સુરત શહેર માટે પણ હવે સ્થિતિ ચિંતાજનક બની ચુકી છે આજે સુરતમાં વધુ 45 કેસ નોંધાયા છે.આ સાથે જ શહેરનો કુલ આંક 194 થઈ ગયો છે. અત્યાર સુધીમાં સુરતમાં 7 દર્દીના મોત નીપજ્યા છે.આજે જે નવા દર્દી નોંધાયા છે તે લંબે હનુમાન રોડ, માન દરવાજા, મીઠી ખાડી વિસ્તારના હોવાનું જાણવા મળે છે.
સુરતમાં 7 વર્ષીય બાળકીને લાગ્યો કોરોનાનો ચેપ
સુરતમાં પ્રથમ વખત 7 વર્ષીય બાળકીને કોરના વાયરસનો ચેપ લાગ્યો છે.સુરતમાં નાની ઉંમરની બાળકીનો આ પ્રથમ કેસ છે.આ સાથે જ સુરતમાં કુલ કોરોના દર્દીની સંખ્યા 194એ પહોંચી ગઈ છે.જ્યારે 5 લોકોના સુરત જિલ્લામાં મૃત્યુ થયા છે.જ્યારે 10 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
જે વર્ષીય બાળકીને કોરોનાને ચેપ લાગ્યો છે તેને વડોદ સ્થિત ગોકુલધામમાં રહેતી હતી.બાળકીને શરદી,ખાંસી તથા પ્રાથમિક હેલ્થ સેન્ટરમાં સારવાર કરાવવા ગઈ હતી.બાળકીને કોમ્યુનિટી ટેસ્ટ દરમ્યાન કોરોના પોઝિટિવ આવ્યો છે.
કહેવાય છે કે,બાળકીને ફૂડ પેકેટ વિતરણ દરમિયાન કોરોનાનો ચેપ લાગ્યાની શક્યતા છે.બાળકીને કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેના પરિવારના સભ્યોને કોરેન્ટાઈન કરાયા છે.ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 2535 ટેસ્ટ થયા છે.જેમાંથી 170 પોઝિટીવ કેસ સામે આવ્યા છે.ગુજરાતમાં સૌથી વધુ અમદાવાદમાં 622 કેસ પોઝિટિવ આવ્યા છે.જ્યારે વડોદરામાં કુલ 142 કેસ થયા છે અને સુરતમાં 140 કેસ છે.અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 23438 ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાંથી 1099 પોઝિટિવ આવ્યા છે જ્યારે 22339 નેગેટિવ આવ્યા છે.દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 13 હજાર 835 પર પહોંચી ગઈ છે. જેમાંથી 452 લોકોનો કાતિલ કોરોનાએ ભોગ લીધો છે અને 1766 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.સુરતમાં કોરોનાના વધુ 38 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધારે લિંબાયત ઝોનમાં 82 કેસ નોંધાયા છે. તે સાથે જ સુરત હવે વડોદરાની નજીક પહોંચવા આવ્યુ છે.
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે સુરતમાં એક જ દિવસમાં કોરોનાના 51 દર્દીના મળી આવ્યાનો ગભરાટ સમ્યો નથી ત્યાં બીજા દિવસે એટલે આજે કોરોનાગ્રસ્ત એકનું મોત અને નવા તેર દર્દી આવતાં લોકોમાં ગભરાટોનો માહોલ છે. આજે સુરત સિવિલમાં દાખલ 35 વર્ષીય મહિલાનું મોત થયું છે જ્યારે નવા તેર કેસ આવ્યા છે તેમાં યોગીચોક,માન દરવાજા તથા ભેસ્તાન અને લંબેહનુમાન રોડના દર્દીઓ છે.આજે 176 કેસો નવા આવતાં અમદાવાદમાં 765 કેસ,સુરતમાં 156 કેસ અને વડોદરામાં 152 કેસ નોંધાયા છે.વડોદરા કરતાં સુરતમાં હવે 4 કેસો વધુ છે.વડોદરાને નાગરવાડા વિસ્તાર અને સુરતને માનદરવાજા ટેનામેન્ટ વિસ્તાર ભારે પડી ગયો છે.
મહિલાને કોરોના સાથે હાઈપર ટેન્શનની બિમારી પણ હતી
સુરતમાં કોરોનાના કારણે આજે એક મોત થયું તે મહિલા 17મીએ કોરોનાના લક્ષણ સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.આ મહિલાને કોરોના સાથે હાઈપર ટેન્શનની બિમારી પણ હતી.એક દિવસની સારવાર બાદ લિંબાયત, મીઠીખાડીમાં રહેતી મહિલાનું નવી સિવિલ હોસ્પિટલમાં મોત થયું છે.સુરતમાં આ મોત સાથે કોરોનાના કારણે મૃતકની સંખ્યા છ પર પહોંચી ગઈ છે.
ત્રણ જ દિવસમાં 54 દર્દીઓ કોરોનાના પોઝીટીવ
સુરતનો માન દરવાજા વિસ્તાર કોરોના માટે બોમ્બ સાબિત થયો છે આ ક્લસ્ટર બની જતાં આ વિસ્તારમાં ત્રણ જ દિવસમાં 54 દર્દીઓ કોરોનાના પોઝીટીવ બહાર આવ્યા છે. આજે કોમ્યુનીટી સેમ્પલમાં પણ માન દરવાજાના કેટલાક સેમ્પલ પોઝીટીવ જાહેર કરવામા આવ્યા છે.આજે વધુ તેર લોકો સવાર સુધીમાં કોરોનો પોઝીટીવ જાહેર કરવામાં આવ્યા છે જેમાં માન દરવાજા સાથે, યોગીચોક, ભેસ્તાન અને લંબે હનુમાન રોડના દર્દીનો સમાવેશ થાય છે.