લોકસભામાં શબ્દોની મર્યાદા મુકાઈ: ડાકુ-લુટેરા-ખાનદાન-છોકરાથી એકબીજા પર પ્રહાર

HM News
2 Min Read

નવી દિલ્હી : આપણા શાસકો-રાજનેતાઓ વિપક્ષના સભ્યોમાં ભાષાની મર્યાદા તો સતત કથળતી જાય છે અને સોશ્યલ મીડીયા પ્લેટફોર્મથી લઈને જાહેર સભાઓના મંચ પર જે રીતે ‘બેફામ’ બનીને ગાલીગલોચ થાય છે તેવી સ્થિતિ હવે દેશની સંસદમાં બની શકે છે તેની ‘ઝાંકી’ ગઈકાલે મળી ગઈ હતી.

લોકસભામાં ગઈકાલે ટેક્ષ સબંધી ચર્ચા સમયે સભ્યો વચ્ચે ભાષાની મર્યાદા તૂટી હતી.ચર્ચા- પીએમ કેયર્સ ફંડ સુધી પહોંચી ગઈ હતી અને પછી શાસક-વિપક્ષ-તમામ સભ્યોએ એકબીજા માટે ડાકુ લુટેરા, કલ કા છોકરા, ખાનદાન વિ. શબ્દોની બેફામ ફેકાફેકી જોવા મળી હતી. દેશમાં કારોના કાળ સમયે ખાસ સ્થપાયેલા પીએમ કેયર્સ ફંડ સતત વિવાદમાં છે.વિરોધનો આરોપ છે કે સરકાર તેમાં પારદર્શક નથી અને ચાઈનીઝ સહિતની કંપનીઓ પાસેથી ભંડોળ મેળવાય છે તથા સરકારી ફંડ હોવા છતાં તેનું ઓડીટ ‘કેગ’ કરી શકે નહી તેવી જોગવાઈ છે.

જેમાં નાણા રાજયમંત્રી અનુરાગ ઠાકુરના વકતવ્ય સ્થિતિ વણસી હતી. તેમણે કહ્યું કે મોદી સરકારના દરેક નિર્ણયથી વિપક્ષને આપતી છે પછી તે નોટબંધી હોય, જીએસટી હોય કે પીએમ કેયર્સ ફંડ, તેમણે આક્ષેપ કર્યો કે જવાહરલાલ નહેરુએ રાહત ફંડ બનાવ્યું પણ રજીસ્ટ્રેશન ન થયું અને નાણા નહેરુ ગાંધી પરિવારને લાભાર્થે જતા હતા અને સોનિયા ગાંધીનું નામ લેતા કોંગ્રેસના અધીર રંજને વિરોધ કર્યો તો ઠાકુરે ફરી સોનિયાનું જ નહી પુરા ખાનદાનનું નામ લઈને તેવું કહેતા ધમાલ મચી ગઈ હતી.

કોંગ્રેસના અધિર રંજન પરનો હુમલો કરતા અને પીએમ કેર્સ ફંડથી ચીન પાસેથી ચોરીછૂપીથી પૈસા લેવાય છે.અનુરાગ માટે હિમાલયનો કાલનો છોકરો વિ.શબ્દો વાપર્યા અને પછી એક અન્ય માટે વધારેને વધારે ખરાબ શબ્દોનો ઉપયોગ થાય છે.જો કે બાદમાં અનુરાગઠાકુરે નહેરુનું નામ લેવા બદલ માફી માંગી હતી.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *