સિલ્વાસા : છેલ્લા 25 વર્ષથી લાગલગાટ રાજકારણમાં એકહથ્થું શાશન ભોગવતા અને પોતાના દમ પર 7 ટર્મ સુધી સાંસદ સભ્ય રહી ચૂકેલા મોહન ડેલકરે કોઈ અગમ્ય કારણસર આત્મહત્યા કરી લેતા રાજકીય ક્ષેત્ર થતા સમગ્ર દક્ષિણ ગુજરાતના પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી છે.બાહુબલી નેતા તરીકેની છાપ ધરાવતા ખડતલ વાણી અને આક્રમકઃ મિજાજ માટે જાણીતા રાજનેતા મોહનભાઈ ડેલકરે આત્મહત્યા કરતા રાજકીય ગલિયારામાં શોકનું મોજું ફળી વળ્યું હતું.સમગ્ર દાદરા નગર અને દમણ દીવમાં મોહન ડેલકરના સમર્થકો અને પ્રજા વચ્ચે આ મુદ્દાએ ભારે ચકકર મચાવી હોવાનું જાણવા મળ્યું છે.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા 25 વર્ષથી સક્રિય રાજકારણમાં એકલા હાથે ચુંટણી લડતા અને ભલભલા રાજનેતાઓ જેમની કોઠાસુઝ અને બાહુબળથી કાપતા એવા દિગ્ગજ નેતા મોહન ડેલકરએ આજરોજ મુંબઈ ખાતે પોતાના ફ્લેટમાં આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.મુંબઈ જુહુ ખાતે પોતાના ફ્લેટમાં મોહન ડેલકરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાના સમાચાર વેહતાં થતા તેમના પરિવારજનો અને સમર્થકો મુંબઈ જવા રવાના થયા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.છેલ્લા સંસદ સભાના ઇલેક્શનમાં કૉંગેસનો હાથ છોડી દાદરાનગર વિસ્તારમાંથી એકલા હાથ અપક્ષ ઉમેદવારી નોંધાવી તેમને ભાજપ પાસેથી સત્તા આંચકી પુનઃ પોતાનું રાજકીય અસ્તિત્વ ઉભી કર્યું હતું.હમણાં 3 મહિના
અગાઉ જ મોહન ડેલકરે પોતાનો ટેકો નીતીશકુમારની પાર્ટી જનતા દળ યુનિટેડને જાહેર કરી સમર્થન આપ્યું હતું અને દાદરાનગર હવેલીના સ્થાનિક ચુનાવમાં કેટલીક સીટો કબ્જે કરી હતી.પરંતુ આજરોજ મુંબઈ ખાતે મોહન ડેલકરના આકસ્મિક નિધનના સમાચાર વહેતા થયા હતા જેને લઇ સમગ્ર દક્ષિણ ગુજરાત સહીત ગુજરાતના રાજકારણમાં હડકંપ મચી જવા પામ્યો છે.આ અંગે જાણવા મળ્યા મુજબ મોહન ડેલકરે મુંબઈ ખાતે હોટેલ અથવા પોતાના ફ્લેટમાં આત્મહત્યા કરી લીધી હોવાની આશંકા પણ પ્રબળ હોવાનું જાણવા મળ્યું છે.મોહન ડેલકરે સુસાઇડ નોટ લખી આપઘાત કર્યો હોવાની પણ થિયરી વહેતી થઇ છે.આ અંગે વધુ સમાચાર ઉપડૅટ થઇ રહ્યા છે પરંતુ બાહુબલી નેતા મોહન ડેલકરે ક્યાં કારણોસર આપઘાત કર્યો તેને લઇ અનેક તર્ક વિતર્ક વહેતા થઇ રહ્યા છે.