By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: BIG NEWS : સુરતમાં શનિ-રવિ શહેરની તમામ ટેક્સ્ટાઇલ માર્કેટો રહેશે બંધ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > BIG NEWS : સુરતમાં શનિ-રવિ શહેરની તમામ ટેક્સ્ટાઇલ માર્કેટો રહેશે બંધ
GeneralSurat

BIG NEWS : સુરતમાં શનિ-રવિ શહેરની તમામ ટેક્સ્ટાઇલ માર્કેટો રહેશે બંધ

HM News
Last updated: 19/03/2021 11:17 AM
HM News
4 years ago
Share
SHARE

સુરત, 19 માર્ચ : સમગ્ર રાજ્યમાં સૌથી વધુ કોરોના ગ્રસ્ત દર્દીઓ સાથે સુરત શહેર-જિલ્લામાં કોરોનાની મહામારીએ સ્ફોટક સ્થિતિનું નિર્માણ કર્યું છે.સરકારના વિવિધ વિભાગો દ્વારા મહામારીને ડામવા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.સુરત શહેરના ટેક્સ્ટાઇલ માર્કેટોમાં સંક્રમણ વધી રહ્યું છે.ત્યારે,સુરત મહાનગરપાલિકાના આદેશ અનુસાર ફેડરેશન ઓફ સુરત ટેક્સ્ટાઇલ એસોસિએશન ( ફોસ્ટા ) દ્વારા વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને 20-21 માર્ચ ( શનિવાર-રવિવાર ) એમ બે દિવસ માટે સુરતની તમામ ટેક્સ્ટાઇલ માર્કેટો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.સુત્રોથી મળેલી જાણકારી મુજબ વીક એન્ડમાં રાખવામાં આવનારી આ બે રજા બાદ તંત્ર સ્થિતિની સમીક્ષા કરશે અને ત્યાર બાદ આગામી દિવસોમાં ટેક્સ્ટાઇલ માર્કેટોના સંદર્ભમાં પણ કોઈ નવી ગાઈડ લાઈન જાહેર કરી શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સુરતમાં કાપડના વ્યવસાય સાથે દેશના વિવિધ રાજ્યોના લોકો સંકળાયેલા છે ત્યારે, તેઓના આવાગમનના કારણે સંક્રમણ વધી રહ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.ત્યારે, હવે 2 દિવસ માર્કેટ બંધ રાખવાથી સ્થિતિમાં શું ફેરબદલ થાય છે તે જોવું રહ્યું ? બીજી તરફ શુક્રવારે બપોર સુધીમાં જ સુરત શહેરમાં 182 અને જિલ્લામાં 44 મળીને 226 કોરોનાના દર્દીઓ નોંધાયા છે.જેના પરથી ફલિત થાય છે કે સુરત શહેરમાં કોરોનાની શું સ્થિતિ છે.

ગુજરાતમાં એક વાર ફરી કોરોનાએ ઉથલો માર્યો છે.ત્યારે રાજ્યમાં કોરોનાના વધતા જતા કેસોમાં સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ સુરત અને અમદાવાદમાં જોવા મળી રહી છે.રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં સૌથી વધારે કેસ સુરતમાં 324 અને અમદાવાદમાં 298 નોંધાયા હતાં. ત્યારે તાત્કાલિક ધોરણે ફેડરેશન ઓફ સુરત ટેકસ્ટાઈલ્સ ટ્રેડર્સ એસોસિયેશને મહત્વનો નિર્ણય કર્યો છે.સુરતના રિંગ રોડ વિસ્તારમાં આવેલું કાપડ માર્કેટ શનિવાર અને રવિવારે બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.માર્કેટ વિસ્તારમાં વધતા જતા કોરોનાના કેસોને લઈને આ નિર્ણય કરાયો છે. અંદાજીત 150 જેટલી  જેટલી માર્કેટ સંપૂર્ણરૂપથી બંધ રહેશે.

શનિ-રવિ સુરતમાં આવેલા તમામ મોલ પણ બંધ રાખવાનો નિર્ણય

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ બાદ સુરતમાં પણ આજથી જ રાત્રિ કરફ્યુનો સમય રાત્રિના 9થી સવારના 6 વાગ્યા સુધીનો કરી દેવાયો છે. ઉપરાંત શનિવાર અને રવિવારના રોજ સુરતમાં આવેલા તમામ મોલ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. શહેરના પોલિસ કમિશ્નર અજય તોમર તથા મ્યુ. કમિશ્નર બંછાનિધિ પાની દ્વારા યોજાયેલી બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો છે.આ સિવાય આવતી કાલથી શરૂ થનારી યુનિવર્સિટીની પરિક્ષા પણ મોકૂફ રાખવામાં આવી છે.પરીક્ષાનો નવો કાર્યક્રમ વેબસાઈટ પર મુકવામાં આવશે. તો બીજી બાજુ હવે શનિ-રવિ કાપડ માર્કેટ પણ બંધ રાખવાનો ફેડરેશન ઓફ સુરત ટેકસ્ટાઈલ્સ ટ્રેડર્સ એસોસિયેશને મહત્વનો નિર્ણય કર્યો છે.

દ્વારકા શારદાપીઠના શંકરાચાર્યનું નિવેદન, કહ્યું- ધર્મના સહયોગ વગર રાજનીતિ અધૂરી છે
આવતી કાલે માંગરોળ, માંડવી, ઓલપાડ તાલુકાના 34 ગામો માટે રૂ.126 કરોડની મહુવેજ જુથ પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવશે
વિદેશી દારૂ મુદ્દે સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ વધતાં RANGE DGP રાજકુમાર પાંડિયન થયા સક્રિય : સુરત સહિતના પાંચ જિલ્લામાં ક્રોસ રેડની સૂચના
ગુજરાતના કોઇપણ જિલ્લામાં જવા-આવવા માટે હવે મંજુરીની જરૂર નહિ : નીતિન પટેલ
ઝારખંડના બોકારોની મિશનરી સ્કુલમાં લાગ્યા જય શ્રીરામના નારા : પ્રિન્સિપાલે આખો ક્લાસ સસ્પેન્ડ કર્યો
Share This Article
Facebook Email Print
Previous Article સુરત : રાંદેર ઝોનમાં આવેલી ઔદિચ્ય બ્રાહ્મણ સમાજની વાડીમાં વેક્સિનેશન સેન્ટરનો થયો પ્રારંભ
Next Article વડોદરા : મધુ શ્રીવાસ્તવ કાંડના લિસોટા હજી ગયા નથી ત્યાં ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા)એ કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડાવ્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up