By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કુખ્યાત ડોન મોન્ટુ નામદારની પત્નીની રિટમાં હાઇકોર્ટે ક્રાઇમબ્રાંચ વિરૂધ્ધની કન્ટેમ્પ્ટ પ્રોસીડીંગ્સ પડતી મૂકી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > કુખ્યાત ડોન મોન્ટુ નામદારની પત્નીની રિટમાં હાઇકોર્ટે ક્રાઇમબ્રાંચ વિરૂધ્ધની કન્ટેમ્પ્ટ પ્રોસીડીંગ્સ પડતી મૂકી
AhmedabadGeneral

કુખ્યાત ડોન મોન્ટુ નામદારની પત્નીની રિટમાં હાઇકોર્ટે ક્રાઇમબ્રાંચ વિરૂધ્ધની કન્ટેમ્પ્ટ પ્રોસીડીંગ્સ પડતી મૂકી

HM News
Last updated: 15/09/2022 9:26 AM
HM News
3 years ago
Share
SHARE

અમદાવાદ,તા.15 સપ્ટેમ્બર 2022,ગુરૂવાર : ખાડિયામાં ધોળેદહાડે જાહેરમાં ભાજપના કાર્યકર રાકેશ મહેતા ઉર્ફે બોબીની હત્યા કરનાર કુખ્યાત ડોન મોન્ટુ નામદારની પત્ની નમ્રતા દ્વારા શહેર ક્રાઇમબ્રાંચ વિરૂધ્ધ કરેલી કન્ટેમ્પ્ટ પિટિશનનનો ગુજરાત હાઇકોર્ટે આખરે નિકાલ કર્યો હતો.પ્રસ્તુત કેસમાં ક્રાઇમબ્રાંચે ફરિયાદીની ફરિયાદમાં કોઇ ગુનો બનતો નહી હોવાનો સમરી રિપોર્ટ પણ ફાઇલ કરાયો હોવાની હાઇકોર્ટને જાણ કરાતાં હાઇકોર્ટે ક્રાઇમબ્રાંચ વિરૂધ્ધની કન્ટેમ્પ્ટ પ્રોસીડીંગ્સ પણ પડતી મૂકી હતી.

ફરિયાદીના ફરિયાદમાં કોઇ ગુનો બનતો નહી હોવા અંગે હાઇકોર્ટને જાણ કરાતાં કેસનો નિકાલ

હાઇકોર્ટે ક્રાઇમબ્રાંચ દ્વારા લેવાયેલા નિર્ણયને રેકર્ડ પર લીધો હતો અને ડોન મોન્ટુની પત્ની નમ્રતાએ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાંચના એસીપી ડી.પી.ચુડાસમા વિરૂધ્ધ કન્ટેમ્પ્ટ પિટિશનનો નિકાલ કર્યો હતો.અરજદારે પિટિશનમાં એવી રજૂઆત કરી હતી કે, ગત તા.૧૧-૧૨-૨૦૨૦ના રોજ અરજદારના પિતાનું નિધન થયું હતું.ત્યારબાદ ખુદ અરજદારના સગા ભાઇઓ અને બહેને તેના પિતાની ખોટી સહીઓ કરી બોગસ વીલ ઉભુ કરી દસ્ક્રોઇ તાલુકાના ગામડી સીમની જમીનોની વડીલોપાર્જિત મિલ્કતમાં અરજદારનો હક્ક ડુબાડી તેણીને વંચિત કરી તેઓના નામે મિલ્કત ટ્રાન્સફર કરાવી લીધી હતી.આ અંગે અરજદારે દ્વારા ગત તા.૧૨-૧૧-૨૦૨૧ના રોજ ક્રાઇમબ્રાંચમાં તેના ભાઇઓ અને બહેન વિરૂધ્ધ ફરિયાદ આપવામાં આવી હતી પરંતુ કોઇ કાર્યવાહી નહી થતાં અરજદારે અગાઉ હાઇકોર્ટમાં રિટ કરી હતી,જેમા હાઇકોર્ટે ક્રાઇમબ્રાંચના એસીપીને આ અંગે કાયદાનુસાર નિર્ણય લેવા હુકમ કર્યો હતો પરંતુ તેમછતાં આઠ મહિના બાદ પણ કોઇ કાર્યવાહી નહી થતાં અરજદારને આ કન્ટેમ્પ્ટ અરજી કરવાની ફરજ પડી છે.

દરમ્યાન સરકારપક્ષ તરફથી હાઇકોર્ટને જાણ કરાઇ હતી કે, ફરિયાદીની ફરિયાદમાં ક્રાઇમબ્રાંચે કોઇ ગુનો બનતો નહી હોવાનો નિર્ણય કરી દીધો છે અને તે અંગ સમરી રિપોર્ટ પણ સક્ષમ કોર્ટમાં ફાઇલ કરી દીધો છે ત્યારે હવે આ કન્ટેમ્પ્ટ પિટિશનનો કોઇ અર્થ રહેતો નથી., તેથી હાઇકોર્ટે તે કાઢી નાંખવી જોઇએ.

ભાજપના કાર્યકરની હત્યામાં ડોન મોન્ટુ ચાર મહિનાથી જેલમાં

ચારકે મહિના પહેલાં શહેરના ખાડિયા વિસ્તારમાં ભાજપના કાર્યકર રાકેશ મહેતા ઉર્ફે બોબીની જાહેરમાં બેઝબોલના ફટકા મારી કરપીણ હત્યા કરવામાં આવી હતી.ચકચારભર્યા મર્ડર કેસમાં આરોપી મોન્ટુ નામદાર સાબરમતી જેલમાં છે.કોર્ટે પણ મોન્ટુ નામદારને જામીન આપવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો.

ઇલોન અને તેના ભાઇ કિમ્બલ મસ્ક સામે ઇન્સાઇડર ટ્રેડિંગ બાબતે તપાસ
રાણો રાણાની જેમ : જેલમુક્તિ બાદ દેવાયત ખવડે બહાર આવીને કર્યો મુશાયરો
અમૃતા ફડણવીસ ધમકી કેસ : બુકી અનિલ જયસિંઘાણીને ૨૭ માર્ચ સુધી પોલીસ-કસ્ટડી
ભાજપમા નવાજૂનીના એંધાણ? નારાજ નીતિન પટેલ મોડી રાત્રે શંકરસિંહ વાઘેલાને મળ્યા
BOYCOTT લાલસિંહ ચડ્ડાના ટ્રેન્ડએ અસર દેખાડતાં હર ઘર તિરંગા અભિયાનનો ભાગ બન્યો આમિર ખાન, પોતાના ઘરે ફરકાવ્યો રાષ્ટ્રધ્વજ
Share This Article
Facebook Email Print
Previous Article અમિત જેઠવા હત્યા કેસ : દિનુ બોઘાના ભત્રીજા શિવાને હાઇકોર્ટમાંથી જામીન ના મળ્યા
Next Article નવસારીમાં દિન દહાડે શાહિદ બાપુ નામના વ્યક્તિની સરાજાહેર હત્યા કરી દેવાતા ચકચાર : જુઓ વિડિઓ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up