હાલમાં જ 35 દેશોમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ સંપૂર્ણપણે શરૂ થઈ ચૂકી છે. બીજી બાજુ અનેક દેશ અમુક શરતો અને સાવચેતી સાથે પર્યટન શરૂ કરી રહ્યા છે. પ્રાચીન મંદિર,કલરફૂલ કેફે અને સુંદર જળમાર્ગો માટે પ્રસિદ્ધ કંબોડિયા કોરોના કાળ વચ્ચે પર્યટકો માટે શરૂ થઈ ચૂક્યું છે પરંતુ આકરી શરતો સાથે.અહીં આવતા પ્રવાસી માટે 50 હજાર ડોલરનો હેલ્થ ઈન્સ્યોરન્સ કવરેજ જરૂરી છે.દેશમાં એન્ટ્રી કરતાં પર્યટકોને રૂ.3 હજાર જમા કરાવવા પડશે.જેનું કેશ અને ક્રેડિટકાર્ડ મારફત પેમેન્ટ કરવામાં આવશે.જેમાં 1500 ડોલર અંતિમ સંસ્કરનો ચાર્જ પણ સામેલ છે.આથી કોઈ પ્રવાસી કોરોનાને લીધે મૃત્યુ પામે તો તેનો અંતિમ સંસ્કારનો ખર્ચ તેની પાસેથી જ વસૂલી શકાય.ગત 7 જુલાઈથી દુબઈ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે શરૂ કરાયું છે.પ્રવાસીઓ માટે ડિપાર્ચરની તારીખના 4 દિવસની અંદર કરવામાં આવેલા કોવિડ-19 ટેસ્ટનો રિપોર્ટ અનિવાર્ય છે.નહીં તો પ્રવાસીઓ એરપોર્ટ પર જ તપાસ કરાવવી પડશે. અહીં વિશેષ હેલ્થ ડિક્લેરેશન અને ઈન્સ્યોરન્સ અનિવાર્ય છે.લોકોએ દુબઈમાં પ્રવેશતાની સાથે જ કોન્ટેક્ટ ટ્રેસિંગ એપ ડીએક્સબી ડાઉનલોડ કરવાની રહેશે.તેના પર તમામ વિગતો આપવાની રહેશે.આ ઉપરાંત હોટલ્સમાં ચેકઈન કરવા માટે કડક નીતિનિયમો પમ બનાવવામાં આવ્યા છે.


