સુરતઃ એન્ટી કરપ્શન બ્યુરોએ રાજ્યમાં સપાટો બોલાવી દીધો છે,એક પછી એક લાંચિયા અધિકારીઓની પોલ ખુલી રહી છે અને તેમની ધરપકડ થઇ રહી છે,આજે એસીબીએ માંગરોલના મામલતદાર અને એક્ઝીકયુટીવ મેજીસ્ટ્રેટ મંગુ મોહન વસાવાને રૂ.25 હજારની લાંચ લેતા ઝડપી પાડ્યાં છે.
ફરીયાદીના મિત્રની જમીનની માપણી કરાવવાની હતી, આ મામલે આરોપી અધિકારીએ જમીન માપણી કરાવવા અને ઓર્ડર કાઢવા માટે પહેલા 1 લાખ રૂપિયાની લાંચની માંગણી કરેલી બાદમાં રકઝકના અંતે 75 હજાર રૂપિયાની લાંચની રકમની માંગણી કરેલી અને જમીન માપણી અંગેની અરજી આપવા આવો ત્યારે 25 હજાર રૂપિયા લઇને આવવા કહ્યું હતુ, જેમાં લાંચ ન આપવા માંગતા ફરિયાદીએ સુરત ગ્રામ્ય એ.સી.બી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને ફરિયાદ કરી હતી,જેમાં છટકુ ગોઠવીને આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે.


