By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: લખનઉમાં કોંગ્રેસના પદગ્રહણ સમારંભમાં હોબાળો, કાર્યકરો વચ્ચે ચંપલોથી મારામારી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > લખનઉમાં કોંગ્રેસના પદગ્રહણ સમારંભમાં હોબાળો, કાર્યકરો વચ્ચે ચંપલોથી મારામારી
GeneralNationalPolitics

લખનઉમાં કોંગ્રેસના પદગ્રહણ સમારંભમાં હોબાળો, કાર્યકરો વચ્ચે ચંપલોથી મારામારી

HINDUSTAN MIRROR
Last updated: 12/10/2026 3:10 PM
HINDUSTAN MIRROR
2 hours ago
Share
Pc : Google
SHARE
  • આરાધના મિશ્રા અને ઇમરાન મસુદના પદગ્રહણ દરમિયાન બે જૂથ સામસામે આવ્યાનો દાવો; અજય રાય સાથે ગેરવર્તણૂક થયાની પણ ચર્ચા

લખનઉ : ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં કોંગ્રેસના રાજ્ય કાર્યાલય ખાતે નવા પદાધિકારીઓના પદગ્રહણ સમારંભ દરમિયાન કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને મારામારી થયાની ઘટના સામે આવી છે.અહેવાલ અનુસાર, સમારંભ દરમિયાન બે જૂથના સમર્થકો સામસામે આવી ગયા હતા.આ દરમિયાન ચંપલ અને બૂટ ઉછળ્યા,ગાળાગાળી થઈ અને ધક્કામુક્કી પણ થઈ હતી.આશરે ૧૦ મિનિટ સુધી હોબાળો ચાલ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.કોંગ્રેસે ઉત્તર પ્રદેશમાં આગામી ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠનમાં ફેરફાર કર્યા છે.આરાધના મિશ્રા, જેઓ મોના તરીકે પણ ઓળખાય છે તેમને પ્રદેશ પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે,જ્યારે ઇમરાન મસુદને કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા છે.નવા પદાધિકારીઓના પદગ્રહણ કાર્યક્રમ દરમિયાન જ આ વિવાદ સર્જાયો હોવાનું જણાવવામાં આવે છે.

Contents
સૂત્રોચ્ચાર બાદ બંને જૂથો વચ્ચે તણાવ વધ્યોઅજય રાયની ગેરહાજરી અંગે ઇમરાન મસુદનું નિવેદન

સૂત્રોચ્ચાર બાદ બંને જૂથો વચ્ચે તણાવ વધ્યો

મળતી માહિતી મુજબ, સમારંભ દરમિયાન પૂર્વ પ્રદેશ પ્રમુખ અજય રાયના સમર્થકોએ સૂત્રોચ્ચાર કર્યા હતા.આ સૂત્રોચ્ચાર સામે આરાધના મિશ્રાના સમર્થકોએ નારાજગી વ્યક્ત કરી હતી.ત્યારબાદ બંને પક્ષના સમર્થકો વચ્ચે બોલાચાલી શરૂ થઈ અને મામલો ધક્કામુક્કી તથા મારામારી સુધી પહોંચ્યો હોવાનો દાવો છે.આરાધના મિશ્રા અને અજય રાય વચ્ચે પણ શાબ્દિક ટિપ્પણી થઈ હોવાનો ઉલ્લેખ છે.

અજય રાયની ગેરહાજરી અંગે ઇમરાન મસુદનું નિવેદન

નવા પદાધિકારીઓના પદગ્રહણ પ્રસંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં પૂર્વ પ્રદેશ પ્રમુખ અજય રાય હાજર રહ્યા ન હતા.તેમની ગેરહાજરી અંગે કાર્યકારી પ્રમુખ ઇમરાન મસુદને પૂછવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે પત્રકાર પરિષદમાં પૂર્વ પ્રમુખને સામેલ કરવાની પરંપરા નથી.પક્ષના કાર્યાલયમાં તેમની પાસેથી કાર્યભાર લઈ લેવામાં આવ્યો હોવાનું પણ તેમણે કહ્યું હતું.બીજી તરફ મસુદે વિપક્ષી ‘ઇન્ડિયા’ ગઠબંધનની એકતા પર ભાર મૂક્યો હતો.તેમણે જણાવ્યું હતું કે ગઠબંધન મજબૂતીથી ચૂંટણી લડશે.સંગઠનમાં થયેલા ફેરફારો બાદ કોંગ્રેસ સામે રાજ્યમાં પક્ષના વિવિધ જૂથો વચ્ચે સંકલન જાળવવાનો પડકાર પણ રહેશે.

ઉદ્ધવ ઠાકરેની શિવસેનામાં રાજીનામાથી ખળભળાટ, આનંદ દુબેએ ચૂંટણી પંચ અને SIR મુદ્દે વ્યક્ત કરી નારાજગી
રાહુલ ગાંધી અને ખડગેને CJIની સલાહ! મેમોરેન્ડમ નહીં, મૂળભૂત અધિકારોના રક્ષણ માટે કોર્ટમાં અરજી કરો
અયોધ્યાના રામમંદિરના પ્રસાદને ખાદ્ય સુરક્ષાની માન્યતા, ૨૦૨૮ સુધી પ્રમાણપત્ર માન્ય
નાના પાટેકરના મૃત્યુનું કારણ થયું સ્પષ્ટ!
રાહુલ ગાંધીનો દાવો : પોલીસના ૫૦ ટકા કર્મચારીઓ વિપક્ષની સાથે, સરકાર પર લગાવ્યા ગંભીર આરોપ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article Jio-bpનો ભાવવધારો : પેટ્રોલ ₹5 અને ડીઝલ ₹3 પ્રતિ લિટર મોંઘું
Next Article સુરતની હોટેલ-રેસ્ટોરન્ટને સાત દિવસનું અલ્ટીમેટમ, કિચનનું લાઇવ પ્રસારણ કરો નહીં તો લાઇસન્સ રદ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મુંબઈમાં બાંધકામના નિયમો તોડ્યા તો ખિસ્સા પર પડશે ભાર, આજથી ₹25 હજારનો દંડ

1 hour ago

ઇમરાન ખાનના વિરોધ પ્રદર્શનમાં જોડાવા પર વિવાદ, કિરીટ સોમૈયાની દેશનિકાલની માગ

1 hour ago

16 રૂપિયાની ઉધરસની ગોળી પડી રૂ.11.50 લાખમાં!

1 hour ago

નવસારીના અડાડામાં SMCનો દારૂના ગેરકાયદે વેપાર પર દરોડો, રૂ.2.36 લાખના દારૂ સહીત 12 લાખનો મુદ્દામાલ જપ્ત

2 hours ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up