અમદાવાદ, તા. 15 એપ્રિલ 2020 બુધવાર
અમદાવાદમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે.કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા બાદ કોંગ્રેસના નેતા બદરુદ્દીન શેખનો રિપોર્ટ આવતા ચકચાર મચી જવા પામી છે.
અમદાવાદ શહેરમાં કોરોનાનો રોગચાળો વકરી રહ્યો છે ત્યારે પ્રજા વચ્ચે રહીને સેવા કરતા કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા કોરોનામાં સપડાયા બાદ આજે દાણીલીમડા વોર્ડ ના કોંગ્રેસના કોર્પોરેટર બદરુદ્દીન શેખ ને પણ કોરોના રિપોર્ટ આવ્યો છે જ્યારે ત્યાં કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને શૈલેષ પરમારને પણ હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે.અમદાવાદમાં એક પછી એક કોંગ્રેસી નેતાઓ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે.પહેલા ધારાસભ્ય અને હવે કોર્પોરેટર કોરોના પોઝિટવ આવ્યા છે. આજે અમદાવાદના કોંગ્રેસના નેતા બદરૂદ્દીન શેખનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને તુરંત જ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ પહેલા ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા પણ કોરોના પોઝિટિવ આવી ચુક્યા છે અને તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.જ્યારે બીજી બાજુ ઓઢવના કોંગ્રેસના મહામંત્રીનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
કોંગ્રેસ ધારાસભ્ય ખેડાવાલાનો આવ્યો હતો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ
કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં ગઇકાલે કોની-કોની સાથે મુલાકાત તેમજ કયા વિસ્તારોની મુલાકાત લીધી તે અંગે તપાસ કરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેને લઇને ગઇકાલે ગાંધીનગર ખાતે બેઠકમાં હાજર રહેતા તંત્ર એકશનમાં આવી ગયું છે.