બિહારના રાજકારણમાં મોકામાના જનતા દલ યુનાઇટેડ (JDU)ના વિધાનસભ્ય અનંત સિંહના એક નિવેદનથી ભારે ચર્ચા શરૂ થઈ છે.બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન નીતીશ કુમારને રાજકીય સમર્થન આપવા માટે પોતે નવ લોકોની હત્યા કરાવી હોવાનો દાવો અનંત સિંહે કર્યો હતો.નિવેદનને પગલે વિવાદ વધતાં તેમણે પોતાના શબ્દોનો અર્થ અલગ હોવાનું કહી સ્પષ્ટતા કરી હતી કે નવ લોકોની હત્યા કરાવવાની નહીં,પરંતુ રાષ્ટ્રીય જનતા દલ (RJD)ના શાસનકાળમાં નીતીશ કુમારને ટેકો આપવાને કારણે પોતાના નવ માણસોને ગુમાવવાની વાત કરી હતી.બિહારમાં વિધાન પરિષદની ચૂંટણીને લઈને જનતા દલ યુનાઇટેડમાં ચાલી રહેલા આંતરિક વિવાદ વચ્ચે અનંત સિંહનું આ નિવેદન સામે આવ્યું છે.તેમણે નીતીશ કુમાર સાથેના પોતાના જૂના રાજકીય સંબંધોનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે જ્યારે નીતીશ કુમાર રાજકારણમાં મજબૂત સ્થિતિમાં નહોતા અને વિવિધ સ્થળોએ ફરી રહ્યા હતા,ત્યારે તેમણે નીતીશ કુમારનો સાથ આપ્યો હતો.પક્ષ માટે પોતાના જેટલી કુરબાની અન્ય કોઈએ આપી નથી એવો દાવો પણ તેમણે કર્યો હતો.
અનંત સિંહે પોતાના નિવેદનમાં નીતીશ કુમાર પ્રત્યેની વફાદારી પર ભાર મૂક્યો હતો.તેમણે એવો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો હતો કે નીતીશ કુમારના રાજકીય સંઘર્ષના સમયથી તેઓ તેમની સાથે રહ્યા છે અને પક્ષ માટે ઘણું સહન કર્યું છે.જોકે, નવ લોકોની હત્યા કરાવ્યાનો ઉલ્લેખ થતાં નિવેદન રાજકીય ચર્ચાનો વિષય બની ગયું હતું.એક રાજકીય નેતા દ્વારા જાહેરમાં આ પ્રકારનો દાવો કરવામાં આવતાં તેમના નિવેદરના શબ્દો અને તેના અર્થ અંગે સવાલો ઊભા થયા હતા.વિવાદ વધ્યા બાદ અનંત સિંહે પોતાના નિવેદન અંગે ખુલાસો કર્યો હતો.તેમણે કહ્યું કે તેમની વાતનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે.તેમના કહેવા પ્રમાણે, તેઓ નવ લોકોની હત્યા કરાવ્યાનો દાવો કરી રહ્યા નહોતા, પરંતુ RJDના શાસન દરમિયાન નીતીશ કુમારને સમર્થન આપવા બદલ પોતાના નવ માણસોને ગુમાવ્યાની વાત કરી રહ્યા હતા.આ સ્પષ્ટતા દ્વારા તેમણે અગાઉના નિવેદનનો અર્થ બદલવાનો પ્રયાસ કર્યો હતો.
અનંત સિંહ બિહારના રાજકારણમાં ચર્ચાસ્પદ વ્યક્તિત્વ તરીકે જાણીતા છે.મોકામા બેઠક પરથી તેમનું રાજકીય વર્ચસ્વ રહ્યું છે અને નીતીશ કુમાર સાથેના તેમના સંબંધો પણ રાજકીય ચર્ચામાં રહેતા આવ્યા છે.હાલ JDUમાં વિધાન પરિષદની ચૂંટણીને લઈને ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે તેમના નિવેદને પક્ષની અંદરની રાજકીય પરિસ્થિતિને વધુ ચર્ચામાં લાવી છે.આ સમગ્ર ઘટનામાં અનંત સિંહના શરૂઆતના નિવેદન અને ત્યારબાદની સ્પષ્ટતા બંને મહત્ત્વપૂર્ણ બન્યાં છે.પ્રથમ નિવેદનમાં તેમણે નવ લોકોની હત્યા કરાવ્યાનો ઉલ્લેખ કર્યો હતો,જ્યારે પછી તેમણે નવ સાથીઓને ગુમાવ્યાની વાત કરી હોવાનું જણાવ્યું હતું.નીતીશ કુમાર પ્રત્યેની પોતાની જૂની વફાદારી દર્શાવવા માટે આપવામાં આવેલું નિવેદન હવે બિહારના રાજકીય વર્તુળોમાં ચર્ચા અને વિવાદનું કારણ બન્યું છે.


