મહિલાએ પોતાની અરજીમાં આક્ષેપ કર્યો હતો કે સાસરાના એક સગાએ તેને અયોગ્ય સંદેશા મોકલ્યા હતા અને તેની સાથે ખોટી રીતે નજીક આવવાનો પ્રયાસ કરવાની સાથે છેડતી કરવાનો પણ પ્રયાસ કર્યો હતો.મહિલાના જણાવ્યા અનુસાર, તેણે આ બાબતે સાસરિયાંને ફરિયાદ કરી હતી,પરંતુ તેને ચૂપ રહેવા માટે કહેવામાં આવ્યું હતું.મહિલાએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે 4 ઓક્ટોબર, 2025ના રોજ તે પોતાની દીકરીને લઈને સાસરેથી નીકળી હતી ત્યારે રસ્તામાં સાસરા પક્ષના લોકોએ તેની પાસેથી બાળકી છીનવી લીધી હતી.ત્યારથી બાળકી પિતાના પરિવાર સાથે રહેતી હતી. દીકરીની કસ્ટડી પાછી મેળવવા માટે મહિલાએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.બીજી તરફ પ્રતિવાદીઓએ મહિલાની અરજીનો વિરોધ કર્યો હતો.તેમનું કહેવું હતું કે મહિલા પોતાની મરજીથી સાસરું છોડીને ગઈ હતી અને બાળકીની દેખભાળ તેના દાદા-દાદી યોગ્ય રીતે કરી રહ્યા હતા.તેમણે બાળકી પોતાની પાસે રહેતી હોવાને ગેરકાયદે કસ્ટડી ગણવાનો પણ વિરોધ કર્યો હતો.અદાલતમાં બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો, પરંતુ તે સફળ થયો નહોતો.ત્યારબાદ હાઈકોર્ટે કેસના સંજોગો અને બાળકીના કલ્યાણને ધ્યાનમાં રાખીને નિર્ણય લીધો હતો.આ ચુકાદામાં અદાલતે બાળકીની કસ્ટડી માતાને સોંપવાનો આદેશ આપ્યો હતો.નિર્ણયનો મુખ્ય આધાર બાળકની નાની ઉંમર અને તેને જરૂરી સ્નેહ તથા સંભાળ હતો.અદાલતે એ પણ સ્પષ્ટ કર્યું કે બાળકની કસ્ટડીનો પ્રશ્ન માત્ર માતા-પિતા કે પરિવારના અધિકારો પૂરતો મર્યાદિત નથી,પરંતુ બાળકના શારીરિક,ભાવનાત્મક અને માનસિક વિકાસ સાથે સીધો જોડાયેલો છે.આ ચુકાદો દર્શાવે છે કે કસ્ટડીના વિવાદમાં બાળકનું હિત સર્વોપરી રહે છે.નાની ઉંમરના બાળકને માતાનો સ્નેહ અને સંભાળ મહત્ત્વપૂર્ણ બની શકે છે,પરંતુ અંતિમ નિર્ણય હંમેશાં કેસના સંજોગો અને બાળકના સર્વાંગી કલ્યાણને આધારે જ લેવામાં આવે છે.
છ વર્ષની દીકરીની કસ્ટડી માતાને સોંપવાનો હાઈકોર્ટનો આદેશ, બાળકના કલ્યાણમાં માતાના સ્નેહને મહત્ત્વ

પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે છ વર્ષની બાળકીની કસ્ટડી તેની માતાને સોંપવાનો આદેશ આપ્યો છે.બાળકી ઓક્ટોબર 2025થી પિતાના પરિવાર સાથે રહેતી હતી. કસ્ટડી અંગેના આ વિવાદમાં અદાલતે બાળકની ઉંમર,ઉછેર, દેખભાળ અને ભાવનાત્મક જરૂરિયાતોને મહત્ત્વ આપ્યું હતું.જસ્ટિસ સુમીત ગોયલે જણાવ્યું હતું કે નાની ઉંમરના બાળકને માતાના સ્નેહ, સંભાળ અને ઉછેરની વિશેષ જરૂર હોય છે.અદાલતે સ્પષ્ટ કર્યું હતું કે બાળકની કસ્ટડી નક્કી કરતી વખતે કોઈ એક પક્ષના દાવા કે પારિવારિક અધિકાર કરતાં બાળકનું સર્વોત્તમ હિત સૌથી મહત્ત્વનું છે.નાની ઉંમરના બાળકની કસ્ટડી સામાન્ય રીતે માતાને સોંપવી યોગ્ય બની શકે છે, પરંતુ દરેક કેસમાં સંજોગો અને બાળકના કલ્યાણને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવો જરૂરી છે.આ કેસમાં મહિલાનાં લગ્ન ડિસેમ્બર 2014માં થયાં હતાં અને માર્ચ 2020માં દીકરીનો જન્મ થયો હતો.મહિલાનો પતિ નોકરી માટે કુવૈત ગયો હતો અને ત્યાં જ સ્થાયી થયો હતો.પતિની ગેરહાજરીમાં મહિલા સાસરામાં સાસુ-સસરા તથા અન્ય સગાંસંબંધીઓ સાથે રહેતી હતી.
Leave a Comment

