– જો કે સોશ્યલ ડીસ્ટન્સીંગ સહિતના નિયમોનું પાલન કરવાનું રહેશેઃ રીપેરીંગ કરનારાએ પોતાની સાથે આઈડી કાર્ડ રાખવુ પડશે
નવી દિલ્હી,તા. ૧૩ : મોદી સરકારે ગઈકાલ લોકડાઉનમાં મોટી રાહત આપવાની વાત જણાવી છે.સરકારે લોકડાઉન જારી રહે તેની વચ્ચે ૧૫ ઉદ્યોગો અને માર્ગો પર દુકાન લગાવનારાઓને કામ કરવાની છૂટ આપી છે.આ સિવાય ટ્રક રીપેરીંગ કરનારાઓને પણ કામ કરવાની મંજુરી આપી છે.સરકારે જરૂરી આર્થિક ગતિવિધિઓ શરૂ કરવા માટે આ નિર્ણય લીધો છે.ગૃહ સચિવ અજય ભલ્લાને ઉદ્યોગ સેક્રેટરી ગુરૂપ્રસાદે આ ફેંસલાની માહિતી આપી હતી.
તેમણે કહ્યુ હતુ કે સારી-મોટી સંખ્યામાં મોટા અને નાના સેકટરમાં કંપનીઓમાં કામ કરવાની પરવાનગી છે.જો કે સોશ્યલ ડીસ્ટન્સ રાખવુ પડશે. સરકારનું કહેવુ છે કે આર્થિક ગતિવિધિ વધે અને લોકોની આવક શરૂ કરવા આ જરૂરી છે.સરકારે કહ્યુ છે કે જે કંપનીઓમા કામ કરવાની છૂટ અપાય છે ત્યાંનું મેનેજમેન્ટ કર્મચારીને કામ પર આવવા માટે કહી શકે છે.જો કોઈ કર્મચારી ન આવે તો આવી સ્થિતિમાં કામ વગર અપાતા પગારની જવાબદારી માલિક પર નહિ રહે.મોટી કંપનીઓમાં ૨૦ થી ૨૫ ટકા કર્મચારીઓ એક શિફટમાં કામ કરી શકશે.આ જ પ્રકારે હાઉસીંગ અને કન્સ્ટ્રકશન ક્ષેત્રમાં પણ કરવાની પરવાનગી મળશે.જો કે મજુરોની રહેવાની વ્યવસ્થા કરવી પડશે.કોન્ટ્રાકટરની જવાબદારી રહેશે કે તે સાઈટ સેનેટાઈઝ કરાવે.
સરકારે જે ગાઈડ લાઈન્સ બહાર પાડી છે તે નીચે મુજબ છે.
જો ઉદ્યોગોમાં કામ કરવાની છૂટ અપાશે ત્યાં કર્મચારીઓ માટે સીંગલ એન્ટ્રી પણ રહેશે,સોશ્યલ ડીસ્ટન્સીંગ રાખવાનું રહેશે,કર્મચારીઓને લાવવા-લઈ જવાની જવાબદારી લેવી પડશે.ટેકસટાઈલ,ઓટોમોબાઈલ અને ઈલેકટ્રોનીક મેન્યુ.જેવુ કામ કરતી મોટી કંપનીઓને સીંગલ શિફટમાં કામ કરવાની પરવાનગી.એકસપોર્ટ કરતી કંપનીઓ અને લઘુ ઉદ્યોગોને મીનીમમ મેન પાવર સાથે કામ કરવા પરવાનગી.આ ઉદ્યોગોમાં સેનેટાઈઝ ડીસ્ટન્સીંગ અને સુરક્ષા રાખવી પડશે.ખાતર,સિમેન્ટ પ્લાન્ટમા પણ મંજુરી આપવામાં આવી છે.નાના અને મોટા પ્રકારના માલ વાહક વાહનોને અવરજવરની છૂટ મળશે. ફળ અને શાકભાજી વિક્રેતા જેવા તમામ સ્ટ્રીટ વેન્ડરને કામ કરવાની પરવાનગી અપાશે કે જેથી લોકોને ઘર સુધી માલ મળે પસંદગીના રીપેરીંગ યુનિટને ઓપરેટ કરવા પરવાનગી મળશે.જેમા મોબાઈલ,ફ્રીઝ,એસી,ટીવી,પ્લમ્બીંગ,ચર્મ કામ,ઈલેકટ્રીશીયન,સાયકલ રીપેર,ઓટોમોબાઈલ મિકેનીક વગેરેને કામ કરવા પરવાનગી અપાશે.
આ લોકોએ પોતાની સાથે આઈ.ડી.કાર્ડ રાખવુ પડશે અને પહેલા જ્યાં કામ કરતા હતા ત્યાં જ કામ કરવુ પડશે.આનાથી લોકોને જરૂરી સુવિધા મળશે અને કામ કરનારા પાસે રોકડની સમસ્યા દૂર થશે જો કે ભીડ એકઠી થવા નહિ દેવાય.કાચ અને મેટલ ઈન્ડસ્ટ્રીઝને ઓછામાં ઓછા કર્મચારીઓ સાથે કામ કરવા મંજુરી,કૃષિને પણ કામકાજ કરવા મંજુરી. જેમાં એગ્રો કેમીકલ એટલે કે ખાતર અને કીટનાશક પ્રોડકટશન,ડીસ્ટ્રીબ્યુશન અને વેચાણને પણ મંજુરી.