By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ચીનમાંથી વિદેશી કંપનીઓનું પ્રયાણ જારી, દર 10માંથી 1 કંપનીએ રોકાણ પાછું ખેંચ્યુ : EUCOC
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Business > ચીનમાંથી વિદેશી કંપનીઓનું પ્રયાણ જારી, દર 10માંથી 1 કંપનીએ રોકાણ પાછું ખેંચ્યુ : EUCOC
BusinessGeneral

ચીનમાંથી વિદેશી કંપનીઓનું પ્રયાણ જારી, દર 10માંથી 1 કંપનીએ રોકાણ પાછું ખેંચ્યુ : EUCOC

HM News
Last updated: 29/06/2023 10:10 AM
HM News
2 years ago
Share
Pc : Twitter
SHARE

બેઈજિંગ : જાસૂસી વિરોધી કાયદાના વિસ્તરણ અને અન્ય પડકારોના પગલે આત્મવિશ્વાસમાં ખામીના આવતાં વિદેશી કંપનીઓ ચીનમાંથી રોકાણ અને બિઝનેસ પાછો ખેંચી રહી હોવાનું યુરોપિયન યુનિયન ચેમ્બર ઓફ કોમર્સે જણાવ્યું છે.ચીનમાં યુરોપિયન યુનિયન ચેમ્બર ઓફ કોમર્સના અહેવાલ અનુસાર, એન્ટિ-વાયરસ નિયંત્રણો દૂર થયાં બાદ પણ ચીનની નિયમકારી નીતિઓ આકરી છે.તેમજ શાસક કમ્યુનિસ્ટ પાર્ટીના પ્રયાસો છતાં વધતા નિરાશાવાદના સંકેતો વધુ હોવાથી વિદેશી કંપનીઓ ભારત સહિત એશિયાના અન્ય દેશોમાં બિઝનેસ શિફ્ટ કરી રહી છે.દર 10માંથી એક કંપનીએ ચીનમાંથી રોકાણ ખસેડ્યું છે. 5માંથી અન્ય 1 નવા રોકાણ કરતાં ખચકાટ અનુભવી રહી છે.તેમજ રોકાણ યોજના બદલવા વિચારી રહી છે.જ્યારે 5માંથી 1 કંપની ચીનમાં ભાવિ રોકાણની યોજના બનાવી નથી.

ચીન તેના વિશાળ અને વધતા ગ્રાહક બજારને કારણે લાંબા સમયથી રોકાણનું ટોચનું સ્થળ છે,પરંતુ કંપનીઓ માર્કેટ એક્સેસ પ્રતિબંધો,ટેક્નોલોજી સોંપવાનું દબાણ,ભેદભાવ અને અન્ય પડકારોનો સામનો કરી રહી છે. 2012માં ક્ઝીએ સત્તા સંભાળ્યા બાદથી નિયંત્રણો કડક કર્યા છે.યુરોપિયન ચેમ્બરે નોંધ્યું છે કે તે માત્ર વિદેશી કંપનીઓ જ નથી જે આગળ વધી રહી છે.તેના સર્વેમાં 5માંથી 2 ચીની કંપનીઓ અથવા સપ્લાયર્સ દેશમાંથી રોકાણ ખસેડી રહ્યા છે.યુરોપિયન ચેમ્બરના જણાવ્યા અનુસાર, કંપનીઓ સુરક્ષા નિયંત્રણો,ચીનના હરીફોની સરકારી સુરક્ષા અને સુધારાના વચનો પર પગલાંની અછત છે.ચીનના આર્થિક વિકાસ મંદ અને ખર્ચ વધુ હોવાથી પ્રેશર વધી રહ્યું છે.યુરોપિયન ચેમ્બરના પ્રેસિડન્ટ જેન્સ એસ્કેલન્ડે પત્રકારોને જણાવ્યું હતું કે ચીનમાં વ્યવસાયિક વિશ્વાસ સૌથી નીચો છે.ત્યાં કોઈ અપેક્ષા નથી કે આગામી પાંચ વર્ષમાં નિયમનકારી વાતાવરણ ખરેખર સુધરશે.યુરોપિયન ચેમ્બરના સર્વેમાં 570 કંપનીઓમાંથી બે તૃતીયાંશ કંપનીઓએ જણાવ્યું હતું કે ચીનમાં વ્યાપાર કરવું વધુ મુશ્કેલ બની ગયું છે.પાંચમાંથી ત્રણે જણાવ્યું હતું કે વેપાર માહોલ “રાજકીય” બન્યો છે.બેઈન એન્ડ કંપની અને કેપવિઝન અને ડ્યુ ડિલિજન્સ ફર્મ,મિન્ટ્ઝ ગ્રૂપની જાહેર સમજૂતી વિના પોલીસે દરોડા પાડ્યા પછી કંપનીઓ ભયભીત થઈ છે.સત્તાવાળાઓ કહે છે કે કંપનીઓ કાયદાનું પાલન કરવા માટે બંધાયેલી છે પરંતુ સંભવિત ઉલ્લંઘનનો કોઈ સંકેત આપ્યો નથી.ભારત માટે તકો વધી છે.એપલ,ફોક્સકોન સહિતની અન્ય કંપનીઓ પણ ભારતમાં બિઝનેસ વિસ્તરણ વિશે કામગીરી રહી છે.

સુરત મહાનગરપાલિકાએ વેચવા કાઢેલા પ્લોટનો વિરોધ પક્ષ દ્વારા વિરોધ
મારી ટીકિટ કાપનારાઓ પર બજરંગ બલીની ગદા ફરી વળશે, મને બજરંગ બલી પર વિશ્વાસ : મધુ શ્રીવાસ્તવ
મોદી સરકારે ટ્વિટરની ‘ચકલી’ને ફફડાવી નાંખી
સુરતમાં 26 વર્ષની CA પંછીલાના આપઘાત કેસમાં 3 લોકોની ધરપકડ, જાણો યુવતીને કેવી રીતે કરતા હતા પરેશાન
અબજો રૂપિયાની સંપત્તિ ધરાવતા રિયલ એસ્ટેટ કંપનીના માલિક ચીની ઉધોગપતિ હુઈ કા યાન દેવાદાર થઈ ગયા
Share This Article
Facebook Email Print
Previous Article Pidilite ઇન્ડસ્ટ્રીઝ ભારતમાં ઇટાલીની લિટોકોલ અને ટેનાક્સ પ્રોડક્સ્ટનું ઉત્પાદન કરશે
Next Article ઈડીએ મની લોન્ડ્રિંગ કેસમાં સુપરટેકના ચેરમેન આર.કે અરોરાની કરી ધરપકડ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up