EXCLUSIVE : મોહન ડેલકર આત્મહત્યા મુદ્દે આપ સાંસદ સંજયસિંહે પ્રસાશક પ્રફુલ પટેલને હોદ્દા પરથી હટાવવા અને ધરપકડ કરવા કર્યા પ્રહાર : જુઓ વિડિઓ

577

– દાદરા નગર હવેલીના પ્રશાસકને તાત્કાલિક દૂર કરવામા આવે : સંજયસિંહ

દાદરા નગર : દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરે મુંબઈમાં કરેલી આત્મહત્યાને લઈને સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સ્થાનિક લોકોમાં શોકની લાગણી છવાઈ છે.ત્યારે આજે આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહ દાદરા નગર હવેલી આવી પહોંચ્યા હતા,સ્વર્ગસ્થ મોહન ડેલકરના પરિવારજનો સાથે મુલાકાત કરી સંજયસિંહ સહિત આપના નેતાઓએ સાંત્વના પાઠવી હતી.મોહન ડેલકરે આદિવાસીઓ માટે કરેલા કામોને બિરદાવી સ્વ.મોહન ડેલકરને શ્રદ્ધાંજલિ આપી હતી.



પ્રશાસકને દૂર કરવા ‘આપ’ની માગ

સાંસદ સંજ્યસિંહે દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફૂલ્લ પટેલને તાત્કાલિક હોદા પરથી દૂર કરવાની માગ કરી છે.સાથે મોહન ડેલકર તરફથી લખવામા આવેલી સ્યુસાઈડ નોટમાં જે વ્યકિતઓના નામ હોય તે તમામની ધરપકડ કરવાની માગ કરી છે.

ઉલ્લેખનીય છે કે, દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરે 10 દિવસ પહેલા મુંબઈની એક હોટલમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.પોલીસને ઘટનાસ્થળ પરથી ગુજરાતીમાં લખેલી એક સ્યુસાઈડ નોટ પણ મળી આવી હતી.ડેલકરની આત્મહત્યા બાદ તેના પ્રવકતા દીપક પટેલે જે તે સમયે કહ્યું હતું કે,મોહન ડેલકર પોતે સાંસદ હોવા છતાં પણ સરકારી કાર્યક્રમોમાં તેમને પ્રાધાન્ય આપવામાં આવતુ ન હતું અને સતત અવગણના અને તિરસ્કાર ભર્યુ વલણ અપનાવામાં આવતું હતું.

પ્રફુલ પટેલને આડે હાથે લેતા સંજયસિંહએ રૂપિયાની લૂંટ ચલાવી પોતાની પાર્ટીને આપવા એ ગંભીર પ્રકારનો ગુનો છે.પ્રશાસક પ્રફુલ પટેલને તાત્કાલિક ધોરણે પદ પરથી હટાવવા પણ તેમને માંગણી કરી હતી.ડેલકર પરિવારે દાદરાનગર હવેલીના વિકાસ માટે જે યોગદાન આપ્યું છે તે જ સાંસદએ આત્મહત્યા કરી ત્યારે આવા તાનાશાહ પ્રસાશક પ્રફુલ પટેલને તાત્કાલિક ધોરણે હટાવી ધરપકડ કરવી જોઈએ.જેનાથી સમગ્ર દાદરાનગર હવેલીના હિત અર્થે પ્રશાસક પ્રફુલ પટેલને તેમના હોદ્દા પરથી હટાવવા જોઈએ અને જે દોષીઓ છે તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા આ મુદ્દો 8 તારીખથી સંસદમાં પણ ઉઠાવવામાં આવશે તેમ તેમણે પત્રકારોને સંબોધી કહ્યું હતું.

આ મુદ્દે આપ પાર્ટી મોહન ડેલકર અને તેમના પરિવારને ન્યાય અપાવવા સંપૂર્ણપણે તેમની સાથે છે તથા દાદરાનગરના સર્વોત્તમ વિકાસ માટે પ્રફુલ પટેલ જેવા ભ્રષ્ટ પ્રસાશકને તાત્કાલિક તેમના હોદ્દા પરથી બરતરફ કરવા પણ માંગણી કરી હતી.આપના સાંસદ સંજયસિંહ આજરોજ સુરત થઇ સિલ્વાસા પહોંચ્યા હતા જ્યાં મોહન ડેલકરના પરિવારને મળી તેમને સાંત્વના અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મીડિયા સમક્ષ પ્રફુલ પટેલને સસ્પેન્ડ કરવા અને ધરપકડ કરવા તેમજ જીગ્નેશ ભોંયા આત્મહત્યા પણ પ્રફુલ પટેલના ત્રાસથી કરી હોવાનો ઉલ્લેખ કર્યો હતો.સંજય સિંહએ પ્રફુલ પટેલ લોકોના મકાન તોડાવવા,સ્કૂલો તોડાવી અને અરાજકતા ફેલાવી છે એવા તાનાશાહ હિટલરશાહી કરતા પ્રસાશક પ્રફુલ પટેલ વિરુદ્ધ મુંબઈ પોલિસ ખુબ સરસ કાર્યવાહી કરી રહી છે તેને લઇ ડેલકર પરિવાર ખુબ જ સંતુષ્ટ છે.સંજય સિંહ આજે મુલાકાત કરતા મોહન ડેલકર આપઘાત કેસને લઇ રાજકીય વાતાવરણ ગરમાયું છે અને પ્રફુલ પટેલ વિરુદ્ધ લોકોમાં પણ ભારેલો અગ્નિ પ્રવર્તી રહ્યો છે ત્યારે આવનારા સમયમાં મોહન ડેલકર આપઘાત પ્રકરણને લઇ રાજકીય ધમાસાણ મચે એવી શક્યતા પણ જણાઈ રહી છે.

Share Now