સુરત ગ્રામ્યમાં કોરોનાનો કહેર, વધુ 5 કેસ પોઝિટિવ નોંધાતા ફફડાટ

378

સુરતમાં આજે કોરોનાએ ધાક જમાવતા અમદાવાદને પણ પાછળ મૂકી દીધુ છે.ત્યાર સુરત જિલ્લામાં વધુ 5 કેસ પોઝીટીવ નોંધાયા છે.જેમાં ઉમરપાડા, કામરેજ અને ચોર્યાસી તાલુકામાં પોઝીટીવ કેસ નોંધાયા છે.જેમાં ચોર્યાસીના કવાસ ગામે 1 કેસ, ઉમરપાડાના કેવડી ગામે 2 કેસ, કામરેજ તાલુકાના સેવણી અને ડુંગરા ગામે 1-1 કેસ પોઝીટીવ નોંધાયો છે.ત્યારે હવે જિલ્લામાં કુલ આંકડો 15 પર પહોંચ્યો છે, જેથી આરોગ્ય વિભાગ પણ દોડતું થયુ છે.

સુરત શહેર અને જીલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે.સુરતમાં છેલ્લા 36 કલાકમાં કોરોનાથી 5 લોકોના મોત થતાં શહેરીજનોમાં ફફડાટ ફેલાયો છે. શહેરના લાલગેટ ખાતે આવેલા ખાટકીવાડમાં રહેતી મહિલાનું મોત નિપજ્યું હતું.તેમને ડાયાબીટીસ, હૃદય તેમજ કીડનીની બીમારી હતી.બીજા કેસમાં માનદરવાજા ખાતે રહેતા અન્ય એક મહિલાનું પણ મોત નિપજ્યું છે.તેઓ ગત્ 18 તારીખે હોસ્પિટલમાં દાખલ થયા હતા.હોટસ્પોટ બની ગયેલા માન દરવાજા અને લીંબાયત વિસ્તારમાંથી સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે ત્યારે કોરોના પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવનારા તમામ લોકોને ક્વોરન્ટીન કરવામાં આવી રહ્યા છે.

રાજ્યમાં કુલ કેસનો આંકડો 2066 પર

ગુજરાતમા કોરોનાના વધુ ૧ર૭ કેસ નોંધાયા છે. તો વધુ છ દર્દીના મોત થયા છે.જેમાં અમદાવાદમાં પાંચ અને ભાવનગરના એક દર્દીનુ મોત થયુ છે. આમ રાજયમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક ૭૭એ પહોંચ્યો છે. તો નવા ૧ર૭ કેસની સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 2066 પર પહોંચ્યો છે.નવા નોંધાયેલા કેસમાં સૌથી વધુ સુરતમાં ૬૯ કેસ અને અમદાવાદમાં 50 કેસ નોંધાયા છે.જ્યારે કે અરવલ્લી, ગીર સોમનાથ, ખેડા, તાપીમાં એક એક કેસ નોંધાયો છે. જયારે કે રાજકોટ અને વલસાડમાં નવા બે કેસ નોંધાયા છે.કુલ બે હજાર ૬૬ કોરોનાના કેસમાંથી ૧૯ દર્દીઓ વેન્ટિલેટર પર છે.

૧૩૧ કોરોનાના દર્દીઓ સાજા

જ્યારે કે અત્યાર સુધી કુલ ૧૩૧ કોરોનાના દર્દીઓ સાજા થતા ડીસ્ચાર્જ કરાયા છે. વીતેલા ર૪ કલાકમાં ૩ હજાર ૩૩૯ ટેસ્ટ કરાયા છે.જેમાં ર૧પ પોઝિટિવ આવ્યા છે.રાજ્યમાં અત્યાર સુધી કુલ ૩પ હજાર પ૪૩ લોકોના ટેસ્ટ કરાયા છે. જેમાંથી બે હજાર ૬૬ પોઝિટિવ આવ્યા છે.રાજયમાં અત્યાર સુધી સૌથી વધુ કેસ અમદાવાદમાં એક હજાર ર૯૮ કેસ નોંધાયા છે.તો કુલ ૭૭ મૃત્યુમાથી સૌથી વધુ મોત ૪૩ પણ અમદાવાદમાં નોધાયા છે. અમદાવાદમા બાદ સુરતમાં સૌથી વધુ ૩૩૮ કેસ તો વડોદરામાં ૧૮૮ કેસ નોંધાયા છે.

Share Now