By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ગરબા પાસ વિવાદમાં અમદાવાદ ફાયર વિભાગમાં ઘમસાણ, DFOને નોટિસ અને ACB તપાસની માગ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > ગરબા પાસ વિવાદમાં અમદાવાદ ફાયર વિભાગમાં ઘમસાણ, DFOને નોટિસ અને ACB તપાસની માગ
AhmedabadGeneral

ગરબા પાસ વિવાદમાં અમદાવાદ ફાયર વિભાગમાં ઘમસાણ, DFOને નોટિસ અને ACB તપાસની માગ

HINDUSTAN MIRROR
Last updated: 17/10/2026 5:19 PM
HINDUSTAN MIRROR
60 minutes ago
Share
Pc ; Google
SHARE
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ વિભાગમાં ગરબાના પાસને લઈને અધિકારીઓ વચ્ચે વિવાદ વકર્યો છે.નોર્થ વેસ્ટ ઝોનના ડિવિઝનલ ફાયર ઓફિસર (DFO) સ્વસ્તિક જાડેજાને સરકારી વાહનના કથિત દુરુપયોગ અને ગેરશિસ્તના મુદ્દે શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી છે.આ ઘટનાક્રમ વચ્ચે જાડેજાએ પણ વિભાગના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર (CFO) જયેશ ખડિયા સામે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) મારફતે તપાસ કરવાની માગણી કરતાં વિવાદ વધુ ગંભીર બન્યો છે.મળતી વિગતો પ્રમાણે, 16 ઑક્ટોબરની રાત્રે અમદાવાદમાં ‘પરંપરા’ સહિતના ગરબા સ્થળોએ પાસના મુદ્દે હોબાળો થયો હોવાની ફરિયાદ આયોજકોએ ફાયર વિભાગના ઇન્ચાર્જ CFO જયેશ ખડિયાને કરી હતી.આ ફરિયાદમાં DFO સ્વસ્તિક જાડેજાની ભૂમિકાને લઈને સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.ત્યારબાદ વિભાગીય સ્તરે વાહનના ઉપયોગ અને અધિકારીની કામગીરી અંગે તપાસ કરવામાં આવી હતી.આ તપાસના આધારે ઇન્ચાર્જ CFOએ જાડેજાને શો-કોઝ નોટિસ પાઠવીને એક દિવસમાં ખુલાસો આપવા જણાવ્યું છે.નોટિસમાં સરકારી વાહનનો ઉપયોગ, પૂર્વમંજૂરી વિના ફરજ માટે ફાળવાયેલા વાહનને બદલે અન્ય વાહન લઈ જવા અને વાહનની નોંધણી સંબંધિત મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

 

નોટિસમાં જણાવ્યા મુજબ, 16 ઑક્ટોબરના રોજ સ્વસ્તિક જાડેજાને ફાળવવામાં આવેલી બોલેરો કાર થલતેજ ફાયર સ્ટેશન પર ઉપલબ્ધ હતી.આ કારમાં જીપીએસની વ્યવસ્થા હોવા છતાં તેઓ સ્ટેશન ફાયર ઓફિસરને ફાળવવામાં આવેલી ફર્સ્ટ રિસ્પોન્સ વ્હીકલ લઈને ગયા હોવાનો આક્ષેપ છે.આ માટે પૂર્વમંજૂરી લેવામાં આવી નહોતી અને પાલડી કંટ્રોલ રૂમ અથવા રોજકામમાં જરૂરી નોંધ પણ કરવામાં આવી નહોતી એવો નોટિસમાં ઉલ્લેખ છે.નોટિસ પ્રમાણે, સંબંધિત વાહન આશરે 13 કલાક બાદ 17 ઑક્ટોબરની વહેલી સવારે 4:18 વાગ્યે ફાયર સ્ટેશન પર પરત લાવવામાં આવ્યું હતું.ત્યારબાદ સવારે 4:25 વાગ્યે વાહન અંગેની નોંધ કરવામાં આવી હોવાનો પણ ઉલ્લેખ છે.વાહનના ઉપયોગ અને નોંધણીમાં થયેલી આ પ્રક્રિયા અંગે ઇન્ચાર્જ CFOએ જવાબ માગ્યો હતો.આ દરમિયાન તેમની સાથે થયેલી બોલાચાલીનો મુદ્દો પણ નોટિસમાં સામેલ કરવામાં આવ્યો છે.વિભાગીય નોટિસમાં ગુજરાત સિવિલ સર્વિસિસ કન્ડક્ટ રૂલ્સ, 1971ના નિયમ 3 તથા સંબંધિત કાયદાકીય જોગવાઈઓના ભંગનો આક્ષેપ કરવામાં આવ્યો છે.આ વિવાદ વચ્ચે સ્વસ્તિક જાડેજાએ પણ ઇન્ચાર્જ CFO જયેશ ખડિયા સામે ચાર પાનાંનો પત્ર લખીને ACB તપાસની માગણી કરી છે.આમ, એક તરફ જાડેજા સામે સરકારી વાહનના ઉપયોગ અને ગેરશિસ્ત અંગે કાર્યવાહી શરૂ થઈ છે, તો બીજી તરફ તેમણે પોતાના જ વિભાગના ઉચ્ચ અધિકારી સામે તપાસની માગણી કરતાં મામલો વહીવટી વિવાદથી આગળ વધ્યો છે.

 

ફાયર વિભાગમાં હાલ નિયમિત CFO મિથુન મિસ્ત્રી તબિયતના કારણે રજા પર હોવાથી જયેશ ખડિયા ઇન્ચાર્જ તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે.આ પરિસ્થિતિમાં બંને અધિકારીઓ વચ્ચેના વિવાદે વિભાગની આંતરિક કામગીરી અને વહીવટી વ્યવસ્થા અંગે પણ ચર્ચા જગાવી છે.ગરબા પાસના મુદ્દે આયોજકોની ફરિયાદથી શરૂ થયેલો આ વિવાદ હવે સરકારી વાહનોના ઉપયોગ,ફરજ દરમિયાનની જવાબદારી,વિભાગીય શિસ્ત અને ભ્રષ્ટાચાર વિરોધી તપાસની માગ સુધી પહોંચ્યો છે.હવે DFO સ્વસ્તિક જાડેજા નોટિસના જવાબમાં શું રજૂ કરે છે અને તેમની ACB તપાસની માગ અંગે આગળ શું કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર રહેશે.

સુરતની કિરણ મેડિકલ કોલેજમાં ગરબાને લઈને વિવાદ, VHP-બજરંગ દળ અને આયોજકો સામસામે
નીતીશ કુમારના સમર્થન માટે 9 હત્યાઓ કરાવ્યાનો અનંત સિંહનો દાવો, બિહારમાં રાજકીય વિવાદ
મુંબઈમાં ડ્રગ્સ સામે પોલીસનું મેગા ઑપરેશન : ₹15.87 કરોડનો જથ્થો જપ્ત, 21 આરોપીઓની ધરપકડ
શિવસેના (UBT)ને ઝટકો : આનંદ દુબે એકનાથ શિંદેના જૂથમાં જોડાયા
સિદ્ધિવિનાયક મંદિરના વિસ્તરણ માટે ₹94 કરોડની મંજૂરી, નજીકની 20 મિલકતો ખરીદશે ટ્રસ્ટ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article આદિત્ય ગઢવી અને બજરંગ દળ સામસામે: અમદાવાદની નવરાત્રિમાં વિધર્મીઓના પ્રવેશ મુદ્દે વિવાદ
Next Article સિદ્ધિવિનાયક મંદિરના વિસ્તરણ માટે ₹94 કરોડની મંજૂરી, નજીકની 20 મિલકતો ખરીદશે ટ્રસ્ટ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

આદિત્ય ગઢવી અને બજરંગ દળ સામસામે: અમદાવાદની નવરાત્રિમાં વિધર્મીઓના પ્રવેશ મુદ્દે વિવાદ

1 hour ago

સુરતમાં બાંધકામ સાઇટ પર દુર્ઘટના: પાણી ભરેલા ખાડામાં ડૂબતાં બે માસૂમ ભાઈ-બહેનનાં મોત

1 hour ago

શહેરમાં ડમ્પર રાજ યથાવત! સુરતના વેસુમાં ડમ્પરની ટક્કરે એક બહેનનું મોત, બીજીની હાલત ગંભીર

2 hours ago

એડનમાં યમનના પ્રમુખના મહેલ પર હૂથી હુમલો, બેના મોત અને છથી વધુ ઘાયલ

2 hours ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up