કોરોના વાયરસની ચેન તોડવામાં હજુ સુધી સફળ થયા નથી : ઉદ્ધવ ઠાકરે

324

– ઉદ્ધવ ઠાકરે વાત સ્વીકારતા જણાવ્યું હતું કે, તેઓ કોરોના વાયરસની ચેન તોડવામાં નિષ્ફળ રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, વાયરસનો પ્રસાર સતત વધી રહ્યો છે. હવે તેને તોડવાની જરૂર છે. આપણે સૌએ સાથે મળીને ચેન તોડવાની છે

મુંબઈ : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ઔરંગાબાદની ઘટના પર પોતાનું દુખ વ્યક્ત કર્યું હતું અને કહ્યું હતું કે,મજુરોના મોતની ઘટનાએ મને ખુબ જ દુખી કરી દીધો છે.હું દરેક શ્રમિકોને સયંમ રાખવા માટે અપીલ કરી રહ્યો છું.તમારો સંયમમાં આ સમયમાં ખુબ જ જરૂરી છે.કોઈપણ અફવા પર વિશ્વાસ કરશો અહીં.જે મજુર પોતાના રાજ્યમાં જવા માટે ઈચ્છે છે તેમને મોકલવામાં આવશે.કોઈ ડરે નહિ અને કોઈપણ ગભરાય નહિ.

સીએમ ઉદ્ધવ ઠાકરે કહ્યું હતું કે,મુંબઈમાં અફવા છે કે સેના આવી રહી છે.સંપૂર્ણ મુંબઈને સેના હસ્તક કરવામાં આવશે પરંતુ આ વાત ખોટી છે.આવી કોઈપણ અફવા પર ધ્યાન ન આપવા વિનંતી.મુંબઈ પોલીસ સક્ષમ છે.મુંબઈ પોલીસની ક્ષમતાને ધ્યાનમાં રાખીને જો અમને કોઈપણ જરૂર પડશે તો કેન્દ્ર સરકાર તરફથી વધારે પોલીસ બળ મંગાવવામાં આવશે જેની જાણકારી જનતાને આપવામાં આવશે.મુંબઈ પોલીસને આરામ આપવાની જરૂર છે.તે સતત દિવસ રાત કાર્ય કરી રહી છે.

ઉદ્ધવ ઠાકરે વાત સ્વીકારતા જણાવ્યું હતું કે,તેઓ કોરોના વાયરસની ચેન તોડવામાં નિષ્ફળ રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું હતું કે,વાયરસનો પ્રસાર સતત વધી રહ્યો છે. હવે તેને તોડવાની જરૂર છે.આપણે સૌએ સાથે મળીને ચેન તોડવાની છે.હવે વિદેશથી આપણા નાગરિક,બીજા રાજ્યોના નાગરીકો વિદ્યાર્થીઓ મુંબઈ મહારાષ્ટ્ર આવશે તેમણે પણ ટેસ્ટ કરાવવાની જરૂર પડશે.પરંતુ મુંબઈ વાળાના ટેસ્ટમાં કોઈ અછત નહિ આવે.જે પ્રમાણે મૃત્યુના આંકડા વધી રહ્યા છે તેમાં ઘણા એવા કેસ છે જે છેલ્લા સ્ટેજ પર આવ્યા છે.ઘણા એવા પણ કેસ છે કે દાખલ થતાની સાથે જ પોતાનો જીવ ગુમાવી દે છે.મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં ૩૪૦૦ નવા કેસ દાખલ થયા છે.આપણે ડરવાનું નથી લડવાનું છે.

મુખ્યમંત્રી ઠાકરે વધુમાં જણાવ્યું હતું કે, આ શિવાજી મહારાજનું મહારાષ્ટ્ર છે.આપણે સૌએ સાથે મળીને કોરોના વાયરસ સામે લડવાનું છે.એક ચેતવણી પણ આપું છું કે કોઈ પોલીસ,ડોક્ટર્સ અને કોરોના વોરીયર્સ પર હુમલો ન કરે નહિ તો તેમના પર કડક કાર્યવાહી કરવામાં આવશે.મારી સૌને અપીલ છે કે મહાલક્ષ્મી રેસકોર્સ,બીકેસી,દાદર,ગોરેગાંવ ને મુંબઈના ઓપન ગ્રાઉન્ડમાં અને એક્ઝીબીશન સેન્ટર પર કોરોના ક્વોરેન્ટાઈન સેન્ટર બનાવવામાં આવ્યા છે.તેના માટે હોમિયોપેથીક, એલોપથીક અને આયુર્વેદિક ડોક્ટર સામે આવીને મહારાષ્ટ્ર સરકારને જરૂર પડ્યે દર્દીઓની સારવાર માટે સહાયતા કરે.આ દુખની ઘડી છે,આપણે સૌએ સાથે મળીને લડવું પડશે.

Share Now