ઈરાક અને અમેરિકા વચ્ચેનુ યુધ્ધ શાંત થવાનું નામ નથી લેતું…આજે ઈરાકમાં આવેલા અમેરિકી દુતાવાસ ઉપર ઈરાકે ફરી રોકેટ છોડ્યા છે અને તેને કારણે ટ્રમ્પ ગુસ્સે ભરાયા છે.
અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાકની રાજધાની બગદાદમાં અમેરિકી દૂતાવાસ ઉપર રોકેટ હુમલા માટે ઈરાનને જવાબદાર ગણાવ્યું છે.સાથે સાથે ઈરાનને ધમકી આપી છે કે જો આ હુમલામાં કોઈપણ અમેરિક્ધસનું મોત થયું હતો અમેરિકી સેના કાર્યવાહી કરશે અને જવાબ આપશે.ટ્રમ્પે અમેરિકી દૂતાવાસ ઉપર ફેંકાયેલા રોકેટની તસ્વીર સોશિયલ સાઈટ ટ્વિટર પર પોસ્ટ કરતા લખ્યું કે ઈરાનથી આ રોકેટ આવ્યા છે અને ઈરાનને ધમકી પણ આપી હતી.
ડોનાલ્ડ ટ્રમ્પે વધુમાં લખ્યું હતું કે રવિવારે બગદાદમાં અમારા દૂતાવાસ ઉપર અનેક રોકેટ ફેંકવામાં આવ્યા હતાં.અંદાજ કરોકે આ રોકેટ ક્યાંથી આવ્યા હતાં.અમે ઈવી ચચર્િ સાંભળી રહ્યાં છીએ છે કે ઈરાકમાં અમેરિકી લોકો ઉપર હૂમલો થઈ શકે છે.ઈરાનને મારી મિત્ર તરીકે સલાહ છે.જો એક પણ અમેરિકી માર્યો ગયો તો તેના માટે હું ઈરાનને પણ જવાબદાર ગણાવીશ અને તેને હું અત્યંત ગંભીરતાથી લઇ રહ્યો છું.
જ્યારે ઈરાકની સેનાએ કહયું હતું એ રવિવારે અત્યંત સુરક્ષિત માણવામાં આવતા ગ્રીન જોન વિસ્તારમાં સ્થિત અમેરિકી દુતાવાસ ઉપર રોકેટ મારો થયો હતો.આ રોકેટ હુમલામાં તણાવ વધવાની આશંકાઓ વધી ગઈ છે.ઈરાકી સેનાએ કહયું હતું કે એક પ્રતિબંધિત સંગઠને ગ્રીન જોન ઉપર આઠ રોકેટનો મારો કર્યો હતો.આ હુમલામાં એક ઈરાકી સૈનિક પણ ઘાયલ થયો અને ઘણી કાર તેમજ બિલ્ડીંગોને નુકસાન પહોચ્યું છે.
અમેરિકા રાષ્ટ્રપતિ કાયર્લિાય વાઈટ હાઉસમાં એવી ચિંતા છે કે ઈરાન સમર્થિત સૈનિક ઈરાકમાં 3 જાન્યુઆરીએ ઈરાની જનરલ કાસીમ સુલેમાનીની હત્યાની યાદમાં હુમલો કરી શકે છે.ઈરાની જનરલ સુલેમાની ઈરાકમાં એક અમેરિકી એર સ્ટ્રાઈકમાં માયર્િ ગયા હતાં.તાજેતરમાં થયેલો રોકેટ હુમલો અમેરિકાનાં આરોગ્યમંત્રી, વિદેશ મંત્રી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારની એક બેઠક યોજાઈ હતી.


