અમદાવાદમાં કોરોનાનો વિસ્ફોટ થયા બાદ હવે સુરતમાં કોરોનાનો બ્લાસ્ટ થયો છે.સુરતમાં આજે નવા 45 કેસ નોંધાયા છે.આમ આજે કુલ મળીને સુરતમાં કુલ 61 પોઝિટિવ કેસ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.સુરતમાં કોરોના પોઝિટિવ કેસનો કુલ આંક 201 થઈ ગયો છે. જ્યારે કોરોનાને કારણે સુરતમાં સાત લોકોનાં મોત નિપજ્યા છે.
સુરત માટે ખતરાની ઘંટી વાગી ગઈ છે.સુરતમાં કોરોના પોઝિટિવનો કુલ આંક 201 થઈ ગયો છે. જેમાં 194 કેસ તો માત્ર સુરત શહેરમાં જ છે.જ્યારે સુરત જિલ્લામાં કોરોના પોઝિટિવનાં 7 કેસ નોંધાયા છે.સુરત શહેરમાં આજે સવારે 16 પોઝિટિવ કેસ નોંધાયા હતા. અને સવાર બાદ સાંજ સુધીમાં એકસાથે 45 કેસો સામે આવતાં ચકચાર મચી જવા પામી હતી. નવા ઉમેરાયેલાં દર્દીઓ લંબે હનુમાન રોડ,માનદરવાજા અને મીઠીખાડી વિસ્તારના છે. આજે 36 વર્ષિય મહિલા અને એક આધેડનું સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવની સારવાર દરમિયાન મોત થયું છે.જેથી મરણાંક સાત થયો છે.
ઉલ્લેખનીય છે કે,ગઈકાલે સુરતમાં એક જ દિવસમાં કોરોનાના 51 દર્દીના મળી આવ્યાનો ગભરાટ સમ્યો નથી ત્યાં બીજા દિવસે એટલે આજે કોરોનાગ્રસ્ત એકનું મોત અને નવા તેર દર્દી આવતાં લોકોમાં ગભરાટોનો માહોલ છે.આજે સુરત સિવિલમાં દાખલ 35 વર્ષીય મહિલાનું મોત થયું છે જ્યારે નવા તેર કેસ આવ્યા છે તેમાં યોગીચોક,માન દરવાજા તથા ભેસ્તાન અને લંબેહનુમાન રોડના દર્દીઓ છે આજે 176 કેસો નવા આવતાં અમદાવાદમાં 765 કેસ, સુરતમાં 156 કેસ અને વડોદરામાં 152 કેસ નોંધાયા છે.વડોદરા કરતાં સુરતમાં હવે 4 કેસો વધુ છે.વડોદરાને નાગરવાડા વિસ્તાર અને સુરતને માનદરવાજા ટેનામેન્ટ વિસ્તાર ભારે પડી ગયો છે.
ત્રણ જ દિવસમાં 54 દર્દીઓ કોરોનાના પોઝીટીવ
સુરતનો માન દરવાજા વિસ્તાર કોરોના માટે બોમ્બ સાબિત થયો છે. આ ક્લસ્ટર બની જતાં આ વિસ્તારમાં ત્રણ જ દિવસમાં 54 દર્દીઓ કોરોનાના પોઝીટીવ બહાર આવ્યા છે.આજે કોમ્યુનીટી સેમ્પલમાં પણ માન દરવાજાના કેટલાક સેમ્પલ પોઝીટીવ જાહેર કરવામા આવ્યા છે.આજે વધુ તેર લોકો સવાર સુધીમાં કોરોનો પોઝીટીવ જાહેર કરવામાં આવ્યા છે જેમાં માન દરવાજા સાથે,યોગીચોક ભેસ્તાન અને લંબે હનુમાન રોડના દર્દીનો સમાવેશ થાય છે.