– આદિવાસી વિસ્તારમાં કહેવાતા બિલ્ડરે પ્લોટીંગ કરી પ્લોટ રાજ્ય સરકારને પણ ઉંધી ટોપી પહેરાવતા આવનારા દિવસોમાં પોલીસ ફરિયાદ થવાના એંધાણ : પરફેક્ટ રિયલટી ફાર્મ્સના બિલ્ડરે બ્લોસોમ પાર્ક,બોસ્ટન પાર્ક ના નામે ચાર પ્રોજેક્ટ જંગલ વિસ્તારમાં ઉભા કરી ખેલ પાડ્યો
– બોરીવલ્લી ઈસ્ટમાં લે વાસ્તા બિલ્ડીંગ ખાતેની ઓફિસ પણ બિલ્ડર બંધ કરી ફરાર થઈ ચુક્યો છે !
મુંબઈ : થાણે જિલ્લાના વાડા ખાતે વન વિભાગના રિઝર્વ આદિવાસીઓની જગ્યામાં બોરીવલ્લીના પરફેક્ટ રિયલ્ટીના બિલ્ડરે 2012માં પ્લોટીંગ સ્કીમ પાડી હતી અને આદિવાસી પટ્ટાની જગ્યામાં 4થી5 અલગ અલગ પ્રોજેક્ટ હાથ ધરી પ્લોટ હોલ્ડરો પાસેથી કરોડો રૂપિયા ઉસેટી લઈ રાજય સરકાર જ નહિ પરંતુ પ્લોટ હોલ્ડરો સાથે પણ મોટાપાયે ચીટિંગ કરી હોવાની ચર્ચા ટોક ઓફ ઘી ટાઉન બની છે.આ મામલે આવનારા દિવસોમાં રાજકીય સંગઠનો કહેવાતા બિલ્ડરને ઘેરવા પોલીસ ફરિયાદ પણ દાખલ કરે એવી શક્યતા હોવાનું જાણવા મળ્યું છે.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ થાણે જિલ્લાના વાડા ખાતે આઠ વર્ષ અગાઉ બોરીવલ્લી વિસ્તારના પરફેક્ટ રિઅલ્ટી ફાર્મ્સ ગ્રૂપના બિલ્ડર દ્વારા આદિવાસી વિસ્તારના રિઝર્વેશન અને ફોરેસ્ટ વિભાગની જગ્યામાં ચાર થી પાંચ અલગ અલગ પ્રોજેક્ટ કરવામાં આવ્યા હતા જેમાં બ્લોસમ પાર્ક,બોસ્ટન પાર્ક,વૈષ્ણવ નગરી નામે પ્લોટીંગનું આયોજન કરી 100 કરતા વધુ પ્લોટ હોલ્ડરોને પ્લોટ વેચાણ કરવામાં આવ્યા હતા પરંતુ બિલ્ડરના કારનામાથી અજાણ પ્લોટ હોલ્ડરો સાથે ચીટિંગ કરી આદિવાસી અને ફોરેસ્ટ વિભાગની રિઝર્વ જગ્યામાં પ્લોટ આપવાના નામે આ બિલ્ડરે કરોડો રૂપિયા ઉસેટી લીધા હતા ત્યારબાદ આ બાબતે પ્લોટ ખરીદનારા તમામ પ્લોટ હોલ્ડરને છેલ્લા 6 વર્ષથી કોઈપણ પ્રકારના ટાઇટલ અંગેના ડોક્યુમેન્ટ કે સિર્ટીફીકેટ પણ ઇસ્યુ કરાયા નથી માત્ર કાગળ પર જ પ્લોટ દેખાડી કરોડો ખેલ પાર પાડ્યો હોવાની વ્યાપક ચર્ચા સમગ્ર બોરીવલ્લી જ નહિ પરંતુ ગુજરાતી વિસ્તારમાં થઈ રહી છે.મૂળ પ્રશ્ન હવે એ ઉભો થયો છે કે પ્લોટ હોલ્ડરોના કરોડો ચાઉં કરી ગયેલા આ બિલ્ડરે વન વિભાગની રિઝર્વ આદિવાસી પટ્ટાની જગ્યામાં પ્લોટીંગ કેવી રીતે કર્યું હશે ? શું આમાં જંગલ ખાતાના અને જમીન વિકાસ નિગમના અધિકારીઓ સાથે મળીને બિલ્ડરે ખેલ પાર પાડ્યો છે ? બ્રાહ્મણ ગાવ ખાતે પરફેક્ટ રિયલ્ટી ફાર્મ્સના બિલ્ડરે આદિવાસીઓની જગ્યામાં પ્લોટીંગ કેવી રીતે કર્યું ? પરફેક્ટ રિયલટીના નામે પોન્ઝી સ્કીમનું કૌભાંડ કરનારા સંજય મનસુખલાલ મુછાળા અને તેમના પત્ની ભાવનાબેન સંજય મુછાળાએ 100 કરતા વધુ પ્લોટ હોલ્ડરોના કરોડો રૂપિયા ચાઉં કરી મોટું ફ્રોડ તો કર્યું જ છે પરંતુ સાથે સાથે વન વિભાગની રિઝર્વ જગ્યામાં પ્લોટીંગ પાડી સરકારને પણ ચુનો ચોપડવાનો તખ્તો રચ્યો છે જે ખુબ જ ગંભીર બાબત હોય આ બાબતે પોલીસ ફરિયાદ કરવાની દિશામાં પ્લોટ હોલ્ડરો તૈયારી કરી રહ્યાં હોવાનું પણ જાણવા મળ્યું છે જો આ બાબતે મહા રેરાના ઉચ્ચ અધિકારીઓ પરફેક્ટ રિઅલ્ટી ફાર્મન્સની જગ્યા અંગે તપાસ કરે તો અનેક ભંડાફોડ આ બિલ્ડરની કરતૂતોને લઈ બહાર શકે તેવી શક્યતા છે.પોલીસ વિભાગ આ બાબતે કહેવાતા બિલ્ડર વિરુદ્ધ કાર્યવાહી કરશે કે પછી આવનારા દિવસોમાં આ પોન્ઝી સ્કીમ કમ જંગલ વિસ્તારમાં આવેલી જગ્યા હડપ કરી જવા બાબતે મોટું ધમસાણ સર્જાય તેવી શક્યતા હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું

