અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ વિફર્યા : ચીનને આપી ગર્ભિત ધમકી, યુદ્ધના એંધાણ !

303

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત ચીનને ધમકી આપી છે.ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે કોરોના વાયરસને લઇને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને આંતરરાષ્ટ્રીય (corona)સમુદાયને કથિત રૂપે ખોટી જાણકારી આપવા બદલ ચીને આ મામલે ગંભીર દુષ્પરિણામો ભોગવવા પડશે.ચીનના વુહાનમાંથી કોરોના વાયરસ ફેલાવવાનું શરૂ થયું હતું અને જોતજોતામાં દુનિયાના 20 લાખ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે.ત્યારે વ્હાઇટ હાઉસમાં પત્રકાર પરિષદને સંબોધિત કરતા ચીનને (corona) ગર્ભિત રીતે ધમકી આપી.એક પત્રકારે ટ્રમ્પને વારંવાર સવાલ કર્યો કે આના માટે ચીન કેમ કોઇ ગંભીર પરિણામ નથી ભોગવી રહ્યું.જેના જવાબમાં ટ્રમ્પે કહ્યું કે તમને કેવી રીતે ખબર કે આના કોઇ દુષ્પરિણામ નથી.ચીનને આ બાબતની સમય આવ્યે ખબર પડી જશે.

વ્હાઇટ હાઉસમાં પત્રકાર પરિષદને સંબોધિત કરતા ચીનને ગર્ભિત રીતે ધમકી આપી

ન્યુયોર્ક શહેરના સરકારી આંકડા મુજબ,રવિવારે ઓછામાં ઓછાં 5,695 નવા મામલા સામે આવ્યા બાદ શહેરમાં વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 1,04,410થી વધારે થઈ ગઈ છે.અને 27,676 લોકો હોસ્પિટલોમાં દાખલ છે.શહેરમાં Corona વાયરસને કારણે 6,898 લોકોનાં મોત થયા છે. ન્યૂયોર્ક શહેરમાં Corona વાયરસનાં મામલા ચીન અને બ્રિટન કરતાં પણ વધી ગયા છે.

ન્યુયોર્ક રાજ્યમાં 1,89,000 કેસો સામે આવ્યા છે અને 9,385 લોકો મૃત્યુ પામ્યા

‘જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી’નો અંદાજ છે કે બ્રિટનમાં 85,208, ચીનમાં 83,135 અને ઈરાનમાં 71,686 લોકો વાયરસથી સંક્રમિત છે.યુ.એસ. માં કુલ 5,57,300 લોકો આ વાયરસથી સંક્રમિત છે અને 22,000 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.વૈશ્વિક સ્તરે, કોવિડ -19 ના કેસોની સંખ્યા 18 લાખને વટાવી ગઈ છે અને 1,14,185 લોકો મૃત્યુ પામ્યા છે.ન્યુયોર્ક રાજ્યમાં 1,89,000 કેસો સામે આવ્યા છે અને 9,385 લોકો મૃત્યુ પામ્યા છે. ન્યુયોર્ક સિટીના મેયર બિલ ડી બ્લાસિઓએ કહ્યું કે,અમે જે દુશ્મન સાથે લડી રહ્યા છીએ.તેને અમે ક્યારેય ઓછો આંક્યો નથી.Corona વાયરસ ખતરનાક છે અને તેણે અમારી સામે એવાં પડકારો રજૂ કર્યા છે જેનો આજ પહેલાં અમે સામનો કર્યો નથી.’ન્યૂયોર્કના રાજ્યપાલ એન્ડ્ર્યૂ ક્યુમોએ કહ્યું કે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 758 લોકોનાં મોત નીપજ્યાં છે.

Share Now