ભારતીય ટપાલ વિભાગનો મહા છબરડો ! માફિયા ડોન છોટા રાજન- મુન્ના બજરંગીની ટપાલ ટિકીટ બહાર પાડી !

281

કાનપુર તા.28 : આપણે ત્યાં સરકારી વિભાગોમાં કેવા કેવા ધૂપ્પલો ચાલતા હોય છે તેના અવારનવાર સમાચારો આવતા હોય છે.મતદાર ઓળખ કાર્ડમાં ઐશ્ર્વર્યારાય,સની લિયોમની તસ્વીરો છપાઈ જતી હોય છે.હવે આ મામલે ટપાલ વિભાગ પણ બદનામ થયું છે.જી, હા અન્ડરવર્લ્ડ ડોન છોયા રાજન અને મુન્ના બજરંગીની ટપાલ ટિકીટ બહાર પડી ગઈ અને ટપાલ વિભાગ જોતું રહી ગયું.એક અખબારના સ્ટીંગ ઓપરેશનમાં આ વિગત બહાર આવી છે.કાનપુરની હેડ પોસ્ટ ઓફિસે આ આંતરરાષ્ટ્રીય માફીયા છોટા રાજન અને બાગપત જેલમાં ગેંગવોરમાં માર્યા ગયેલા મુન્ના બજરંગીની ટપાલ ટિકીટો છાપી નાખી હતી.

ઉલ્લેખનીય છે કે ટપાલ વિભાગની ‘માય સ્ટેમ્પ’ યોજના અંતર્ગત આ ટિકીટ છપાઈ હતી.જે પાંચ રૂપિયાવાળી 12 ટિકીટ અને 12 ટિકીટ મુન્ના બજરંગીની છપાઈ હતી જેની નિર્ધારિત રૂા.600 ફી ચૂકવાઈ હતી.આ માફીયા ડોનની ટિકીટ છાપવામાં ન જે ફોટાની તપાસ થઈ કે ન તો કોઈ પ્રમાણપત્ર માંગવામાં આવ્યું.આ મામલે પોસ્ટ માસ્તર જનરલ વી.કે.વર્માએ જણાવ્યું હતું કે ટપાલ ટિકીટ બનાવવા માટે ખુદ વ્યક્તિએ વિભાગની ઓફીસે આવવું પડે છે અને વેબ કેમ સામે ફોટો લેવામાં આવે છે. કોઈ માફીયાની ટપાલ ટિકીટ જાહેર થયાની કોઈ જાણકારી નથી,જો આમ થયું હશે તો તપાસ કરાશે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારની ‘માય સ્ટેમ્પ’ યોજના અંતર્ગત આપ રૂા.300 જમા કરાવીને આપની કે આપના પરિવારજનોની 12 ટપાલ ટિકીટ જાહેર કરાવી શકો છો અને આપ તેને ચોટાડીને દેશમાં કયાંય પણ મોકલી શકો છો.

Share Now