By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: CM ભૂપેન્દ્ર પટેલના સલાહકારને વધારાનો હવાલો,હસમુખ અઢિયાની ગીફ્ટ સિટીના ચેરમેન તરીકે નિમણૂંક
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > CM ભૂપેન્દ્ર પટેલના સલાહકારને વધારાનો હવાલો,હસમુખ અઢિયાની ગીફ્ટ સિટીના ચેરમેન તરીકે નિમણૂંક
GandhinagarGeneral

CM ભૂપેન્દ્ર પટેલના સલાહકારને વધારાનો હવાલો,હસમુખ અઢિયાની ગીફ્ટ સિટીના ચેરમેન તરીકે નિમણૂંક

HM News
Last updated: 21/06/2023 10:11 AM
HM News
3 years ago
Share
Pc : Twitter
SHARE

– સુરત ડ્રીમ સિટીના ચેરમેન તરીકે એસ.એસ રાઠોડની નિયુક્તિ કરાઇ
– નિવૃત્ત IAS ડો. રાજીવ ગુપ્તાની GIDMના ડાયરેક્ટર જનરલ અને GMDCના ચેરમેન અને બોર્ડ ઓફ ડિરેક્ટર પદે નિમણૂંક કરાઈ

ગાંધીનગર : ગુજરાત સરકારે કેટલાક અધિકારીઓને વધારાની નિમણૂકો આપી છે અને કેટલાક ફેરફાર કર્યા છે,જેના અનુસંધાને મુખ્યમંત્રીના પ્રિન્સિપલ એડવાઇઝર ડો.હસમુખ અઢિયાને ગુજરાત આલ્કલિઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (જીએસીએલ), વડોદરાના ચેરમેન અને ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે.નિવૃત્ત IAS ડો. રાજીવકુમાર ગુપ્તાને ગુજરાત ઇન્સ્ટીટયુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટના ડાયરેક્ટર જનરલ બનાવાયા એ ઉપરાંત તેમને ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (જીએમડીસી)ના ચેરમેન અને બોર્ડ ઓફ ડિરેક્ટર પદે પણ નિમણૂક આપવામાં આવી છે.

પીકે તનેજાની સેવાઓ સમાપ્ત કરવામાં આવી

હસમુખ અઢિયા રાજ્ય અને કેન્દ્ર સરકારમાં વિવિધ વિભાગોમાં ફરજ બજાવી ચૂકેલા 1981ની બેચના ગુજરાત કેડરના નિવૃત્ત અધિકારી છે.અગાઉ રાજ્ય સરકારે મુખ્યમંત્રીના એડવાઇઝર એસએસ રાઠોરને ગુજરાત મેરીટાઇમ બોર્ડ (જીએમબી)ના ચેરમેન તરીકે નિયુક્ત કર્યા હતા.બીજી તરફ ઉદ્યોગ વિભાગના અધિક મુખ્યસચિવ પદેથી નિવૃત્ત થયેલા ડો.રાજીવકુમાર ગુપ્તાને લાંબા સમય પછી ગુજરાત ઇન્સ્ટીટયુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ,ગાંધીનગરમાં ડાયરેક્ટર જનરલ તરીકે નિયુક્તિ આપી છે,આ જગ્યાના હવાલામાંથી નિવૃત્ત આઇએએસ અધિકારી પીકે તનેજાની સેવાઓ સમાપ્ત કરવામાં આવી છે.તેમનો આ ઓર્ડર સામાન્ય વહીવટ વિભાગે બહાર પાડયો છે.

લલીત પાડલિયાને એક વર્ષ માટે નિમણૂંક અપાઈ

રાજ્ય સરકાર દ્વારા મહેસૂલ વિભાગના સેક્રેટરી (અપીલ્સ) અને ઓફિસર ઓન સ્પેશ્યલ ડયટી તરીકે 2003ની બેચના નિવૃત્ત આઇએએસ લલીત પાડલિયાને એક વર્ષ માટે કોન્ટ્રાક્ટ બેઝ પર નિમણૂક આપવામાં આવી છે.એ ઉપરાંત મહેસૂલ વિભાગના આદેશ પ્રમાણે ગુજરાત વહીવટી સેવાના એનઆર દુબે કે જેમને નાયબ કલેક્ટરની કરેલી બદલીના હુકમો મૂળ અસરથી રદ કરી તેમને ગુજરાત ટુરિઝમ કોર્પોરેશનના જનરલ મેનેજરની જગ્યાએ ફરજ બજાવતા ટીજે વ્યાસની જગ્યાએ નિમણૂક આપવામાં આવી છે,જ્યારે ટીજે વ્યાસની નાયબ કલેક્ટરની સેવાઓ મહેસૂલ વિભાગ હસ્તક મૂકવામાં આવી છે.

પંકજકુમાર પણ એક વિભાગમાં ચેરમેન બને તેવી સંભાવના

રાજ્ય સરકારે ત્રણ જાહેર સાહસોમાં રાજકીય નિમણૂકો કરી છે પરંતુ તેમાં નિવૃત્ત અધિકારીઓને મૂક્યા છે જે અચરજ પમાડે તેવું છે.હવે રાજ્યના નિવૃત્ત આઇએએસ ઓફિસર અને પૂર્વ ચીફ સેક્રેટરી પંકજકુમારનું પોસ્ટીંગ કરવામાં આવે તેવી સંભાવના છે. સચિવાલયના વર્તુળોના જણાવ્યા પ્રમાણે તેમને ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીના ચેરમેનનું પદ આપવામાં આવી શકે તેમ છે,કેમ કે આ જગ્યા નિવૃત્ત આઇએએસ અમરજીતસિંઘનો ટેન્યોર પુરો થતાં નવેમ્બર ૨૦૨૨થી ખાલી પડી છે.

રક્ષાબંધનને લઈને એસટી નિગમ સજ્જ : ગુજરાતમાં ૬,૫૦૦ વધારાની બસ દોડાવાશે ,૧૦૧ નવી બસો પણ સેવામાં
મહિલા ધારાસભ્યોના મતવિસ્તારો માટે રૂ. ૨૮ કરોડની વિશેષ ગ્રાન્ટ મંજૂર, વિકાસના કામોને મળશે વેગ
નેપાળના પૂરમાં માનવતાને શરમાવે એવી ઘટના! મૃત મહિલાના શરીર પરથી બે શખ્સોએ બુટ્ટી કાઢી
૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાતમાં સંઘ-સરકારનું મંથન, અમદાવાદમાં બે દિવસીય સમન્વય બેઠક
ગુજરાતની સરકારી કચેરીઓમાં પ્લાસ્ટિકની ફાઇલોને તબક્કાવાર વિદાય, હવે કાગળ-કાપડના ફોલ્ડરનો વપરાશ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article દમણ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સુરેશ ઉર્ફે સુખા પટેલના ત્યાં ઇડીના દરોડા બીજા દિવસે પણ યથાવત
Next Article પાકિસ્તાનની યુનિવર્સિટીઓમાં હોળીની ઉજવણી કરવા પર પ્રતિબંધ, હિન્દુ સમુદાયને મોટો આંચકો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ગુજરાત ભાજપના નવા પ્રભારી તરૂણ ચુઘની ૨ સપ્ટેમ્બરે ગાંધીનગર મુલાકાત, સંગઠન અને સરકાર સાથે કરશે બેઠક

1 month ago

ઈદ મિલાદના સરઘસ દરમિયાન પરેલમાં પથ્થરમારો, પોલીસે તાત્કાલિક સંભાળી સ્થિતિ

1 month ago

અનાયા બાંગર માટે ઓસ્ટ્રેલિયાથી લીલી ઝંડી : મહિલા ક્રિકેટમાં વાપસીનો માર્ગ ખુલ્યો

1 month ago

મુંબઈ શું સરકારની જાગીર છે? મનોજ જરાંગેનો સરકારને પડકાર

1 month ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up