મુંબઇના પેડર રોડ પર તે સમયે ટ્રાફિક જામ થઇ ગયો જ્યારે મહિલાએ એક કારની આગળ પોતાની કાર ઉભી રાખી દીધી અને બહાર નીકળીને હોબાળો શરૂ કરી દીધો.પહેલાં તો લોકોને કંઇ સમજાયુ નહી પરંતુ પછીથી જાણવા મળ્યું કે રસ્તા વચ્ચે હોબાળો કરી રહેલી મહિલાનો પતિ કોઇ અન્ય યુવતીને કારમાં બેસાડીને ફરાવી રહ્યો હતો, જેને તેની પત્નીએ રંગેહાથ ઝડપી પાડ્યો. ઘટનાની સૂચના મળતા જ ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મહિલાને સમજાવવાનો પ્રયાસ કર્યો.જો કે મહિલા ન માની અને રસ્તા પર જ કલાકો સુધી હંગામો કરતી રહી.જો કે રસ્તા વચ્ચે ગાડી મૂકી દેવાના આરોપમાં મહિલા વિરુદ્ધ ઇ-ચાલાન જારી કરવામાં આવ્યું છે.
જણાવવામાં આવી રહ્યું છે કે મુંબઇમાં શનિવારની સાંજે આશરે 5 વાગ્યે એક બ્લેક એસયુવી કારમાં એક શખ્સ કોઇ યુવતી સાથે જઇ રહ્યો હતો. કાર જેવી પેડર રોડ પર પહોંચી.ત્યાપે જ એક સફેદ રંગની કારે તેને ઓવરટેક કરી અને ગાડી રસ્તાની અધવચ્ચે ઉભી રાખી દીધી.તે બાદ સફેદ ગાડીમાંથી એક મહિલા નીકળે અને હંગામો કરવા લાગી.તે એસયવીમાં સવાર શખ્સને બહાર નીકળવા માટે કહી રહી હતી. જો કે શખ્સ બહાર આવવા માટે તૈયાર ન હતો.પછી શું હતુ,મહિલા એસયુવીના બોનટ પર ચડી ગઇ.
ફેમીલી ડ્રામાના કારણે થયો ટ્રાફિક જામ
જોતજોતામાં જ રસ્તા પર ટ્રાફિક જામ થઇ ગયો. ઘટનાની જાણકારી મળતાં જ ઘટનાસ્થળે ટ્રાફિક પોલીસકર્મી પણ પહોંચી ગયા.પોલીસકર્મીઓ ત્યાં પહોંચતા જાણ થઇ કે એસયુવીમાં બેઠેલો શખ્સ મહિલાનો પતિ છે જે અન્ય મહિલા સાથે ફરી રહ્યો હતો.પતિને અન્ય મહિલા સાથે જોઇને પત્નીએ પતિને રંગેહાથે ઝડપી પાડ્યો હતો. આ દરમિયાન પેડર રોડ પર જામની સ્થિતિ ઉભી થઇ હતી.
જણાવવામાં આવે છે કે મહિલાનો પતિ જ્યારે કારથી બહાર નીકળ્યો તો મહિલાએ તેના પર હુમલો કરી દીધો.તે બાદ તેણે કારમાં બેઠેલી મહિલાને પણ માર માર્યો. બંને વચ્ચે રસ્તા પર થયેલા આ ઝગડાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

