.આ શક્યતાના પગલે પાલિકાની સામાન્ય સભા પહેલાં પોલીસ, એસ.આર.પી. અને સિક્યુરીટીનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યા છે. સભા પહેલાં બન્ને પક્ષના સભ્યોની સંકલન સભા રાખવામાં આવી છે જેમાં ભાજપની સંકલનમાં આપમાંથી ભાજપમાં જોડાયેલા 6 કોર્પોરટેરોની હાજરી જોવા મળી હતી.આ સભ્યોનું સભ્ય પદ રદ્દ કરવા માટે વિપક્ષ દ્વારા આક્રમક પ્રયાસ કરવામા આવશે તે સફળ થશે કે નહીં તે સભા શરૂ થયાં બાદ જ ખબર પડશે.


