નવી દિલ્હી: વિશ્વમાં કોરોનાના કારણે જોબ ઉપર સૌથી મોટી અસર થઇ છે અને જ્યાંથી કોરોનાનો પ્રારંભ થયો તે ચીનમાં એક તરફ ઔદ્યોગિક સહિતની પ્રવૃતિ વધી હોવા છતાં સીએનએનના અહેવાલ મુજબ લગભગ 8 કરોડ ચાઈનીઝ લોકોએ તેની જોબ ગુમાવી દીધી હોવાના સંકેત છે. જ્યારે વધુ 9 કરોડ ગમે ત્યારે ત્યારે પીંકસ્લીપ મળે તેની ચિંતામાં સતત જોબ કરે છે.જો કે ચાઈનીમાં બેરોજગારીના સત્તાવાર આંકડા બહાર પડતા નથી. સીએનએનના જણાવ્યા પ્રમાણે ચીનમાં અંદાજે 29 કરોડ લોકો ક્ધસ્ટ્રકશન,મેન્યુફેકચરીંગ અને અન્ય પ્રવૃતિ સાથે જોડાયેલા છે પરંતુ તેમાંથી આઠ કરોડ લોકોએ પોતાની નોકરી ગુમાવી છે.

