ઈઝરાયલે વગાડયો ડંકો : કોરોના વેક્સીન શોધી : કોઈપણ સમયે બજારમાં મુકાશે : ઈઝરાયલ ભારતને આપશે ટેકનિક

299

– ૯૦ દિવસમાં તૈયાર થઈ જશે વેકસીનઃ તે પછી બજારમાં મુકાશે : જૂન સુધીમાં માનવ પર પરીક્ષણ : ઈઝરાયલના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રીએ કર્યો દાવો : કોરોના સામે જંગ લડી રહેલ વિશ્વને ઈઝરાયલ તરફથી મળશે અનોખી ભેટ : અમારી ટેકનિકથી અમે કોરોનાને હરાવશું : ઈઝરાયલનો દાવો

નવી દિલ્હી,તા. ૧૩ :કોરોના વાયરસે ૪ મહિના પહેલા દુનિયામાં પ્રવેશ કર્યો હતો.અત્યાર સુધી આ ખતરનાક વાયરસને કારણે ૧ લાખથી વધુ લોકોના મોત થયા છે અને ૧૮ લાખ લોકો તેનો શિકાર બન્યા છે.એવામાં આ વાયરસને માત આપવા અત્યંત મુશ્કેલી અને પડકાર બની ગયેલ છે.અફસોસની વાત એ છે કે તેને સમાપ્ત કરવા માટે વિશ્વમાં હાલ કોઈ દવા નથી.લગભગ ૫૦ દેશોમાં તેના માટે વેકસીન બનાવવા રીસર્ચ ચાલી રહેલ છે પરંતુ હજુ સુધી કોઈને સફળતા મળી નથી.

આ દરમિયાન એવા સમાચાર છે કે ઈઝરાયલે કોરોના વાયરસની વેકસીન બનાવી લીધી છે.તેણે દાવો કર્યો છે કે અમારા વિજ્ઞાનિકો આવતા ૯૦ દિવસમાં કોરોના સામે લડવા માટે વેકસીનને સંપૂર્ણ રીતે તૈયાર કરી લેશે.ઈઝરાયલના ટેલીગ્રામ ચેનલના જણાવ્યા પ્રમાણે અહીંના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ઓફીર અકુનીશે દાવો કર્યો છે કે અમારો દેશ કોરોનાનો ખાત્મો કરવા માટે ૯૦ દિવસની અંદર વેકસીન તૈયાર કરી લેશે.તેમના કહેવા મુજબ આ એક અત્યંત અનોખી અને કારગર વેકસીન છે.મંત્રીએ ઈઝરાયલના મીગેલ ગેલીલી રીસર્ચ ઈન્સ્ટીટયુટના વૈજ્ઞાનિકોને અભિનંદન પણ પાઠવ્યા હતા.ટૂંક સમયમાં જ આ વેકસીનનો ઉપયોગ કરવામાં આવશે અને પછી તેને કોઈપણ સમયે બજારમાં મુકાશે.એવી આશા છે કે જૂન સુધીમાં તેનુ મનુષ્ય પર પરિક્ષણ કરવામાં આવશે.જો પ્રયોગ સફળ રહ્યો તો કોરોના સામે જંગ લડી રહેલી દુનિયાને એક મોટી ભેટ ઉઝરાયલ તરફથી મળશે.

ઈઝરાયલનો દાવો છે કે અમારી ટેકનિકથી ટૂંક સમયમાં અમે કોરોનાને હરાવીશું.પ્રયોગ સફળ થાય તો ભારત ઈઝરાયલ પાસેથી ટેકનિક મેળવશે. ઈઝરાયલ કંપનીએ એક સસ્તુ વેન્ટીલેટર પણ તૈયાર કર્યુ છે.ઈઝરાયલમાં મરઘીઓ વચ્ચે કોરોના વાયરસની જેમ જ એક વધુ બિમારી ફેલાયેલ છે. તેને લડવા માટે એક વેકસીન પણ તૈયાર કરવામાં આવેલ છે.છેલ્લા ૪ વર્ષમાં બનેલી આ એક ઉપયોગી વેકસીન છે.એવામાં તેને કોરોના વિરૂદ્ધ વેકસીન તૈયાર કરવામાં મદદ મળી છે.રીસર્ચ ગ્રુપના વડા ડો. કાર્તજનુ કહેવુ છે કે અમે આ અભ્યાસ ઘણા સમય પહેલા કર્યો હતો અને સફળતા મળી છે. ઈઝરાયલમાં અત્યાર સુધીમાં ૧૧૦૦૦ કોરોનાના દર્દીઓ છે અને ૧૦૫ના મોત થયા છે.

Share Now