By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: શહેરમાં ડમ્પર રાજ યથાવત! સુરતના વેસુમાં ડમ્પરની ટક્કરે એક બહેનનું મોત, બીજીની હાલત ગંભીર
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > શહેરમાં ડમ્પર રાજ યથાવત! સુરતના વેસુમાં ડમ્પરની ટક્કરે એક બહેનનું મોત, બીજીની હાલત ગંભીર
GeneralSurat

શહેરમાં ડમ્પર રાજ યથાવત! સુરતના વેસુમાં ડમ્પરની ટક્કરે એક બહેનનું મોત, બીજીની હાલત ગંભીર

HINDUSTAN MIRROR
Last updated: 17/10/2026 4:56 PM
HINDUSTAN MIRROR
55 minutes ago
Share
Pc : Google
SHARE

સુરતના વેસુ વિસ્તારમાં વીઆઈપી રોડ પર શનિવારે સવારે થયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં 22 વર્ષીય યુવતીનું મોત નીપજ્યું છે, જ્યારે તેની નાની બહેન જીવનમરણ વચ્ચે ઝોલાં ખાઈ રહી છે.બંને બહેનો મોપેડ પર ટ્યુશન ક્લાસ જતી હતી ત્યારે પૂરઝડપે આવેલા ડમ્પરે પાછળથી ટક્કર મારતાં આ દુર્ઘટના સર્જાઈ હતી.અકસ્માત બાદ ડમ્પરચાલક વાહન ઘટનાસ્થળે મૂકીને ફરાર થઈ ગયો હતો.

મળતી વિગતો પ્રમાણે, નેહા પ્રસાદ અને તેની નાની બહેન નિકી પ્રસાદ શનિવારે સવારે મોપેડ લઈને ટ્યુશન જવા નીકળી હતી.બંને વેસુના વીઆઈપી રોડ પરથી પસાર થઈ રહી હતી ત્યારે પાછળથી આવી રહેલા ડમ્પરે તેમના મોપેડને જોરદાર ટક્કર મારી હતી.ટક્કર એટલી ગંભીર હતી કે બંને બહેનો મોપેડ પરથી ફંગોળાઈને રસ્તા પર પટકાઈ હતી.અકસ્માતને પગલે રસ્તા પર અફરાતફરી મચી ગઈ હતી.ઘટના નજરે જોનારા લોકો અને સ્થાનિક રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા.બંને બહેનોને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલ પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.નેહાને ગંભીર ઈજાઓ થતાં તેનું મોત નીપજ્યું હતું.હોસ્પિટલમાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.નેહાના મોતથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

અકસ્મતમાં નેહાની નાની બહેન નિકી પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે.તેની હાલતને ધ્યાનમાં રાખીને ખાનગી હોસ્પિટલના સઘન સારવાર વિભાગમાં દાખલ કરવામાં આવી છે.તબીબી ટીમ તેની સારવાર કરી રહી છે.એક જ પરિવારની બે દીકરીઓ સાથે બનેલી આ ઘટનાથી પરિવારજનો અને પરિચિતોમાં શોકની લાગણી ફેલાઈ છે.અકસ્મત સર્જાયા બાદ ડમ્પરચાલક સ્થાનિક લોકો એકઠા થાય તે પહેલાં જ પોતાનું વાહન રસ્તા પર મૂકીને ત્યાંથી ભાગી છૂટ્યો હતો.ઘટનાની જાણ થતાં અલથાણ પોલીસ મથકની ટીમ સ્થળ પર પહોંચી હતી.પોલીસે અકસ્માતમાં સંડોવાયેલો ડમ્પર કબજે લીધો હતો અને રસ્તા પરની અવરજવર ફરી શરૂ કરાવી હતી.

અલથાણ પોલીસે ફરાર ડમ્પરચાલક સામે ગુનો નોંધીને તેની શોધખોળ સહિતની આગળની તપાસ હાથ ધરી છે.અકસ્માત કઈ રીતે સર્જાયો અને ડમ્પરચાલકની બેદરકારીની ભૂમિકા શું હતી તે સહિતના મુદ્દાઓ તપાસના ભાગરૂપે આવરી લેવામાં આવશે.વેસુના વીઆઈપી રોડ જેવા વ્યસ્ત માર્ગ પર બનેલી આ ઘટનાએ ફરી એકવાર ભારે વાહનોની અવરજવર અને માર્ગ સલામતીનો પ્રશ્ન ઊભો કર્યો છે.ટ્યુશન માટે ઘરેથી નીકળેલી બે બહેનોમાંથી એકે જીવ ગુમાવ્યો છે જ્યારે બીજી હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર લઈ રહી છે.પરિવાર માટે આ અકસ્માત ક્યારેય ન ભૂલી શકાય તેવી દુઃખદ ઘટના બની છે.

શિવસેના (UBT)ને ઝટકો : આનંદ દુબે એકનાથ શિંદેના જૂથમાં જોડાયા
સિદ્ધિવિનાયક મંદિરના વિસ્તરણ માટે ₹94 કરોડની મંજૂરી, નજીકની 20 મિલકતો ખરીદશે ટ્રસ્ટ
ગરબા પાસ વિવાદમાં અમદાવાદ ફાયર વિભાગમાં ઘમસાણ, DFOને નોટિસ અને ACB તપાસની માગ
આદિત્ય ગઢવી અને બજરંગ દળ સામસામે: અમદાવાદની નવરાત્રિમાં વિધર્મીઓના પ્રવેશ મુદ્દે વિવાદ
સુરતમાં બાંધકામ સાઇટ પર દુર્ઘટના: પાણી ભરેલા ખાડામાં ડૂબતાં બે માસૂમ ભાઈ-બહેનનાં મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article એડનમાં યમનના પ્રમુખના મહેલ પર હૂથી હુમલો, બેના મોત અને છથી વધુ ઘાયલ
Next Article સુરતમાં બાંધકામ સાઇટ પર દુર્ઘટના: પાણી ભરેલા ખાડામાં ડૂબતાં બે માસૂમ ભાઈ-બહેનનાં મોત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

એડનમાં યમનના પ્રમુખના મહેલ પર હૂથી હુમલો, બેના મોત અને છથી વધુ ઘાયલ

1 hour ago

સત્તા પલટા બદલ બાંગ્લાદેશના કટ્ટરપંથી મોહમ્મદ યુનુસને અમેરિકામાં હિલેરી ક્લિન્ટન એવોર્ડ

1 hour ago

રશિયા સાથેના યુદ્ધ માટે યુક્રેનને 174 અબજ ડોલરની જરૂર, ઝેલેન્સ્કીએ યુરોપ પાસે મદદ માગી

1 hour ago

તહેવારો પહેલાં મીઠાઈઓ મોંઘી, ભાવમાં 10થી 15 ટકાનો વધારો

1 hour ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up