સુરતમાં કોર્પોરેટરના ભાઇ ટિકીટની કાળા બજારી કરતા હોય તેવો વીડિયો વાયરલ થતાં વિવાદ સર્જાયો છે.કોર્પોરેટરનો ભાઇ 700 રૂપિયાની ટિકીટના 1 હજાર રૂપિયા માંગી રહ્યો છે. તે વખાના માર્યા વતન જવા મજબૂર શ્રમિકો પાસેથી 1 હજાર રૂપિયા વસુલી રહ્યો છે.શ્રમિકોને વતન મોકલવા માટે ટિકીટની જવાબદારી જે-તે વિસ્તારના કોર્પોરેટરને અપાઇ છે.પરંતુ ખુદ કોર્પોરેટરનો ભાઇ જ મજબૂર શ્રમિકો પાસેથી વધુ પૈસા પડાવી તેને લૂંટી રહ્યો છે.
કોર્પોરેટરના ભાઇ ટિકીટની કાળા બજારી કરતા હોય તેવો વીડિયો વાયરલ


