By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: અમદાવાદ બાદ સુરતમાં વધુ એક આયશાની જિંદગી મોતના મુખમાં ધકેલાતી બચાવી લેવાઈ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > અમદાવાદ બાદ સુરતમાં વધુ એક આયશાની જિંદગી મોતના મુખમાં ધકેલાતી બચાવી લેવાઈ
GeneralSurat

અમદાવાદ બાદ સુરતમાં વધુ એક આયશાની જિંદગી મોતના મુખમાં ધકેલાતી બચાવી લેવાઈ

HM News
Last updated: 04/03/2021 11:38 AM
HM News
4 years ago
Share
SHARE

– મહિલા તાપી નદીમાં કૂદકો મારવા જઈ રહી હતી.ત્યારે તૌસીફ શેખે પોતાની રીક્ષા થોભાવી નાંખી હતી,અને મહિલાને બચાવવા દોડી ગયા હતા
– એક રિક્ષા ચાલકની સૂઝબૂઝના કારણે સુરતમાં આયશાની સાથે જે ઘટના બની તે ઘટના થતા રહી ગઈ

સુરત : હાલ અમદાવાદની આયશા સમગ્ર દેશમાં ચર્ચાઈ રહી છે.ન જાણે ભારતમાં આવી કેટલીય આયશા હશે,જે સાસરીઓના ત્રાસથી રીબાતી હશે.કેટલીક હિંમત દાખવીને લડી લે છે,તો કેટલીક મોતનો રસ્તો અપનાવે છે.માત્ર આયશા જ નહીં આયશાની જેમ ભારતમાં અનેક યુવતીઓ એવી છે ઘરેલુ હિંસાનો ભોગ બનતી હોય છે.અમદાવાદ બાદ સુરતમાં વધુ એક આયશાની જિંદગી મોતના મુખમાં ધકેલાતી બચાવી લેવાઈ છે.તાપી નદીમાં મોત વ્હાલુ કરવા જઈ રહેલી પરિણીત મહિલાને બચાવી લેવાઈ છે. એક રીક્ષાચાલકે મહિલાને બચાવી લીધી હતી.

તૌસીફ શેખ નામના રીક્ષાચાલક સુરતના હોપ બ્રિજ પાસેથી પોતાની રીક્ષા લઈને પસાર થઈ રહ્યા હતા.ત્યારે તેમની નજર એક મહિલા પર પડી હતી.આ મહિલા તાપી નદીમાં કૂદકો મારવા જઈ રહી હતી.ત્યારે તૌસીફ શેખ પોતાની રીક્ષા તાત્કાલિક થોભાવી નાંખી હતી,અને મહિલાને બચાવવા દોડી ગયા હતા. તેમણે ખેંચીને મહિલાને બચાવી લીધી હતી.મહિલાને રડી જોઈ આસપાસથી પસાર થતી અન્ય મહિલાઓ પણ મદદે દોડી આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર,સુરતની મનીષા નામની મહિલા પતિના ત્રાસથી આજે સુરતના ચોક વિસ્તાર ખાતે આવેલા હોપ બ્રિજથી તાપી નદીમાં કુદવા જઈ રહી હતી.તે રડતા રડતા રસ્તા પરથી જઇ રહી હતી.ત્યારે મનીષા પર ત્યાંથી પસાર થઇ રહેલા રિક્ષાચાલક તૌસીફ શેખની નજર પડી હતી. તેમને લાગ્યું કે, આ મહિલા શા માટે રડીને બ્રિજ તરફ જઈ રહી છે.અચાનક જ એમના નજર સામે આયશાનો કિસ્સો આવી ગયો હતો.તેથી સતર્ક થઈને તેમણે રીક્ષા થંભાવી હતી અને તે મહિલાનો પીછો કરીને હોપ બ્રિજ સુધી ગયા હતા. મહિલા બ્રિજની વચ્ચેથી તાપી નદીમાં કુદવા જઈ રહી હતી ત્યારે જ તૌસીફે મનીષાનો હાથ ખેંચીને તેનો જીવ બચાવી લીધો હતો.

અમદાવાદની આયશા જેવો કિસ્સો બનતા રહી ગયો

રીક્ષાચાલક તૌસીફે જણાવ્યું હતું કે,આયશા આપઘાતની ઘટનાનો વીડિયો તેણે જોયો હતો.એ જ કારણ છે કે,મને લાગ્યું કે આ મહિલા પણ આપઘાત કરવા જઈ રહી છે.મેં મનીષાબેનને સમજાવી હતી અને સ્થાનિક પોલીસને પણ જાણ કરી હતી. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.તો મનીષાબેનને સમજાવવા ત્યાંથી પસાર થતી અન્ય મહિલાઓ પણ મદદે આવી હતી.

તૌસીફે વધુમાં જણાવ્યું કે, મહિલા બે પુત્રીની માતા છે.તેમનો પતિ તેમને ત્રાસ આપી રહ્યો હતો અને પતિએ તેમને કહ્યું હતું કે,તેને જે પણ કરવાનું હોય તે કરી લે જે.અત્રે ઉલ્લેખનીય છે કે આયશાને પણ જો કોઈ તૌસિફ જેવો ઈશ્વરનો દૂત મળી ગયો હોત તો કદાચ આયશાનો પણ જીવ બચી ગયો હોત.આજે એક રિક્ષા ચાલકની સૂઝબૂઝના કારણે સુરતમાં આયશાની સાથે જે ઘટના બની તે ઘટના થતા રહી ગઈ છે.

અમદાવાદ એરપોર્ટ પર મહિલાએ CISF જવાનને લાફો મારીને કહ્યું, ‘હું સરકારી અધિકારીની દીકરી છું’
સુરત: ટ્રાન્સપોર્ટ વાહનોની હેરાફેરી પર તા. 25મી સુધી પ્રતિબંધ
CHINAમાં 120 કરોડ લોકોની વચ્ચે છે ફક્ત આટલી SURNAME, ડિજિટલ સિસ્ટમથી જોડાવા માટે કર્યું આ કામ
વડોદરામાં પત્રકારને પતાવી દેવાની ધમકી આપનાર ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ સામે DCP ક્રાઇમ બ્રાંચ કરશે તપાસ
WI vs IND : મિતાલી રાજે કેપ્ટન તરીકે બનાવ્યો નવો રેકોર્ડ, BCCIએ પણ પાઠવી શુભેચ્છા
Share This Article
Facebook Email Print
Previous Article સૌરાષ્ટ્રના હીરા દલાલના ઉઠમણાની ચર્ચા : સુરતના અનેક વેપારીઓના કરોડો રૂપિયા સલવાયા
Next Article સાંસદ મોહન ડેલકરના પરિવારને સાંતવના આપવા ‘આપ’ના સાંસદ સંજય સિંહ સુરત પહોંચ્યા, દાદરાનગર હવેલી જવા રવાના
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up