અમરેલી, તા. 16 માર્ચ 2022, બુધવાર : વડીયાના અરજનસુખ ગામે ખેડૂતના ખેતરમાં સિંહો ફરતા નજરે આવ્યા હતા.રેવેન્યું વિસ્તારોમાં સિંહના પરિવારનો આંટાફેરા કરતો વીડિયો સામે આવ્યો છે.ખેતરમાં આંટાફેરા કરતો સિંહ પરિવાર વીડિયોમાં કેદ થયો હતો અને આ વીડિયોમાં એક સિંહણ અને તેના બે બચ્ચા હોવાનો ઉલ્લેખ છે.
ખેડૂતોની ઉનાળા પિયતની સિઝન વચ્ચે આ વીડિયો વાયરલ થતા રાત્રિ દરમિયાન ખેડૂતો ખેતર જતા સિંહ પરિવારથી ડર અનુભવી રહ્યાં છે.વન્યપ્રાણીઓના આંટાફેરાનો વીડિયો વાયરલ થતા વડીયા પથંકમાં પણ ભયનો માહોલ સર્જાયો છે.


