સુરતમાં કોરોનાના વધુ ત્રણ કેસ પોઝિટિવ, એક મહિલાનું મોત થતા મૃત્યાંક 5

321

સુરત : શહેરમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે આજે વધુ ત્રણ કેસ પોઝિટિવ નોંધાતા કેસનો આંક 50 પર પહોંચ્યો છે.રાંદેર વિસ્તારમાં 45 વર્ષિય મહિલાનું કોરોનાથી મોત નીપજ્યું છે.જેથી શહેરમાં કોરોનાથી મૃત્યુ આંક 5 પર પહોચ્યો છે.ઉલેખનીય છે કે,શહેરમાં કોમ્યુનીટી ટ્રાન્સમિશનનો ખતરો વધી રહ્યો છે. જેને લઇને તંત્રમાં ચિંતા થવા પામી છે.

36 કલાકમાં સુરત શહેરમાં ધોળકાના પોઝિટિવ કેસ નોંધાયા બાદ આજે શહેરમાં વધુ ત્રણ કેસ પોઝિટિવ આવ્યાની સાથે સુરતમાં પોઝિટિવ કેસનો આંક 50 પર પહોંચી ગયો છે.જેમાં કોનાથી રાંદેર વિસ્તારમાં એક મહિલાનું આજે મોત નિપજ્યું છે.ન્યુ રાંદેર રોડ ખાતે આવેલા બાગે રહેમત ખાતે રહેતા યાસ્મીન કાપડિયા નામની 45 વર્ષીય મહિલાનો 6 તારીખે કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.જેથી સુરતમાં કોરોનાથી મુત આંક 5 પર પહોચ્યો છે.

આ ઉપરાંત શહેરમાં પોઝિટિવ આવેલા વધુ ત્રણ કેસની વાત કરીએ તો,

1] સૈયદપુરામાં રહેતી 45 વર્ષિય મકસુદા ફાહિમ અન્સારીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

2] સોદાગરવાડમાં રહેતા 53 વર્ષીય મુમતાઝ ઇકબાલ પટેલનો રિપોર્ટ પણ પોઝિટિવ આવતા તેમને નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

3] નવસારી બજાર બેગમપુરા ખાતે રહેતા અખતર શેખનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.

સુરતમાં આજે વધુ 19 કોરોનાના શંકાસ્પદ દર્દીઓ મળી આવ્યા છે.આ તમામને શહેરની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.કોઇની પણ ટ્રાવેલ હિસ્ટ્રી નથી પરંતુ બે દર્દીઓ આરોગ્ય કર્મચારી છે અને એક પોઝિટિવના સંપર્કમાં આવી ચૂક્યો છે.સાથે જ 386 સેમ્પલમાંથી 339 નેગેટિવ અને 45 પોઝિટિવ આવ્યા છે,જ્યારે 2 રિપોર્ટ પેન્ડિંગ છે.શહેરના 45 અને જિલ્લાના બે મળી કુલ 47 કેસ થયા છે.કોમ્યુનિટી સેમ્પલમાં વધુ સાત કેસ સામે આવ્યા છે.

હાલ સુધીમાં રાંદેર,બેગમપુરા-ઝાંપાબજારના વિસ્તારો ક્લસ્ટર ક્વોરન્ટાઇન હતાં.હવે પાલિકા કમિશનરે પાંચ ઝોન અને તેમજ અગાઉનો છઠ્ઠો ઝોન રાંદેર મળી કૂલ 61,982 ઘરોમાં રહેતાં કુલ 2,91,942 લોકોને હોમ ક્વોરન્ટીનમાં રહેવા આદેશ કર્યો છે.છેલ્લા પાંચ દિવસથી માસ સેમ્પલિંગની કામગીરી ચાલી રહી છે.જેમાં આઠ સેન્ટર બનાવાયા છે. ગત રોજ એક જ દિવસમાં 590 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.જેનો રિપોર્ટ પેન્ડિંગ છે.હાલ ટેસ્ટ મારફતે ક્યા વિસ્તારમાં અને તેનો સોર્સ શું છે તે જાણવા પ્રયાસ કરાઈ રહ્યો છે.

Share Now