ભારત કોરોના વાઈરસ મામલે હવે ઈટાલી બની રહ્યું છે. દેશ હવે કોરોના વાઈરસના કારણે ત્રીજા તબક્કામાં પહોંચી ચૂક્યો છે. ત્રીજો તબક્કો અત્યંત ગંભીર માનવામાં આવે છે, કારણ કે તેમાં સંક્રમિતોની સંખ્યા અને મૃત્યુઆંક પણ વધારે હોય છે. આ કારણે જ તેને થર્ડ ફેઝ તરીકે ઓળખવામાં આવે છે. જેથી 14 એપ્રિલના રોજ લોકડાઉનની પૂર્ણાહૂતિ સાથે સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ જશે. પણ એક રીતે ભારત અને ઈટાલી કોરોના મામલે પેરલલ લાઈનમાં ચાલી રહ્યું હોય તેવું દેખાય છે.
માત્ર એક જ મહિનો પાછળ
ભારત અને ઈટાલી વચ્ચેના તફાવતની જો વાત કરવામાં આવે તો, ભારત ઈટાલી કરતાં માત્ર એક મહિનો પાછળ છે. વર્લ્ડ મીટરના દર્શાવેલા આંકડા મુજબ એક એપ્રિલ સુધી ભારતમાં કોરોનાના 1,998 કેસ સામે આવ્યા હતા અને 58 લોકોના મોત થયા હતા. એક મહિના પહેલાં એટલે કે એક માર્ચે ઈટાલીના આંકડા તરફ જોઈએ તો અહીં આ તારીખ સુધી કોરોનાના 1,577 કેસ સામે આવ્યા હતા, જ્યારે 41 લોકોના મોત થયા હતા. જેથી આજથી એક મહિના પહેલાં હાલ ભારત જ્યાં છે ઈટાલી પણ તે જ સ્થિતિમાં હતું.
સોમવારે પણ ઈટાલી અને ભારતમાં એક સમાન
સોમવારે એટલે કે 6 એપ્રિલ સુધીના આંકડા પ્રમાણે ભારતમાં કોરોના વાઈરસના 4,778 કેસ સામે આવ્યા હતા અને 136 લોકોના મોત થયા હતા. ઈટાલીનો 6 માર્ચ સુધીનો ગ્રાફ જોઈએ તો અહીં 4636 કેસ આવ્યા હતા અને 197 લોકોના મોત થયા હતા.
કેસ અને મોતનો આંકડો એક સમાન
ઉપરોક્ત બાબતો સ્પષ્ટ છે કે કેસ અને મોતની સંખ્યાનો આંકડો એ લગભગ એક સમાન છે. માત્ર સમયનું નજીવું અંતર છે. આજથી બરાબર એક મહિના પહેલાં ઈટાલીમાં પણ એ જ સ્થિતિ હતી જે ભારતમાં હતી. 1 માર્ચના રોજ ઈટાલીમાં 573 કેસ સામે આવ્યા હતા જ્યારે 12 લોકોના મોત થયા હતા. વર્તમાનમાં ભારત તરફ નજર કરવામાં આવે તો 1 એપ્રિલે 601 કેસ સામે આવ્યા હતા જ્યારે 23 લોકોની મોત થઈ હતી. ઉપરથી મૃત્યુંદરમાં પણ ભારત અને કોરોના એક સમાન જ ચાલી રહ્યાં છે.
ગુજરાતમાં એક જ દિવસમાં 55 કેસ થઈ ગયા
હવે સમજવાની વાત એ છે કે ભારતમાં આજે જ કોરોના વાઈરસના સંક્રમિતોની સંખ્યા ઉતરોતર વધી રહી છે. ગુજરાતમાં જ્યાં 55 કેસ નોંધાયા છે તેમાંથી એકલા મેટ્રો સિટી અમદાવાદના 50 કેસ છે. જેથી ભારત હવે ઈટાલીની પગલે ચાલી રહ્યું છે. આમ છતાં લોકો દ્રારા લોકડાઊનના નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે. છતાં પોઝીટીવ આંકડાઓની વધતી જતી સંખ્યાના કારણે તંત્ર પણ પરેશાન થઈ ગયું છે.