By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરતા રોકવા બદલ મનીષ સિસોદિયાની ધરપકડ થશે: AAPનો દાવો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરતા રોકવા બદલ મનીષ સિસોદિયાની ધરપકડ થશે: AAPનો દાવો
GeneralNationalPolitics

ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરતા રોકવા બદલ મનીષ સિસોદિયાની ધરપકડ થશે: AAPનો દાવો

HM News
Last updated: 17/10/2022 7:51 AM
HM News
3 years ago
Share
SHARE

CBIએ દિલ્હીના કથિત એક્સાઈઝ પોલીસી મામલે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને સમન્સ પાઠવ્યું છે. CBIએ મનીષ સિસોદિયાને આવતીકાલે એટલે કે, સોમવારે પૂછપરછ માટે બોલાવ્યા છે. CBIએ મનીષ સિસોદિયાની પૂછપરછ માટે પ્રશ્નોની યાદી તૈયાર કરી દીધી છે.મનીષ સિસોદિયા આવતીકાલે સવારે 11:00 વાગ્યે દિલ્હીમાં CBI ઓફિસમાં કેન્દ્રીય તપાસ એજન્સીના પ્રશ્નોનો સામનો કરશે.બીજી તરફ CBIના આ સમન્સ પર મનીષ સિસોદિયાની પ્રતિક્રિયા પણ આવી છે.મનીષ સિસોદિયાએ ટ્વિટ કરીને કહ્યું કે, મારા ઘરે 14 કલાક સુધી CBIના દરોડા પાડવામાં આવ્યા પરંતુ કંઈ ન મળ્યું.મારા બેંક લોકરની તલાશી લીધી તેમાં પણ કંઈ જ ન મળ્યું.તેમને મારા વતનમાં કંઈ નથી મળ્યુ.હવે તેઓએ મને આવતીકાલે સવારે 11:00 વાગ્યે CBI હેડક્વાર્ટરમાં બોલાવ્યો છે.હું જઈશ અને સંપૂર્ણ સહકાર આપીશ.સત્યમેવ જયતે.

સીબીઆઈ-ઈડીએ એક્સાઈઝ મમલે 500થી વધુ જગ્યાએ દરોડા પાડ્યા

આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે કહ્યું કે, મનીષ સિસોદિયાને ગુજરાત ચૂંટણીમાં પ્રચાર કરતા રોકવા બદલ આવતીકાલે તેમની ધરપકડ કરવામાં આવશે.દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને આવતીકાલે સીબીઆઈએ બોલાવ્યા છે. મનીષ સિસોદિયાની ધરપકડને એક્સાઈઝ સાથે નહીં પરંતુ ગુજરાતની ચૂંટણી સાથે સંબંધ છે.તેમણે કહ્યું કે, સીબીઆઈ-ઈડીએ એક્સાઈઝ મમલે 500થી વધુ જગ્યાએ દરોડા પાડ્યા છે પરંતુ કંઈ મળ્યું નથી.ભાજપના ઈશારે જેટલા ‘આપ’ નેતાઓની ધરપકડ કરવામાં આવશે, એટલી જ આમ આદમી પાર્ટી ગુજરાતમાં મજબૂત થશે.

मेरे घर पर 14 घंटे CBI रेड कराई, कुछ नहीं निकला. मेरा बैंक लॉकर तलाशा, उसमें कुछ नहीं निकला. मेरे गाँव में इन्हें कुछ नहीं मिला.

अब इन्होंने कल 11 बजे मुझे CBI मुख्यालय बुलाया है. मैं जाऊँगा और पूरा सहयोग करूँगा.

सत्यमेव जयते.

— Manish Sisodia (@msisodia) October 16, 2022

દરોડા પાડ્યા પછી તેઓ ચૂપચાપ તેમના ઘરે જતા રહે છે

આમ આદમી પાર્ટીના મુખ્ય પ્રવક્તા સૌરભ ભારદ્વાજે પાર્ટી હેડક્વાર્ટર ખાતે પત્રકાર પરિષદને સંબોધી હતી.તેમણે કહ્યું કે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને ગઈકાલે સીબીઆઈ દ્વારા બોલાવવામાં આવ્યા છે.કેન્દ્ર સરકારની એજન્સી CBI આવતીકાલે તેમની ધરપકડ કરશે. દિલ્હીની અંદર એક્સાઈઝમાં 10 હજાર કરોડનું કહેવાતું કૌભાંડ હોવાનો પાયાવિહોણો આરોપ લગાવાયો હતો.અત્યાર સુધીમાં CBI-EDએ ઓછામાં ઓછા 500 અલગ-અલગ સ્થળોએ દરોડા પાડ્યા છે.હવે સ્થિતિ એ છે કે દરોડા અંગેની સૂચના પણ મીડિયાને આપવામાં આવતી નથી.દરોડા પાડ્યા પછી તેઓ ચૂપચાપ તેમના ઘરે જતા રહે છે.મીડિયાને તેની જાણકારી આપતા નથી.

ગુજરાતની જનતા પરિવર્તન ઈચ્છે છેઃ AAP નેતા

ધારાસભ્ય સૌરભ ભારદ્વાજે કહ્યું કે નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના ઘર સહિત સેંકડો સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા,પરંતુ 10 હજાર કરોડમાંથી શું મળ્યું? આ દરોડામાં પૈસા,બેનામી મિલકત સહિત કંઈ મળ્યું નથી.મનીષ સિસોદિયાના ઘર,ગામ, બેંક લોકરની તલાશી લેવામાં આવી હતી.પરંતુ સીબીઆઈને કંઈ મળ્યું નથી.ગુજરાતના લોકો પરિવર્તન ઈચ્છે છે.ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધો મુકાબલો છે.આવી સ્થિતિમાં ભાજપ ગભરાયેલી છે.તેની ચિંતા બધે જ દેખાય છે.ગુજરાત ચૂંટણી પ્રચારને લઈને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના આગામી એક મહિનાના કાર્યક્રમો નક્કી છે.મનીષ સિસોદિયાને ગુજરાતમાં પ્રચાર કરતા રોકવા બદલ આવતીકાલે તેમની ધરપકડ કરવામાં આવશે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article PM મોદી પર ગોપાલ ઈટાલિયાએ કરેલી આપત્તિજનક ટિપ્પણી અંગે લોકોનું શું છે માનવું ?
Next Article ગુજરાતમાં કોંગ્રેસ ચૂપ નથી બેઠી, ચૂંટણી પ્રચાર માટે આ ખાસ રણનીતિ અપનાવી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up