By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: પ્રોપરાયટરી, એલએલપી, પાર્ટનરશીપ કંપની પાસેથી અધધ ટેકસ વસૂલાશે, નાણામંત્રીએ આપ્યા આ સંકેતો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > પ્રોપરાયટરી, એલએલપી, પાર્ટનરશીપ કંપની પાસેથી અધધ ટેકસ વસૂલાશે, નાણામંત્રીએ આપ્યા આ સંકેતો
GeneralNational

પ્રોપરાયટરી, એલએલપી, પાર્ટનરશીપ કંપની પાસેથી અધધ ટેકસ વસૂલાશે, નાણામંત્રીએ આપ્યા આ સંકેતો

HM News
Last updated: 24/12/2020 5:38 AM
HM News
5 years ago
Share
SHARE

પ્રોપરાઈટરી કંપની,લિમિટેડ લાયેબલિટી કંપની અને પાર્ટરનશીપ કંપની પાસેથી પણ કોર્પોરેટ્સ પાસેથી લેવામાં આવતા ૨૫ ટકાના દર પ્રમાણેનો આવકવેરો લેવાની માગણી આજે નાણાં મંત્રી નિર્મલા સીતારામન સાથે આજે વેપાર ઉદ્યોગના યોજાયેલા વેબિનારમાં માગણી કરવામાં આવી હતી.આ સાથે જ કોરોના કેર માટે કરવામાં આવેલા ખર્ચને કલમ ૩૭ એડી હેઠળ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી પેટે કરેલા ખર્ચ તરીકે માન્ય કરવાની માગણી પણ કરવામાં આવી છે.ગુજરાતના જુદાં જુદાં વેપાર ઉદ્યોગના એકમોએ આ વેબીનારમાં ભાગ લીધો હતો.

નાણાં મંત્રી નિર્મલા સીતારામન સાથે આજે વેપાર ઉદ્યોગના યોજાયેલા વેબિનારમાં માગણી કરવામાં આવી

બીજી તરફ રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના આદેશને પરિણામે વેપાર ઉદ્યોગોએ જે કરન્ટ એકાઉન્ટમાંથી ઓવર ડ્રાફ્ટ લીધો હોય તે ખાતા સિવાયના કરન્ટ એકાઉન્ટ બંધ કરાવી દેવાના નિયમને પાછો ખેંચવાની માગણી પણ આજે દોહરાવવામાં આવી હતી.
નિયમને પાછો ખેંચવાની માગણી પણ આજે દોહરાવવામાં આવી

વેપાર ઉદ્યોગમાં ઘણીવાર ૯૦ દિવસના ટૂંકા ગાળા માટે પણ ઓવરડ્રાફ્ટ લેવો પડતો હોય છે.આ સંજોગોમાં અન્ય ખાતાઓ બંધ કરી દેવાની જોગવાઈને કારમે તેમની હાલાકીમાં વધારો થઈ શકે છે.વેપાર ઉદ્યોગની લાંબા ટૂંકા ગાળાની જરૂરિયાતોને ધ્યાનમાં લઈને નિર્ણય લેવાની માગણી કરવામાં આવી છે.

ઉદ્યોગની લાંબા ટૂંકા ગાળાની જરૂરિયાતોને ધ્યાનમાં લઈને નિર્ણય લેવાની માગણી કરવામાં આવી

લિમિટેડ લાયેબલિટી પાર્ટનરશીપ કંપનીઓને પણ કલમ ૪૪ એડી હેઠળ પ્રોગ્રેસિવ કરવેરાનો લાભ આપવાની માગણી કરવામાં આવી હતી.આ સાથે જ ફાર્મા, ટેક્સટાઈલ,સોલાર પાવર,કેમિકલ સેક્ટરના એકમોને વિકસાવવા માટે માળખાકીય સુવિધા વધારી માપવાની માગણી પણ કરવામાં આવી હતી.જીએસટીના વધી રહેલા વિવાદોને ઓછા કરવા માટે ટ્રિબ્યુનલની રચના કરવાની માગણી પણ કરવામાં આવી હતી.

યુરોપ બની રહ્યુ છે કોરોનાનુ એપીસેન્ટર, કોરાનાના દર્દીઓમાં સતત વધારો
ક્યાં છે મોંઘવારી! DLFએ ગુરુગ્રામમાં ત્રણ દિવસમાં 7 કરોડ રૂપિયાના 1137 ફ્લેટ વેચ્યા, જાણો વિગત
સ્વીટી પટેલ અને અજય દેસાઇનો કેસ મજબુત કરવા પોલીસે સેંકડો કિલો રેતી અને માટી ચાળી નાખી
લોકડાઉનથી અર્થવ્યસ્થાને મોટો ફટકો પડયો, સ્થિતિ સુધરતા વર્ષો લાગશે : RBI
પારડી પાલિકાના કોરોના વોરિયર્સમાં છૂપો ડર, 90માંથી 11એ વેક્સિન લીધી
Share This Article
Facebook Email Print
Previous Article અમિત શાહને જમાડનારા બાઉલ ગાયકે પલટી મારી, મને ગૃહ પ્રધાને કોઇ મદદ ન કરી
Next Article તુર્કીમાં 44000 કરોડના 99 ટન સોનાનો ભંડાર મળ્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up