દેશમાં કોરોના વાયરસના કેર વચ્ચે ભારતીય નેવીના ૨૬ જવાનો કોરોના પોઝિટિવ મળી આવતા હડકપં મચી ગયો છે.આ બધા જવાનોને મુંબઇની નેવી હોસ્પિટલમાં ખસેડાયા છે.ભારતીય નેવીમાં કોરોના સંક્રમણનો કિસ્સો પહેલીવાર સામે આવ્યો છે યારે ઈન્ડિયન આર્મીમાં કોરોનાના કેસ અગાઉ જોવા મળ્યા છે. ની ખબર મુજબ નેવીના એઁગ્રે બેસ પર કોરનાનો પહેલો મામલો ૭ એપ્રિલના રોજ સામે આવ્યો હતો.નેવીના અધિકારીએ જાણકારી આપી છે કે આ તમામ કર્મચારીઓના સંપર્કમાં આવેલા કર્મચારીઓની પણ કોરોના તપાસ થઈ રહી છે.
મળતી માહિતી મુજબ ભારતીય નેવીના જે જવાનો કોરોના પોઝિટિવ મળ્યા છે તેઓને હાલ મુંબઇની નેવી હોસ્પિટલ આઈએનએચએસમાં કવોરન્ટાઈન કરવામાં આવ્યાં છે.જો કે આ બધા વચ્ચે એ વાતની પુષ્ટ્રિ થવાની બાકી છે કે નેવી શિપ પર તૈનાત કોઈ જવાન કે ઓફિસમાં તો કોરોના સંક્રમણ નથી ફેલાયો ને.
આર્મી જનરલ એમએમ નરવણેએ માહિતી આપી હતી કે આર્મીમાં કુલ મળીને કોરોનાના ૮ કેસ નીકળ્યા છે.જેમાં ૨ ડોકટર અને એક નર્સ પણ સામેલ છે.તેમણે એણ પણ કહ્યું કે જે વાનો કોઈ કોરોના સંક્રમિત વ્યકિતના સંપર્કમાં નથી આવ્યાં તેમને યુનિટમાં પાછા લાવવામાં આવી રહ્યાં છે.
દેશમાં કોરોના વાયરસના અત્યારસુધી ૧૩ હજારથી વધારે કેસ સામે આવી ચુકયા છે.હવે એવા સમાચાર છે કે આ ઘાતક વાયરસ ભારતીય નૌસેના સુધી પહોંચી ગયો છે.દાવો કરવામાં આવ્યો છે કે પોઝિટિવ કેસની સંખ્યા ૨૦ની હોઈ શકે છે.ત્ફલ્ આંગ્રે મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના દરિયા કિનારે સ્થિત છે.
નોંધનીય છે કે ભારતમાં અત્યાર સુધી કોરોના વાયરસના સૌથી વધારે કેસ મુંબઈમાં સામે આવ્યા છે.ઇન્ડિયન નેવી સાથે જોડાયેલા કેસ પહેલા શુક્રવારે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના ૩૪ નવા કેસ સામે આવ્યા હતા.મહારાષ્ટ્રમાં નેવીના મામલા પહેલા શુક્રવારે કુલ સંક્રમિત લોકોની સંખ્યા ૩,૨૩૬ જણાવવામાં આવી હતી.પરંતુ મોડી રાત્રે ઇન્ડિયન નેવી અંગે મોટા સમાચાર આવ્યા હતા.ભારતીય નેવીના મામલા પહેલા શુક્રવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં ૧૩,૩૮૭ લોકો કોરોનાથી સંક્રમિત છે.જયારે કોરોનાને કારણે દેશમાં મૃતકોની સંખ્યા ૪૩૭ સુધી પહોંચી છે.તાજેતરમાં જ કેરળના કોચીમાં ઇન્ડિયન નેવીએ અંતરિયાળ વિસ્તારોમાંથી કોરોના સંક્રમિત દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવા માટે એક સ્માર્ટ ‘એર ઇવેકયુએશન પોડ’ (AEP) બનાવ્યું હતું.સ્વદેશીની બનાવટની આ કેપ્યૂલ દર્દીઓને સંપૂર્ણ સીલ કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં મદદ કરશે.
એક રક્ષા પ્રવકતાએ જણાવ્યું હતું કે આનાથી પાયલટ તેમજ સંક્રમિત દર્દીઓને લઈ જતી ટીમને સંક્રમણ લાગવાનું જોખમ નથી.જે બાદમાં વિમાનને સેનિટાઇઝ કરવાની પણ જરૂર નથી રહેતી.પ્રવકતાએ જણાવ્યું કે આ પોડ નેવી એરબેઝ,આઈએનએસ ગરુડના મુખ્ય આરોગ્ય અધિકારીના માર્ગદર્શન અને નેવી હોસ્પિટલ આઈએનએચએસ સંજીવનીના નિષ્ણાતો સાથે સલાહ બાદ બનાવવામાં આવ્યું છે.તેમણે જણાવ્યું કે આનું વજન ૩૨ કિલોગ્રામ છે.આ પોડને બનાવવા માટે ૫૦ હજાર રૂપિયાનો ખર્ચ થાય છે.જોકે,હાલમાં જે કેસ આવ્યો છે કે આઈએનએસ આંગ્રે મુંબઈમાં છે.આથી આ એર ઇવેકયુએશન પોડનો ઉપયોગ યાત્રિકો પહેલા અધિકારીઓ માટે કરવો પડે તેવું થયું છે.