– દમણમાં ED વિભાગનું સર્ચ ઓપરેશન સુરેશ જગુ પટેલ ઉર્ફે સુખા પટેલના ત્યાં સર્ચ ઓપરેશન સુખા પટેલ દમણ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ડબલ મર્ડરના ગુનામાં સુખા પટેલ અત્યારે જેલમાં EDની તપાસ દરમ્યાન થયા અનેક ખુલાસાઓ કેટલીક ફરજી શેલ કંપનીઓની મળી જાણકારી ફરજી કંપનીઓ દ્વારા કરોડોની હેરાફેરીની શક્યતા
દમણ : એન્ફેર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને ગુજરાતના વલસાડ જિલ્લામાં દરોડા પાડયા છે.જેમાં દમણ જિલ્લા પંચાયતના માજી પ્રમુખ સુરેશ પટેલ તથા તેમના સાથીઓ પર ED ની તવાઈ.દમણના નામચીન સુખા પટેલ સાથે એમના પરિવારના સભ્યોના ઘરે પણ EDએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.ગઈકાલે સુખા પટેલના ઘરે વહેલી સવારથી ED એ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.ત્યારે સર્ચ ઓપરેશન દરમિયાન શંકાસ્પદ દસ્તાવેજો પણ મળ્યા હોવાની વાત બહાર આવી છે.ત્યારે પોલીસ બંધોબસ્ત સાથે સર્ચ ઓપરેશન હજુ પણ યથાવત છે.દમણ નામચીન સુખા પટેલના સાથે એમના પરિવાર કેતન પટેલના પારડી તાલુકાના ડુંગરી ગામે આવેલ ઘરે પણ ED એ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.દમણનો નામચીન બુટલેગર સુખા પટેલ ઘણા સમયથી દમણની જેલમાં છે.પહેલા સુખા પટેલ ઉર્ફે સુરેશ પટેલ ભાજપ સાથે જોડાયેલ હતો.ત્યારે બાદ અપક્ષ ચૂંટણી લડી વર્ષ 2015માં જિલ્લા પંચાયતનો પ્રમુખ બન્યો હતો.ઇડીએ ગતરોજ મની લોન્ડરિંગની આશંકાને લઇ રેડ હાથ ધરી હતું જે આજે પણ યથાવત હોવાનું જાણવા મળ્યું છે.
સુરેશ પટેલ જેલમાં છે
દમણ જિલ્લા પંચાયતના માજી પ્રમુખ સુરેશ પટેલ હમેંશા વિવાદોમાં જ રહ્યા છે.ડાભેલમાં થયેલી ડબલ હત્યા કેસના મુખ્ય આરોપી તરીકે હજી જેલમાં જ છે.સ્ક્રેપના ધંધાની અદાવતમાં સોપારી આપીને સુરેશ પટેલે હત્યા કરાવી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.આ ઉપરાંત ગુજરાતમાં પણ ગુનાઓ દાખલ થઈ ચૂક્યા છે.વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણની ડાભેલ વિસ્તારમાં આવેલા વિશાલ બાર અને રેસ્ટોરેન્ટમાં 1લી એપ્રિલ 2018ના રોજ 5થી 6 અજાણ્યા ઈસમોએ અજય રમણભાઈ પટેલ ઉર્ફે માંજરો અને ધીરેન્દ્ર ઉર્ફે ધીરૂ ઉફે ધીરિયો દુર્લભ પટેલ ઉપર બેફામ ગોળીઓ ચલાવી બેરહેમી પૂર્વક હત્યા કરી ભાગી છૂટ્યા હતા.તે કેસમાં દમણ પોલીસે જીણવટ ભરી રીતે તપાસ કરતા દમણ જિલ્લા પંચાયતના માજી પ્રમુખ સુરેશ જગુ પટેલ અને તેના સંબંધી તેમજ તેના સાથીઓની સંડોવણી સામે આવી હતી.તે કેસમાં દમણ પોલીસે સુરેશ પટેલની ધરપકડ કરવામાં આવી હતી.