બિહારના ભાગલપુર જિલ્લાના રાજાપુર ગામમાં રહેતા રાહુલ યાદવ અને રશિયાની યુવતી જૂલીની પ્રેમકહાની હાલમાં ચર્ચામાં છે.રશિયામાં કામ કરવા ગયેલા રાહુલની ત્યાં જૂલી સાથે મુલાકાત થઈ હતી.સમય જતાં બંને વચ્ચે મિત્રતા પ્રેમમાં બદલાઈ અને તેમણે સાથે જીવન વિતાવવાનો નિર્ણય કર્યો. રાહુલ ભારત પરત ફર્યા બાદ પણ બંનેનો સંબંધ જળવાઈ રહ્યો હતો.હવે જૂલી પોતાના પરિવાર સાથે રશિયાથી બિહાર પહોંચી છે અને બંને પરિવારો લગ્ન માટે સંમત થયા હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.આ પ્રેમકહાનીની ખાસ વાત એ છે કે રાહુલની આર્થિક સ્થિતિ અને ગામમાં આવેલા તેના સાદા ઘર વિશે જાણ્યા પછી પણ જૂલીએ તેની સાથે રહેવાનો નિર્ણય બદલ્યો નથી.વિદેશમાં ઉછરેલી જૂલી બિહારના ગામમાં રાહુલ સાથે નવું જીવન શરૂ કરવા તૈયાર હોવાનું સામે આવ્યું છે.બંનેનાં લગ્ન નવેમ્બર 2026માં યોજાય તેવી શક્યતા છે.
રશિયામાં કામ દરમિયાન થઈ હતી મુલાકાત
ભાગલપુર જિલ્લાના રાજાપુર ગામનો રહેવાસી રાહુલ રોજગાર માટે રશિયા ગયો હતો.ત્યાં કામ દરમિયાન તેની મુલાકાત જૂલી સાથે થઈ હતી.શરૂઆતમાં બંને વચ્ચે સામાન્ય ઓળખાણ અને વાતચીત હતી, પરંતુ ધીમે ધીમે તેમની મિત્રતા ગાઢ બની અને બંને એકબીજાની નજીક આવ્યાં.ત્યારબાદ બંનેએ પોતાના સંબંધને લગ્ન સુધી લઈ જવાનો નિર્ણય કર્યો.કેટલાક સમય પછી રાહુલ ભારત પરત ફર્યો હતો.તેના વતન પાછા આવ્યા પછી બંને વચ્ચે અંતર વધ્યું, પરંતુ સંબંધ જળવાઈ રહ્યો.લગભગ છ મહિના સુધી દૂર રહ્યા બાદ જૂલીએ રાહુલને મળવા ભારત આવવાનું નક્કી કર્યું.તે એકલી નહીં,પરંતુ પોતાના પરિવાર સાથે બિહાર પહોંચી હતી.રાહુલના પરિવારની આર્થિક સ્થિતિ અને ગામમાં આવેલા સાદા,ઘાસ-ફૂસના છાપરાવાળા ઘર વિશે જાણ્યા બાદ પણ જૂલીએ તેની સાથે લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.સામાન્ય રીતે જીવનશૈલી અને રહેણીકરણીમાં મોટો તફાવત હોય ત્યારે સંબંધોમાં મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે,પરંતુ જૂલી માટે રાહુલ સાથે રહેવાનો નિર્ણય મહત્ત્વનો રહ્યો છે.જૂલીના આ પગલાં બાદ બંને પરિવારો વચ્ચે લગ્ન અંગે સહમતી બની હોવાનું જણાવાઈ રહ્યું છે.હવે નવેમ્બરમાં લગ્ન યોજવાની તૈયારી હોવાની ચર્ચા છે.લગ્નની તારીખ નક્કી થયા બાદ બંનેના જીવનનો નવો અધ્યાય શરૂ થશે.રશિયાથી બિહાર આવેલા જૂલી અને તેના પરિવારની વાત સામે આવ્યા બાદ આ પ્રેમકહાની સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે.અલગ દેશ,ભાષા અને રહેણીકરણી ધરાવતા બે લોકોનો સંબંધ હવે લગ્ન સુધી પહોંચે તેવી શક્યતા છે.રાહુલ સાથે જીવન વિતાવવાની ઇચ્છા લઈને જૂલીનું તેના ગામે પહોંચવું આ ઘટનાને વિશેષ બનાવે છે.બંને પરિવારોની સહમતી બાદ હવે સૌની નજર નવેમ્બરમાં યોજાનારા સંભવિત લગ્ન પર છે.


