શું સાઉદીના શાહી પરિવારના 150 લોકોને થયો કોરોના ? આઈસોલેશનમાં કિંગ અને પ્રિંસ સલમાન

656

કોરોના વાયરસનો ચેપ સમગ્ર વિશ્વમાં ફેલાઈ ચૂક્યો છે. વિશ્વમાં 200થી વધુ દેશોમાં પોતાની હાજરી ભરાવતો હોય તેમ કોઈને બાકી રાખતો નથી. કોરોના વાયરસે અમીર ગરીબ કંઈ રાખ્યું નથી. વડાપ્રધાનથી લઈને નાના માણસો પણ પોતાની રીતે પોતાની જાતને સાચવી રહ્યા છે. સામાન્ય માણસ હોય કે હોલીવુડ અભિનેતા હોય કે મોટો રાજકારણી બધાને કોરોનાએ પોતાના ઝપટમાં લઈ લીધો છે. હવે સાઉદી અરેબિયાથી સમાચાર આવી રહ્યા છે કે રાજવી પરિવારે ઘરના 150 સભ્યોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે, જે પછીથી કિંગ સલમાન અને ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન પોતે આઈસોલેશનમાં ચાલ્યા ગયા છે.

વીઆઈપી દર્દીઓ માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે

કિંગ ફૈઝલ સ્પેશ્યાલિટી હોસ્પિટલના ડોક્ટર શાહી પરિવારની સારવાર કરી રહ્યા છે અને ત્યાં કોરોનાનું જોખમ વધી ગયું હોવાથી હોસ્પિટલમાં 500 વધારાના પલંગ તૈયાર કરાઈ રહ્યા છે. હોસ્પિટલ પ્રવકતાએ કહ્યું, દેશભરમાંથી આવતા વીઆઈપી દર્દીઓ માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

હોસ્પિટલે ડોકટરોને હાઈએલર્ટ રહેવાનો મેસેજ આપ્યો

ટાઇમ મેગેઝિન અનુસાર, હોસ્પિટલે ડોકટરોને હાઈએલર્ટ રહેવાનો મેસેજ આપ્યો છે. સંદેશમાં કહેવામાં આવ્યું છે કે તેઓને ખબર નથી કે કેટલા કેસો તેમની પાસે આવશે પરંતુ બધા દર્દીઓને હટાવી દેવામાં આવશે અને આ હોસ્પિટલમાં જે રાજવી પરિવારથી જોડાયેલા હશે તેવા ફક્ત ઇમરજન્સી કેસ જોવામાં આવશે.

હોસ્પિટલમાં કોઈ સંક્રમિત સ્ટાફને નથી રહેવા દીધા

રિયાધની આ ટોચની હોસ્પિટલમાં કોઈ સંક્રમિત સ્ટાફને નથી રહેવા દીધા. જેથી રૂમ શાહી સભ્યો માટે સુરક્ષિત રાખી શકાય. દરમિયાન શાહ સલમાન (84) જેદ્દાની નજીકમાં આઈસોલેશનમાં ચાલ્યા ગયા છે. જ્યારે ક્રાઉન પ્રિન્સ સલમાન લાલ સમુદ્રના કાંઠાના દૂરના વિસ્તારમાં રહે છે.

Share Now