By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: UPI ચાર્જની ચર્ચાથી વેપારીઓમાં ચિંતા, દિવાળી બાદ રોકડ વ્યવહારો વધવાની શક્યતા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Business > UPI ચાર્જની ચર્ચાથી વેપારીઓમાં ચિંતા, દિવાળી બાદ રોકડ વ્યવહારો વધવાની શક્યતા
BusinessGeneral

UPI ચાર્જની ચર્ચાથી વેપારીઓમાં ચિંતા, દિવાળી બાદ રોકડ વ્યવહારો વધવાની શક્યતા

HINDUSTAN MIRROR
Last updated: 17/10/2026 7:06 PM
HINDUSTAN MIRROR
59 minutes ago
Share
Pc : Google
SHARE

યુપીઆઈ દ્વારા થતી ચુકવણી પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) અથવા પ્રોસેસિંગ ચાર્જ લાગુ થવાની ચર્ચાને પગલે ગુજરાતના વેપારીઓમાં ચિંતા વધી છે.વધારાના ખર્ચની આશંકાને કારણે દિવાળી બાદ છૂટક અને જથ્થાબંધ વેપારીઓ ફરી રોકડ વ્યવહારો તરફ વળી શકે છે.ગુજરાત ટ્રેડર્સ ફેડરેશન (GTF)એ બેંકોને રોકડ વ્યવસ્થાપન મજબૂત બનાવવા અને શાખાઓ તથા એટીએમમાં પૂરતી રોકડ ઉપલબ્ધ રાખવા રજૂઆત કરી છે.ફેડરેશને ભારતીય રિઝર્વ બેંકની અમદાવાદ સ્થિત પ્રાદેશિક કચેરી અને રાજ્યની વિવિધ બેંકોના અધિકારીઓ સમક્ષ વેપારીઓની ચિંતાઓ રજૂ કરી છે.સંગઠને વાર્ષિક પાંચ કરોડ રૂપિયા સુધીનું ટર્નઓવર ધરાવતા નાના અને મધ્યમ વેપારીઓને સંભવિત નવા ચાર્જમાંથી કાયમી મુક્તિ આપવાની માગ પણ કરી છે.વેપારીઓના મતે, ડિજિટલ ચુકવણી પર વધારાનો ખર્ચ લાગુ થશે તો તેમની આવકના માર્જિન પર સીધી અસર પડી શકે છે.

ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનના પ્રમુખ જયેન્દ્ર તાન્નાના જણાવ્યા અનુસાર, દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને વેપારીઓ રોકડ વ્યવહારો વધવાની શક્યતા માટે તૈયારી કરી રહ્યા છે.તહેવારો દરમિયાન બજારોમાં ખરીદી અને વેચાણ વધતાં રોકડની માગમાં પણ વધારો થઈ શકે છે.આવી સ્થિતિમાં બેંકો પાસે પૂરતી રોકડ ઉપલબ્ધ રહે અને ગ્રાહકોને ઉપાડ કરવામાં મુશ્કેલી ન પડે તે માટે ફેડરેશને વ્યવસ્થા મજબૂત કરવાની માગ કરી છે.વેપારીઓની ચિંતા માત્ર સંભવિત ચાર્જ પૂરતી મર્યાદિત નથી. હાલના ધંધાકીય વાતાવરણમાં વેચાણ,સ્પર્ધા અને નફાના માર્જિનને લઈને પણ વેપારીઓ દબાણ અનુભવી રહ્યા છે.જો દરેક ડિજિટલ વ્યવહાર પર વધારાનો ખર્ચ લાગુ પડે તો નાના વેપારીઓ માટે વ્યવસાય ચલાવવાનો ખર્ચ વધી શકે છે.ખાસ કરીને ઓછી કિંમતની વસ્તુઓ વેચતા વેપારીઓને આર્થિક અસર વધુ અનુભવાય તેવી શક્યતા છે.અમદાવાદ કટલરી એન્ડ જનરલ મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ લક્ષ્મણભાઈએ જણાવ્યું હતું કે તહેવારો નજીક હોવા છતાં છૂટક અને જથ્થાબંધ બંને બજારોમાં મંદીનો માહોલ છે.લોકો હવે યુપીઆઈથી ચુકવણી કરવા ટેવાઈ ગયા છે. જો ડિજિટલ ચુકવણી પર ચાર્જ વસૂલવામાં આવશે તો વેપારીઓને ફરી રોકડ વ્યવહાર વધારવાની ફરજ પડી શકે છે.તેમના મતે ડિજિટલ ચુકવણીની સરળતાથી ગ્રાહકો અને વેપારીઓ બંનેને ફાયદો થયો છે, પરંતુ વધારાનો ખર્ચ વેપારીઓ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.

ઓલ ઇન્ડિયા બેગ્સ એસોસિએશનના ઉપપ્રમુખ અમિત દેસાઈએ પણ નાના વેપારીઓની મુશ્કેલી તરફ ધ્યાન દોર્યું હતું.તેમણે જણાવ્યું હતું કે વેપારીઓ યુપીઆઈ સેવા બંધ કરવા માગતા નથી, પરંતુ ઘણી ચીજવસ્તુઓમાં નફાનું માર્જિન માત્ર બે થી ચાર ટકા જેટલું હોય છે.આવા ઓછા નફાવાળા વ્યવસાયમાં ચુકવણી પર વધારાનો ચાર્જ લાગુ થાય તો વેપારીઓની કમાણી પર અસર પડી શકે છે.ખાસ કરીને નાના દુકાનદારો માટે વધારાનો ખર્ચ સહન કરવો મુશ્કેલ બની શકે છે.યુપીઆઈએ છેલ્લા કેટલાક વર્ષોમાં ગ્રાહકો માટે ચુકવણીની પ્રક્રિયા સરળ બનાવી છે.રોકડ સાથે રાખવાની જરૂરિયાત ઘટી છે અને નાના વેપારીઓને પણ ઝડપી ચુકવણી સ્વીકારવાની સુવિધા મળીહવે જો વેપારીઓ પર વધારાનો ખર્ચ લાગુ થાય તો ચુકવણીની પદ્ધતિ અંગે તેમના નિર્ણયમાં ફેરફાર થઈ શકે છે.રોકડ વ્યવહારો વધે તો બેંકો પર રોકડ વિતરણની જવાબદારી પણ વધી શકે છે.

ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનની માગ છે કે નાના અને મધ્યમ વેપારીઓના હિતોને ધ્યાનમાં રાખીને ચુકવણી વ્યવસ્થાની નીતિ નક્કી કરવામાં આવે.વેપારીઓ માટે ડિજિટલ વ્યવહારો સરળ અને ખર્ચમુક્ત રહે તે જરૂરી હોવાનું સંગઠન માને છે.સાથે જ દિવાળીના તહેવારો દરમિયાન રોકડની અછત ન સર્જાય તે માટે બેંકોને અગાઉથી આયોજન કરવા જણાવાયું છે.હાલ વેપારીઓની નજર યુપીઆઈ વ્યવહારો પર ચાર્જ અંગેના અંતિમ નિર્ણય પર છે.જો વધારાનો ખર્ચ લાગુ થાય તો દિવાળી બાદ વેપારીઓ રોકડ ચુકવણીને વધુ પ્રાધાન્ય આપે તેવી શક્યતા છે.તેની અસર ગ્રાહકોની ચુકવણીની પસંદગી,બેંકોની રોકડ વ્યવસ્થા અને બજારમાં ડિજિટલ વ્યવહારોના પ્રમાણ પર પડી શકે છે.

રૂપિયાને ટેકો આપવા RBIએ 60 અબજ ડોલર વાપર્યા, એક સપ્તાહમાં 2 ટકાનો ઉછાળો
મક્કાની મસ્જિદમાં અનૈતિક કૃત્યના કેસમાં બાંગ્લાદેશી મહિલા-પુરુષને ફાંસી
હુથીના સાઉદી પર અને યુક્રેનના રશિયન રિફાઈનરી પર હુમલા, બ્રેન્ટ ક્રૂડ 110 ડોલરે પહોંચ્યું
ભીખ અને દેવાના બોજ પર નભતું પાકિસ્તાન હવે ધિરાણ આપતા IMF નું અધ્યક્ષ બનશે!
ગરબા વિવાદમાં કાજલ હિન્દુસ્તાનીની એન્ટ્રી, આદિત્ય ગઢવી અને હાર્દિક દવે પર કર્યા આકરા પ્રહાર
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મક્કાની મસ્જિદમાં અનૈતિક કૃત્યના કેસમાં બાંગ્લાદેશી મહિલા-પુરુષને ફાંસી
Next Article રૂપિયાને ટેકો આપવા RBIએ 60 અબજ ડોલર વાપર્યા, એક સપ્તાહમાં 2 ટકાનો ઉછાળો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

સુરતની કિરણ મેડિકલ કોલેજમાં ગરબાને લઈને વિવાદ, VHP-બજરંગ દળ અને આયોજકો સામસામે

2 hours ago

નીતીશ કુમારના સમર્થન માટે 9 હત્યાઓ કરાવ્યાનો અનંત સિંહનો દાવો, બિહારમાં રાજકીય વિવાદ

2 hours ago

મુંબઈમાં ડ્રગ્સ સામે પોલીસનું મેગા ઑપરેશન : ₹15.87 કરોડનો જથ્થો જપ્ત, 21 આરોપીઓની ધરપકડ

2 hours ago

શિવસેના (UBT)ને ઝટકો : આનંદ દુબે એકનાથ શિંદેના જૂથમાં જોડાયા

2 hours ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up