By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: જામનગરની સિક્કા પાલિકામાં “ઓપરેશન ભાજપ”: 31 કોંગી અગ્રણીઓએ કેસરીયો ધારણ કર્યો !!
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Saurashtra > જામનગરની સિક્કા પાલિકામાં “ઓપરેશન ભાજપ”: 31 કોંગી અગ્રણીઓએ કેસરીયો ધારણ કર્યો !!
GeneralPoliticsSaurashtra

જામનગરની સિક્કા પાલિકામાં “ઓપરેશન ભાજપ”: 31 કોંગી અગ્રણીઓએ કેસરીયો ધારણ કર્યો !!

HM News
Last updated: 19/01/2021 6:41 AM
HM News
4 years ago
Share
SHARE

ચૂંટણી આવે એ પહેલા જ રાજકીય તડજોડ અને ખેંચાખેંચી આગળ વધી રહી છે.સિક્કા પાલિકામાં ભાજપે ઓપરેશન હાથ ધરી પૂર્વ પ્રમુખ સહિત ૩૧ કોંગી આગેવાનોને કેસરીયા ધારણ કરાવ્યા હતા.જામનગર શહેર અને જિલ્લામાં ચૂંટણી પહેલાં જ મોટા પ્રમાણમાં રાજકીય ગરમાવો આવી ગયો છે.શહેરના બે પૂર્વ કોર્પોરેટરો ના ભાજપ અને કોંગ્રેસમાં પ્રવેશ પછી હવે જામનગર તાલુકાના સિક્કામાં ભાજપ દ્વારા મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને સિક્કા કોંગ્રેસના અગ્રણી એવા સિક્કા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સહિતના ૩૧ હોદ્દેદારોએ ભાજપમાં પ્રવેશ કરી લીધો છે.જેથી સિક્કાના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે.

સિક્કા પાલિકાના પૂર્વ પ્રમુખ જુમાભાઈ જાકૂબભાઈ હુંદડા, કે જેઓ હાલ નગરપાલિકાના સભ્ય પણ છે ઉપરાંત ૭૭ વિધાનસભા વિસ્તારના કોંગ્રેસના પ્રમુખ આદમ જુમાભાઈ હુંદડા,સિક્કા ના કોંગ્રેસના કોર્પોરેટર અનવર જાકૂબ હુંદડા ઉપરાંત ૭૭- ગ્રામ્ય વિધાનસભા વિસ્તારના કોંગ્રેસના મંત્રી અબ્બાસ નૂરમામદ સંઘાર સહિત ૩૧ કોંગી અગ્રણીઓએ કોંગ્રેસનો સાથ છોડીને ભાજપમાં પ્રવેશ કરી લીધો છે.જામનગરના જિલ્લા ભાજપના મધ્યસ્થ કાર્યાલયમાં તમામ ૩૧ કાર્યકરોને પ્રવેશ આપવા માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.જિલ્લા ભાજપના પ્રમુખ રમેશભાઈ મૂંગરા,તેમજ ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ,ઉપરાંત જાડા પૂર્વ ચેરમેન દિલિપસિંહ ચુડાસમા સહિતના ભાજપના અગ્રણીઓની હાજરીમાં તમામ ૩૧ કાર્યકરોને કેસરીયો ખેસ પહેરાવી ને ભાજપમાં પ્રવેશ કરાવાયો હતો.જેને લઈને સિક્કાના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. જોકે હાલ વર્તમાન બોડી ભાજપની જ છે.જેની હવે તાકાત વધુ મજબૂત બની છે.

સારંગપુર હનુમાનજી કષ્ટભંજન મંદિર લોકસેવામાં , 100 બેડની ધર્મશાળા બની હોસ્પિટલ
જર્મનીથી પોર્ટેબલ ઓક્સિજન પ્લાન્ટ ઍરલિફ્ટ કરવા નિર્ણય
મથુરા : ભગવાન શ્રી કૃષ્ણની જન્મભૂમિ જે ભારતના ઇતિહાસના પુસ્તકમાં ક્યાંક ખોવાઈ ગઈ છે…ઈતિહાસ પર એક નજર…
ગ્રે પેડ મુદ્દે રાજ્યમાં ગરમાતું રાજકારણ : સરકાર આજે કરશે મોટી જાહેરાત, ગૃહ વિભાગની રિવ્યુ મીટિંગ પર પોલીસકર્મીઓની બાજ નજર
Big Breaking : દાદરાનગર હવેલીના વન મેન શો અને બાહુબલી નેતા અપક્ષ સાંસદ મોહન ડેલકર જેડીયુમાં જોડાયા, જાણો ચૂંટણીમાં શું થશે અસર
Share This Article
Facebook Email Print
Previous Article સૌરાષ્ટ્રમાં ભાજપના ટોચના નેતાની પુત્રવધૂ દ્વારા ચાલતો જુગારનો અડ્ડો ઝડપાયો, 14 ધનિક મહિલા પકડાઈ, જાણો વિગત
Next Article મહારાષ્ટ્રમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં શિવસેનાએ મેદાન માર્યું : ભાજપે હવે સમજી લેવાની જરૂર છે કે સીબીઆઇ,ઇડી કે ઇન્કમટેક્સ વિભાગની મદદથી ચૂંટણી જીતી નહીં શકાય
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up